ભોલેનાથના આ સ્વરૂપનો ફોટો ઘરમાં નહિ લગાવવો જોઈએ, જાણો કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન.

0
156

ભૂલથી પણ ઘરમાં ન લગાવો ભોલેનાથનો આવો ફોટો, છીનવાઈ શકે છે સુખ-શાંતિ.

ભગવાન ભોલેનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ સમય શ્રાવણ મહિનો છે. ભોલેના ભક્તો આ પ્રસંગે તેમની મૂર્તિ અથવા ફોટો ઘરમાં લાવે છે અને સ્થાપિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં ભગવાન શિવનો ફોટો લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે વાસ્તુ શાસ્ત્રના લેખમાં ઈન્દુ પ્રકાશજી પાસેથી જાણો ઘરમાં ભગવાન શિવના ફોટાનું મહત્વ અને તેને લગાવવાની યોગ્ય જગ્યા અને નિયમો વિષે.

શ્રાવણમાં ભોલેનાથનો ફોટો :

ઘરમાં દેવી-દેવતાઓનો ફોટો લગાવવો શુભ માનવામાં આવે છે અને હાલ તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો શિવજી માટે ખૂબ જ ખાસ હોય છે, તેથી આ સમય દરમિયાન ઘરમાં શિવજીનો ફોટો અવશ્ય રાખવો જોઈએ.

આ દિશામાં શિવજીનો ફોટો લગાવો :

પરંતુ સવાલ એ છે કે ઘરમાં ભગવાન શિવનો કેવો ફોટો લગાવવો અને કઈ દિશામાં લગાવવો? તો તમને જણાવીએ કે ઉત્તર દિશા એ ભગવાન શિવની પ્રિય દિશા છે. અને આ દિશામાં ભગવાન શિવનો વાસ છે, એટલે કે કૈલાસ પર્વત છે. એટલા માટે ઘરમાં ભગવાન શિવનો ફોટો લગાવવા માટે ઉત્તર દિશા પસંદ કરવી જોઈએ. આ દિશામાં ફોટો લગાવવાથી શુભ ફળ મળે છે.

આવા ફોટા ભૂલથી પણ ન લગાવવા :

ભગવાન શિવનો એવો ફોટો ઉત્તર દિશામાં લગાવો, જેમાં તેઓ શાંત હોય અને ધ્યાન કરતા હોય અથવા નંદી પર બેઠા હોય. આ સિવાય તમે શિવજીનો એવો ફોટા પણ લગાવી શકો છો જેમાં તેઓ પોતાના આખા પરિવાર સાથે બેઠા હોય છે.

જોકે એ વાતની કાળજી રાખવી કે, ઘરમાં શિવજીનો એવો ફોટો ન લગાવવો જોઈએ, જેમાં તે ક્રોધની સ્થિતિમાં હોય અથવા તેમનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય. તે ઘરની સુખ-શાંતિ માટે સારું નથી.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.