ભૂલથી પણ ઘર મંદિરમાં ના રાખો આવા ફોટા કે મૂર્તિ, જાણો તેનાથી મળતા ખરાબ પરિણામ વિષે.

0
1077

પોતાના ઘર મંદિરમાંથી આજે જ હટાવી દો આ વસ્તુઓ, પરિવારમાં દરિદ્રતા પ્રવેશ કરે છે.

ઘરમાં ઘર મંદિર હોવું અને દરરોજ પૂજા પાઠ કરવી એ સનાતન ધર્મનો આવશ્યક ભાગ છે. ઘણા લોકો ઘણી વખત ફરિયાદ કરે છે કે સાત્વિક જીવન જીવવા છતાં અને ભગવાનની નિયમિત પૂજા કરવા છતાં તેમને તેનું ફળ મળતું નથી. જો તમારી સાથે પણ આવું થાય છે તો શાસ્ત્રો અનુસાર તેનું કારણ તમારા ઘરના મંદિરમાં છુપાયેલું હોઈ શકે છે. આપણે અજાણતા જ આપણા ઘર મંદિરમાં એવી અનેક ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે આપણે ખરાબ પરિણામ ભોગવવા પડે છે અને ઘરમાં ગરીબી આવવા લાગે છે. આવો જાણીએ તે કઈ ભૂલો છે.

ભગવાનના રૌદ્ર અવતારના ફોટા ન રાખવા : ઘર મંદિરમાં ભગવાનના રૌદ્ર રૂપના કોઈપણ ફોટા રાખવાનું ટાળો. આવા ફોટા ઘર મંદિરમાં રાખવા અશુભ માનવામાં આવે છે. તેના બદલે તમારે એવા ફોટા કે મૂર્તિઓ ઘર મંદિરમાં મુકવી જોઈએ, જેમાં તેઓ હસતા અને આશીર્વાદ આપતા જોવા મળે. આવી મૂર્તિઓ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

ભગવાનને ક્યારેય વાસી ફૂલ ન ચઢાવો : ભગવાનની પૂજા દરમિયાન તેમને ફૂલ ચઢાવવાની પ્રથા સામાન્ય છે. પરંતુ ધ્યાન રાખો કે પૂજાની થાળીમાં હંમેશા તાજા ફૂલ જ હોવા જોઈએ. જમીન પર પડેલા ફૂલને ભૂલથી પણ પૂજા ઘરમાં ચઢાવવા જોઈએ નહીં. આમ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી. જ્યાં સુધી તુલસીના પાનનો સંબંધ છે, તેના તૂટેલા પાંદડાને 11 દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી. આવી સ્થિતિમાં તમે તેના પાનને પાણીથી ધોઈને દરરોજ ભગવાનને અર્પણ કરી શકો છો.

ભગવાનની એક કરતાં વધુ મૂર્તિઓ ન રાખવી : ભગવાન ગણેશ અથવા અન્ય કોઈ દેવી-દેવતાની એકથી વધુ મૂર્તિઓ ઘર મંદિરમાં ન રાખવી. આમ કરવાથી ઘરમાં અશાંતિ રહે છે અને કામ બનતા બનતા બગડી જાય છે. જો તમે મંદિર માટે નવી મૂર્તિ લાવવા માંગો છો, તો તેના માટે શુભ મુહૂર્ત દિવાળી છે. તે દરમિયાન તમે નવી મૂર્તિ લાવી શકો છો અને તેને પૂજા ઘરમાં રાખી શકો છો. આ સાથે જૂની મૂર્તિને નદી, નહેર અથવા કોઈપણ સ્વચ્છ જગ્યાએ માટી ખોદીને દાટી શકાય છે.

શું તમે પૂજાની થાળીમાં તૂટેલા ચોખા તો નથી રાખતા ને? ભગવાનની પૂજા માટે થાળીમાં ચોખા રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમે ભગવાનને પ્રાર્થના કરો છો કે તમારું ઘર ધન-ધાન્યથી ભરેલું રહે. જો કે આ થાળીમાં ક્યારેય તૂટેલા ચોખા ન રાખવા જોઈએ. તૂટેલા ચોખા ચઢાવવાથી ભગવાનનો અનાદર થાય છે, જેથી તમને તેમની કૃપા મળતી નથી.

મૂર્તિઓનો આકાર અસમાન ન હોય : ઘરના મંદિરમાં જગ્યા ઓછી હોય છે અને ત્યાં રાખવામાં આવતી મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા પણ નથી થતી. તેથી, નિશ્ચિત કદ કરતાં મોટી મૂર્તિ ક્યારેય ન હોવી જોઈએ. જો તમે શિવલિંગને ત્યાં રાખવા માંગો છો તો તેની સાઈઝ અંગૂઠાના કદ કરતા મોટી ન હોવી જોઈએ. પ્રયત્ન કરો કે બધી મૂર્તિઓની સાઈઝ સરખી હોય. અસમાન કદની મૂર્તિઓ રાખવાથી ઘરમાં સંકટનું વાતાવરણ સર્જાય છે અને ભગવાનનો પ્રકોપ સહન કરવો પડે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.