અલ્સર માટે દુર્વા ઘાસનો રસ બે ચમચી સવાર-સાંજ પીવો, અલ્સર મટી જશે, દુર્વા એટલે ગુજરાતીમાં ધરો.
ગુજરાતમાં મહિલાઓ ધરો આઠમના નામે પૂજા કરે છે, અને ગામમાં મહિલાઓ આ દિવસે ધારો કાપતી નથી.
તે સંજીવનીથી ઓછી નથી ગણાતી.
પેટની બળતરા ગમે તેટલી હોય, દુર્વા એટલે કે ધારો દ્વારા મટી જાય છે.
જે ઘાસ આપણે ગણેશજીને ચઢાવીએ છીએ, તે ખરેખર કેમ ગણેશજીને આટલું પ્રિય છે? આની પાછળ પણ એક પૌરાણિક કથા છે
અનલાસુર નામનો એક રાક્ષસ, જેના મુખમાંથી માત્ર અગ્નિ જ નીકળતો હતો, જેના કારણે આખી પૃથ્વીમાં લોકો ત્રાહિમામ થઇ ગયા હતા.
તેનાથી મુક્તિ અપાવવા માટે ગણેશજી અનલાસુરને સીધે સીધો ગળી ગયા હતા. જેના કારણે ગણેશજીના પેટમાં બળતરા થવા લાગી.
મહર્ષિ દુર્વાસાએ ભગવાન ગણેશને આ બળતરામાંથી છુટકારો આપવા માટે આ ઘાસ આપ્યું, જેનાથી બધી દાહ અને પીડા સમાપ્ત થઇ ગઈ. ત્યારથી ગણેશને દુર્વા પ્રિય થઈ ગઈ.