આમ તો આપણા બધાના ઘરમાં લસણ મળી આવે છે. કારણ કે લસણનો ઉપયોગ ખાવામાં બધા લોકો કરે છે. ભલે તે ખાવામાં વઘાર કરવાનો હોય કે પછી ગ્રેવી બનાવવાની હોય. પણ એક વાત તો નક્કી છે કે લસણ રસોઈમાં સ્વાદ વધારી દે છે. પરંતુ તમને જણાવી દઈએ કે લસણમાં એવા ગુણકારી તત્વ હોય છે. જે તમને બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. લસણ એક વંડર ફૂડ છે, આયુર્વેદમાં તો લસણને ઔષધિ માનવામાં આવ્યું છે. એટલે તમારે કોઈને કોઈ રૂપમાં લસણ પોતાની ડાયટમાં જરૂર ઉમેરવું જોઈએ.

પરંતુ સવારે ખાલી પેટ લસણ ખાવાથી તમને વધારે ફાયદો થશે. તેમજ એ પણ જણાવી દઈએ કે લસણમાં ઉપસ્થિત એન્ટિબાયોટિક ગુણ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એવામાં જયારે પણ કોઈ બીમારીના જંતુઓ તમારા શરીરમાં પ્રવેશ કરે છે. તો તમારું શરીર એની સામે લડવામાં સક્ષમ હોય છે. આજે અમે તમને ઘણા એવા જ ફાયદા વિષે જાણવવાના છીએ.
જણાવી દઈએ કે લસણ એક ઔષધિના રૂપમાં કામ કરે છે. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારે રોજ સવારે લસણનું સેવન કરવું જોઈએ. એના સેવનથી હૃદય સંબંધિત, પેટ સંબંધિત કોઈ પણ બીમારીથી બચવામાં મદદ કરે છે. હા, કેમકે માણસોને થતી અડધા ભાગની બીમારીઓની શરૂઆત પેટથી થાય છે. આપણા કંઈક ખોટું ખાવાથી, વધારે મરચાવાળું ખાવાથી આપણા શરીરમાં ઘણી બધી બીમારીઓ પ્રવેશી જાય છે. અને જો તમારું પેટ સાફ રહેશે તો તમને કોઈ પણ બીમારી થવાની સંભાવના ઘણી ઓછી હોય છે.
જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિને પેટમાં દુઃખાવો કે પછી પેટમાં થવા વાળા જંતુઓની સમસ્યા છે તો સવારે ઉઠીને ખાલી પેટ લસણનું સેવન કરવાથી એ સમસ્યા દૂર થઈ શકે છે. અને સાથે જ તે શરીરમાંથી માદક પદાર્થોને બહાર કાઢે છે.
તેમજ એ પણ જણાવી દઈએ કે ખાલી પેટ લસણનું સેવન કરવાથી નસોનું ઝણઝણાવવાની સમસ્યા દૂર થઈ શકે છે. એના માટે તમારે દસ દિવસ સુધી સવારે ખાલી પેટ લસણનું સેવન કરવું, જેથી તમારા શરીરમાં થવા વાળી નસોના ઝણઝણાવવાની સમસ્યા ધીરે-ધીરે દૂર થઈ શકે.
જો તમને એલર્જીની સમસ્યા છે. તો બે મહત્વપૂર્ણ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે, એક તો લસણનું સેવન કાચું ન કરવું, અને બીજું કોઈ પણ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યા, શરીરનું ઉચ્ચ તાપમાન અને માથામાં દુ:ખાવો થવા પર એનું સેવન બંધ કરી દો. જો તમને પણ લસણ ખાવાથી પેટમાં બળતરા કે માથામાં દુઃખાવા જેવી સમસ્યા થાય તો એવા સમયે લસણ ન ખાવું અને ડોક્ટર સાથે એ બાબતે ચર્ચા કરી સલાહ લેવી.
લસણ શ્વસનતંત્ર માટે સારું હોય છે. તે ટીબી, અસ્થમા, નિમોનિયા, શરદી, બ્રોન્કાઈટિસ, જૂની બ્રોન્કિયલ શરદી, ફેફસામાં સંક્રમણ અને ખાંસીના નિવારણ અને ઈલાજ માટે સારું કહેવામાં આવે છે. ટ્યૂબરક્લોસિસની સમસ્યા થવા પર સવારે ખાલી પેટ લસણ ખાવું ઘણું ફાયદાકારક સાબિત થાય છે.
દાંતના દુઃખાવા માટે લસણનું સેવન ફાયદાકારક હોય છે. જો જીવાત થવાથી દાંતમાં દુઃખાવો થાય છે તો તમારે લસણના ટુકડાને ગરમ કરવો અને એ ટુકડાને દુઃખાવા વાળા દાંત પર મૂકી થોડીવાર સુઘી દબાવી રાખો. એવું કરવાથી દાંતનો દુઃખાવામાં આરામ મળે છે.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. વધુ જાણકારી માટે તમે તમારા ડોક્ટરની સલાહ લીધા પછી જ સેવન કરવું)