આ એક સંપૂર્ણ સત્ય ઘટના છે.
ગામડામાં રહેતી એક દીકરી ઉમરલાયક થતા એના માટે યોગ્ય જીવન સાથીની શોધ આદરવામાં આવી. એક સારો છોકરો પણ મળી ગયો. છોકરો હેન્ડસમ તો હતો જ સાથે સાથે સુખી-સંપન્ન પણ ખરો. છોકરો ગામડે રહેતો હતો અને બાજુમાં આવેલા શહેરમાં પોતાનો નાનો બિઝનેસ કરતો હતો.
ગામડામાં તમામ સુવિધાઓથી સભર આધુનિક મકાન અને સુખી સંપન્ન પરિવાર હોવા છતાં છોકરીને શહેરમાં રહેવાની ઈચ્છા હોવાથી લગ્ન વખતે એવી શરત મુકવામાં આવી કે છોકરી એક વર્ષ ગામડે રહેશે પછી શહેરમાં રહેવા માટે જવું પડશે. છોકરીની અને એના પરિવારની આ શરત સ્વીકારવામાં પણ આવી.

છોકરી પરણીને સાસરે આવી. ગામડામાં પોતાના ઘરે નહોતી એના કરતા ક્યાંય વધારે સુવિધાઓ સાસરિયામાં હતી. લગ્નને હજુ તો થોડા મહિના જ થયા હશે ત્યાં છોકરીએ શહેરમાં રહેવા જવા માટેની વાત કરી. છોકરીને સાસરિયા તરફથી સમજાવવામાં આવી કે થોડો સમય ગામડે રહો જેથી બધાથી પરિચિત થઈ શકાય. એના પતિએ પણ એણે સમજાવી કે હજુ તો આપણા લગ્નને થોડો સમય પસાર થયો છે. થોડા મહિના જવાદે ત્યાં સુધીમાં હું શહેરમાં મકાનની વ્યવસ્થા પણ કરી લઉં. અહિયા તને બીજી કોઈ તકલીફ પણ નથી.
ગામડામાં જ રહેલી એ છોકરીની એક જ વાત હતી કે મને ગામડામાં નથી ફાવતું મારે હવે શહેરમાં જ રહેવા માટે જવું છે. એ પોતાના પિયરમાં આંટો મારવા માટે આવી અને પછી પિયરમાં જ રોકાઈ ગઈ. પરિવારના લોકોએ પણ એણે સમજાવીને સાસરે મોકલવાના બદલે પિયરમાં સાચવીને રાખી.
આવી એક નહિ અનેક સત્ય ઘટનાઓ છે. જો સ્વતંત્રતાનો અર્થ આવી સ્વચ્છંદતા હોય તો આવી સ્વતંત્રતાને ગો-ળી-એ મા-ર-વી જોઈએ. કહેવાતા ઉદારમતવાદીઓ અને ઘડમાથા વગરની ટીવી સિરીયલો સ્વતંત્રતાના નામે યુવતીઓને સ્વચ્છંદતાનો નશો ચડાવે છે જેના પરિણામે સામાજિક વ્યવસ્થાઓ ભાંગી પડે છે.
દિકરીને પણ પોતાની ઈચ્છાઓ અને અરમાનો હોય પણ પોતાની હેસીયતનો પણ વિચાર કરવો જોઈએ. મુકેશ અંબાણીની દીકરીને જે મળે એ બધી દીકરીઓને ન મળે એ દરેક દિકરીઓએ અને માતા-પિતાએ પણ વિચારવું જોઈએ.
– શૈલેષ સગપરિયા.
આ પોસ્ટ મુક્યા પછી ઘણા બધા લોકોએ આની પર કમેન્ટ કરી છે. જેમાં મોટાભાગના લોકોએ આ વાતને સાચી જણાવી છે, અને શૈલેષભાઈના વિચાર સાથે સહમત થયા છે. એમાંથી થોડી કમેન્ટ નીચે આપવામાં આવી છે, એના દ્વારા તમે આ બાબતે બીજા લોકોના મંતવ્યો જાણી શકો છો.
ઉત્તમ મધાની નામના યુઝર લખે છે કે, 100% સાચી વાત છે.
જે સાસરે રીત હોય એ મુજબ પાલન કરવુ જોઈએ. પિયરમાં જે મુજબ જીવતા હોય એનો ત્યાગ પણ જરુરી છે.
સંત ખીમદાસબાપુ વડવાળી જગ્ય જણાવે છે કે, કુટુંબ વ્યવસ્થા ભાંગી પડી છે. શહેર તરફના મોહને કારણે ગામડાનું મહત્વ દીન પ્રતિ દિન ધટતુ જાય છે.
તો વિનોદ તંતી કહે છે કે, અત્યારની પરિસ્થિતિ જોતા દીકરી કરતા માં બાપને શિખામણ આપવી પડે એવો મારો વ્યક્તિગત અભિપ્રાય છે.
ઘનશ્યામ વસાણી બિરલા જણાવે છે કે, લોકોને શું જોઈએ છે તેજ ખબર નથી, આપડે કહીએ કે છોકરા વાળાને મિલ છે. તો કહે કે સેનિ મિલ છે? તો કહી યે કે યાર્ન ની છે, તો કહે કે મિલ માલિકનો છોકરો જોઈએ છીએ, પણ જે લોકો કપડાં બનાવતા હોય તેવા મિલ માલિકનો.
ઘનશ્યામભાઈની આ વાત સાથે સહમત થતા હિતેશ રંગાની કહે છે, બરોબર વાત કરી તમે.
તરડા કહે છે, સાવ સાચી વાત છે શૈલેષભાઈ. આવી નાની નાની સુખ અને સગવડ માટે પાછળથી દીકરીઓને હેરાન થવું પડે છે.
સાગર ભેંસાણિયા પોતાનું મંતવ્ય જણાવતા લખે છે, આજની સમાજ વ્યવસ્થા ભાંગી જવાનું સૌથી મોટુ કારણ શહેરજીવન તરફનું વિચાર્યા વગરનું આકર્ષણ.
હાર્દિક પટેલ નામના એક યુઝર લખે છે, Absolutely right sir, આમ ને આમ ભારતની સંસ્કૃતિ ખેદાન મેદાન થઈ જશે, જેનો સહારો માત્રને માત્ર ગામડું જ છે.
તો નરેન્દ્ર ભુવા કહે છે, સર દિકરીયુંને ગામડામાં રેવું જ નથી અને કુટુંબ વ્યવસ્થા જાળવવામાં દિકરીયુંને રસ જ નથી. અમુક દિકરીયું તો એવી છે, જે ગામડામાં મજૂરીએ જતી હોય, ભેંસ દોહતી હોય, એ જ દીકરી સાસરે જાય ત્યારે કામ કરતી નથી અને શહેરમાં રેવાની વાત કરતી હોય છે.