શ્રાવણના શનિવારે આ 5 રાશિઓના લોકો જરૂર કરે આ કામ, શનિદેવ થશે પ્રસન્ન.

0
496

શનિની સાડાસાતી અને પ્રકોપથી બચવા શનિવારે કરો આ કામ, શનિદેવની સાથે મહાદેવના પણ મળશે આશીર્વાદ.

શ્રાવણ માસ શરુ થઈ ગયો છે. 27 મી ઓગસ્ટે આ પવિત્ર પૂરો થશે અને ભાદરવો માસ શરૂ થશે. આવી સ્થિતિમાં 6 ઓગસ્ટ 2022 ના રોજ શ્રાવણનો શનિવાર છે. શ્રાવણ મહિનાનો આ શનિવાર કેટલીક રાશિઓ માટે ખાસ માનવામાં આવે છે. જ્યોતિષોના મતે શનિવારના રોજ પૂજા કરવાથી શનિદેવની સાથે ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં શનિની મહાદશાથી પીડિત લોકો માટે શ્રાવણ મહિનો ખાસ ગણાય છે.

આ પાંચ રાશિઓ માટે ખાસ :

હાલમાં ધનુ, મકર અને કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. મિથુન અને તુલા રાશિના લોકો પર શનિ ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) ની અસર છે. શનિદેવ હાલમાં મકર રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. શનિ ઢૈય્યા અને સાડાસાતી દરમિયાન વ્યક્તિએ આર્થિક, શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શ્રાવણ મહિનામાં શનિ સંબંધિત ઉપાય કરવાથી શનિદેવની સાથે ભગવાન શંકરની કૃપા પણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં શનિદેવને ભોલેનાથના પરમ ભક્ત અને શિષ્ય તરીકે વર્ણવવામાં આવ્યા છે.

શનિવારના દિવસે કરો આ ઉપાય :

શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવા દાન કરવાથી શનિની અશુભ અસર ઓછી થાય છે. શનિવારે કોઈપણ ગરીબ કે નિર્ધન વ્યક્તિને દાન આપો. એવું કહેવાય છે કે આવું કરવાથી કષ્ટ દૂર થાય છે. માનવામાં આવે છે કે શ્રાવણમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે શિવ ચાલીસાનો પાઠ કરવો. શનિવારે શનિ મંદિરમાં શનિ ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે કાળો ધાબળો, કાળા તલ અને સરસવના તેલનું દાન કરવું લાભદાયક માનવામાં આવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.