આ તારીખે જન્મેલા લોકો જિદ્દી અને ઝનૂની હોય છે, સરળતાથી નથી માનતા હાર.

0
2782

ખૂબ જ બુદ્ધિશાળી અને જ્ઞાની હોય છે આ તારીખે જન્મેલા લોકો, જીવનમાં સફળતાની ઘણી તકો મળે છે.

માત્ર રાશીના આધારે જ નહીં પરંતુ અંકશાસ્ત્રની મદદથી મૂળાંકના આધારે પણ વ્યક્તિના સ્વભાવ, પ્રતિભા અને ભવિષ્ય વિશે જાણકારી મેળવી શકાય છે. એટલે કે વ્યક્તિનો જન્મ કઈ તારીખે થયો છે, તેના પરથી પણ તેના વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. તો ચાલો જાણીએ અંકશાસ્ત્રના આધારે આ તે તારીખો વિષે જાણીએ જે તારીખે જન્મેલા લોકો ખૂબ જ જિદ્દી અને ઝનૂની સ્વભાવના હોય છે.

અંકશાસ્ત્રના આધારે, જે લોકોનો જન્મ 9, 18 અને 27 તારીખે થયો છે, તેમનો મૂળાંક નંબર 9 માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ તારીખો પર જન્મેલા લોકો એકવાર જે કાર્ય કરવાનું નક્કી કરે છે, પછી તેઓ ત્યાં સુધી રાહતનો શ્વાસ નથી લેતા જ્યાં સુધી એ લોકોને તેમાં સફળતા ન મળે.

જિદ્દ અને જુસ્સો બંને આ લોકોના સ્વભાવમાં જોવા મળે છે. આ લોકો પોતાનો હેતુ પૂરો ન થાય, ત્યાં સુધી શાંત નથી રહેતા. આ લોકો વિશે એવું કહેવાય છે કે, જો તેમનું કોઈ કામ પૂરું ન થાય, તો તેઓ તે વાતને ખૂબ જ ઝડપથી પોતાના દિલ પર લઈ લે છે.

સાથે જ આ તારીખોમાં જન્મેલા લોકો જેમનો મૂળાંક નંબર 9 છે, તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને જ્ઞાની હોય છે. જેના કારણે તેમને તેમના જીવનમાં સફળતાની ઘણી તકો મળે છે. આવી વ્યક્તિઓમાં પ્રતિનિધિત્વની ગુણવત્તાની સાથે સાથે તેઓ સમાજ માટે પ્રેરણાદાયી હોય છે.

આ તારીખો પર જન્મેલા લોકો પણ તેમના સંબંધોને ખૂબ જ ગંભીરતાથી લે છે. આ સિવાય આવા લોકો પોતાના જીવનસાથીમાં પણ સમાન ગુણો શોધે છે. પરંતુ આ લોકોના જિદ્દી અને અડીયલ સ્વભાવને કારણે તેમના સંબંધોમાં કેટલીક સમસ્યા આવે છે. ત્યાં વળી, આ મૂળાંકના લોકોને મુસાફરી કરવી ખૂબ જ ગમે છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.