દરેક વ્યક્તિની એ જ ઈચ્છા હોય છે કે એમની ઉપર હંમેશા ભગવાનની કૃપા દૃષ્ટિ બની રહે. એનાથી એમના જીવનમાં આવતા દુઃખ અને પરેશાનીઓ સામે લડવાની વ્યક્તિને શક્તિ પ્રાપ્ત થાય. જયારે કોઈ દેવી દેવતાનો પવિત્ર દિવસ અથવા પવિત્ર મહિનો આવે છે, તો બધા લોકો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે અલગ અલગ ઉપાય અજમાવે છે, અને વિધિ-વિધાન પૂર્વક ભગવાનની પૂજા અર્ચના કરે છે.
અને જલ્દી જ ભગવાન શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ આવે છે. શ્રાવણ મહિનો 29 જુલાઈથી શરુ થવાનો છે, આ મહિનામાં ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ ઉપાય અપનાવે છે, જેથી ભોલેનાથની દૃષ્ટિ હંમેશા પોતાના ભક્તો પર બની રહે.

શ્રાવણ મહિનામાં આવતા સોમવાર પવિત્ર માનવામાં આવે છે, આ દિવસે ભક્તો શિવજીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારની વસ્તુઓ અર્પિત કરે છે અને ભોલે ભંડારીની પૂજા કરીને એમને પ્રસન્ન કરે છે, એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેમને ભોલેનાથ પર અર્પિત કરવી શુભ માનવામાં આવ્યું છે. પરંતુ ઘણી વસ્તુઓ એવી હોય છે, જેમને ભૂલથી પણ અર્પિત કરવી જોઈએ નહિ. જો તમે એ નાની નાની વાતોનું ધ્યાન રાખો છો, તો એનાથી તમે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકો છો.
આવો જાણીએ કે કઈ વાતોનું ધ્યાન રાખવાથી મળશે ભોલેનાથની કૃપા :
સૌથી પહેલા તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, તમે ભગવાન શિવની પૂજામાં હળદળનો ઉપયોગ બિલકુલ કરશો નહિ. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પુરુષત્વનું પ્રતીક છે, આ કારણે ભગવાન ભોલેનાથને હળદળ અર્પિત કરવું શુભ માનવામાં નથી આવ્યું.
જો તમે ભગવાન શિવની પૂજામાં શિવલિંગ પર કરેણ અને કમળના ફૂલ અથવા લાલ રંગના ફૂલ અર્પણ કરો છો, તો તે ઘણું શુભ માનવામાં આવે છે. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તમે શિવલિંગ પર કેવડાનું ફૂલ અર્પણ ન કરો.
હંમેશા તમે લોકોએ એ જોયું હશે કે પૂજાપાઠમાં લાલ કંકુને ઘણું શુભ માનવામાં આવે છે, પરંતુ તમે શિવજીને લાલ કંકુ ભૂલથી પણ અર્પણ કરતા નથી.
ભગવાન શિવની પૂજા અર્ચનામાં તમે શંખનો ઉપયોગ જરા પણ ન કરો, કારણ કે શંખ ભગવાન વિષ્ણુને ઘણું પ્રિય છે. અને શિવજીએ શંખચૂર નામના અસુરનો વ-ધ-ક-ર્યો-હ-તો, એ કારણે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ નથી થતો.
તમે શિવજીની પૂજામાં તુલસીનો ઉપયોગ કરતા નહિ, એની પાછળની મુખ્ય કથા એ છે કે, અસુર રાજ જાલંધરની પત્ની વૃંદા તુલસીનો છોડ બની ગઈ હતી, અને શિવજીએ જાલંધરનો વ-ધ-ક-ર્યો-હ-તો, આ કારણે વૃંદાએ શિવજીની પૂજામાં તુલસીનો ઉપયોગ નહિ કરવાની વાત કહી હતી.
પૂજાપાઠમાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે, પણ શિવજીની પૂજામાં નારિયેળ અર્પણ કર્યા પછી એનો ઉપયોગ કરવો જોઈએ નહિ. કારણ કે નારિયેળને ધનની દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ઘણા બધા શુભ કાર્યો થાય છે જેમાં નારિયેળને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે, પણ શિવજીને અર્પણ કર્યા પછી નારિયેળનો પ્રસાદ ગ્રહણ કરવાનું શુભ નથી માનવામાં આવ્યું.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)
આ માહિતી હિંદુ બુલેટીન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.