મજેદાર જોક્સ : પત્ની વેલણ લઈને દોડી તો પતિ કબાટમાં જઈને સંતાઈ ગયો, પત્ની : બહાર આવો, પતિ : હું …

0
4314

મિત્રો આજના વ્યસ્ત જીવનમાં હસવું ઘણું જ જરૂરી છે. એટલા માટે આપણે બધાએ દિવસમાં ઓછામાં ઓછા એકવાર તો હસવા માટે થોડો સમય કાઢવો જ જોઈએ. તમે જોક્સ વાંચીને પણ હસી શકો છો. તેથી જ અમે તમારા માટે કેટલાક મજેદાર અને રમુજી જોક્સ લઈને આવ્યા છીએ જેને વાંચીને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો. તો ચાલો શરૂ કરીએ હસવા – હસાવવાની સુંદર સિલસિલો. વાંચીએ ઈન્ટરનેટ પરના મજેદાર જોક્સ.

જોક્સ :

છોકરી વાળા પોતાની છોકરી માટે છોકરો જોવા ગયા.

છોકરી વાળા (છોકરાને) : દીકરા કેટલું કમાઈ લે છે?

છોકરો : આ મહિને ત્રણ કરોડ કમાયો પણ…

છોકરી વાળા : પણ શું દીકરા?

છોકરો : પણ પછી મારો મોબાઈલની હેંગ થઇ ગયો અને બધી કમાણી જતી રહી.

જોક્સ :

પતિ (પત્નીને) : આ કેવો ફોટો પાડ્યો છે તેં, પાછળ કૂતરો આવી ગયો છે.

મારે સોશિયલ મીડિયા પર મુકવો હતો.

પત્ની (ચા ની ચુસ્કી લેતા) : હા તો તેમાં શું થઈ ગયું,

લખી દેજો કે હું આગળવાળો છું.

જોક્સ :

પપ્પા : મોન્ટુ તારું રીઝલ્ટ શું આવ્યું?

મોન્ટુ : પપ્પા 86 % આવ્યા છે.

પપ્પા (ચકિત થઈને) : લાવ તારી માર્કશીટ દેખાડ.

મોન્ટુએ માર્કશીટ આપી.

પપ્પા : આમાં 40 % ટકા જ લખ્યા છે. બીજા 45 % ક્યાં છે?

મોન્ટુ : એ તમે ઇન્શ્યોરન્સની પોલિસી વેચો છો એ રીતે મેચ્યોરિટી પછી મળશે.

પછી તો દે ચપ્પલ… દે ચપ્પલ… દે ચપ્પલ…

જોક્સ :

છગન અને મગન જીનિયસ વિષે વાતો કરી રહ્યા હતા.

છગન : જો મને બીજું મગજ લગાવવાની જરૂર પડી તો હું તારું મગજ લગાવવા ઈચ્છીશ.

મગન : એટલે તું માને છે કે મારી પાસે જીનિયસ જેવું મગજ છે?

છગન : ના, મને એવું મગજ જોઈશે જે પહેલા ક્યારેય વપરાયું ન હોય.

જોક્સ :

પતિ પત્ની વચ્ચે ઝગડો વધી ગયો તો વાત મા-ર-પી-ટ સુધી પહોંચી ગઈ.

પત્ની વેલણ લઈને પતિ પાછળ દોડી તો પતિ ફટાફટ કબાટમાં જઈને સંતાઈ ગયો.

પત્ની વેલણથી કબાટનો દરવાજો ખખડાવતા બોલી : બહાર નીકળો.

અંદરથી પતિ બોલ્યો : હું નહિ નીકળું.

પત્નીએ જોરથી બુમ પાડતા કહ્યું : મેં કીધું ને બહાર નીકળો, તો ચુપચાપ બહાર નીકળી જાવ.

પતિએ પણ કબાટમાંથી બુમ પાડતા કહ્યું – નહિ નીકળું.

જોર જોરથી આવતા અવાજ સાંભળીને પાડોશીઓ પણ ત્યાં આવી ગયા અને પૂછવા લાગ્યા શું થયું?

પત્નીએ ચિડાઈને પાડોશીઓને કહ્યું : આ ડરપોક માણસ કબાટમાં સંતાઈ ગયો છે,

એને કહી દો ચુપચાપ બહાર નીકળે નહિ તો….

પતિ અંદરથી જોરમાં બોલ્યો : નહિ નીકળું, નહિ નીકળું.

આજે આખા મહોલ્લાને ખબર પડવી જોઈએ કે ઘરમાં કોની મરજી ચાલે છે.

જોક્સ :

એક દિવસ રસ્તામાં વકીલ સાહેબને એક ભિખારી મળ્યો.

ભિખારી (વકીલ સાહેબને) : સાહેબ, થોડા પૈસા આપજો, સવારથી કાંઈ ખાધું નથી.

વકીલ સાહેબ : અરે ભાઈ, તારા હાથ, પગ, આંખ બધું તો સલામત છે, તો કોઈ કામ કરીને પૈસા કમાઈને પેટ ભર, ભીખ શું કામ માંગે છે?

ભિખારી : સાહેબ મેં પૈસા માંગ્યા છે, સલાહ નહિ.