જોક્સ :
પરણ્યા પછી પત્નીને પ્રેમ દેખાડવાનો I Love You થી પણ જબરજસ્ત શબ્દ છે,
“લાવ આજે વાસણ હું ધોઈ દઉં.”
જોક્સ :
પત્ની : સાંભળો છો… આજકાલ ચોરીઓ ઘણી થવા લાગી છે.
આપણા બે ટુવાલ ચોરાઈ ગયા છે.
પતિ : કયા ટુવાલ?
પત્ની : અરે… એજ જે આપણે મનાલીની હોટલમાંથી લઇ આવ્યા હતા.
જોક્સ :
ગોલુ પોતાના મિત્રને શાયરી સંભળાવી રહ્યો હતો,
ગોલુએ કહ્યું : ના શોધો મને આ દુનિયામાં
મિત્ર બોલ્યો : વાહ-વાહ, વાહ-વાહ.
ગોલુ : ના શોધો મને આ દુનિયામાં, ઠંડી ઘણી છે એટલે હું તો ઘુસ્યો છું ધાબળામાં.
જોક્સ :
ગોગીને 4 કરોડની લોટરી લાગી.
લોટરીવાળા : તમને ટેક્સ કાપીને 3.50 કરોડ મળશે.
ગોગી : આ ખોટી વાત છે, મને પુરા 4 કરોડ જોઈએ, નહીં તો મારી ટિકિટના 100 રૂપિયા પાછા આપો.
જોક્સ :
રમેશ : શા માટે રડી રહી છે?
નિધિ : મારું રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે.
રમેશ : કેટલા ટકા આવ્યા?
નિધિ : ખાલી 90 %.
રમેશ : ઓ બેન… જરા શરમ કર, આટલા માં તો હું અને સુરેશ બંને પાસ થઇ જઈએ છીએ.

જોક્સ :
પતિ હાથ-પગ છોલાવીને અને એક આંખ સોજાવીને ઘરે આવ્યો.
પત્નીએ ગભરાઈને પૂછ્યું : હાય… હાય… આ શું થયું?
પતિ : કાંઈ નહિ… એક લેડીઝ સ્કુટીથી ટક્કર મારીને જતી રહી.
પત્ની : તેની સ્કુટીનો નંબર, કલર કાંઈ યાદ છે?
પતિ : ના, દુઃખાવાને કારણે સ્કુટીનો કલર કે નંબર યાદ નથી, પણ ચલાવવાવાળી ગોરી હતી. તેના સોનેરી વાળ હતા, લીલા રંગની ટીશર્ટ અને કાળો પેન્ટ પહેર્યો હતો, હાથમાં મેચિંગ બ્રેસલેટ પણ હતું, લાલ રંગની લિપસ્ટિક અને કાનમાં ત્રિકોણ ડીઝાઇન વાળી બુટ્ટી હતી. તેના ગાલ પર એક તલ પણ હતો.
હવે પતિની બીજી આંખ પણ સોજી ગઈ છે.
જોક્સ :
પતિના જન્મ દિવસ પર પત્ની : તમને શું ગીફ્ટ આપું?
પતિ : તું મને ઈજ્જત આપે અને મારું કહ્યું માને એટલું જ ઘણું છે.
પત્ની : ના, હું તો તમને ગીફ્ટ જ આપીશ.
જોક્સ :
એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.
રસ્તામાં ગધેડો મળ્યો. તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.
પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ તમારો સગવાળો આવ્યો છે, તેને નમસ્તે કરો.
પતિ : અરે સસરાજી તમે અહીં? નમસ્તે… નમસ્તે…
જોક્સ :
પત્ની : તમે ઘણા ભોળા છો, તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે.
પતિ : હા, શરૂઆત તારા બાપે જ કરી હતી.
જોક્સ :
દુકાનદાર : કેવી સાડી દેખાડું?
.
મહિલા : જેને જોઇને મારી પાડોશણને એવી બળતરા થાય કે તેને તાવ ચડી જાય.
જોક્સ :
ટીચર : ટપ્પુ, યમુના નદી ક્યાં વહે છે?
ટપ્પુ : જમીન પર.
ટીચર : નકશામાં જણાવ ક્યાં વહે છે?
ટપ્પુ : નકશામાં થોડી વહેવાની, નકશો ભીનો ન થઈ જાય.
જોક્સ :
સેલ્સમેન : સર, તમને વંદાનો પાવડર જોઈએ છે?
મુકેશ : ના, અમે વંદાને આટલો લાડ પ્રેમ નથી આપતા.
આજે પાવડર આપીશું, ને કાલે પરફ્યુમ માંગશે તો ખર્ચા મોંઘા પડી જશે.
જોક્સ :
કંડકટર : બેન આ બાળકોની ટિકિટ લેવી પડશે, બધાની ઉંમર જણાવો.
રેખાબેન : પહેલાની 5 વર્ષ, બીજાની 4 વર્ષ અને ત્રીજાની અઢી વર્ષ.
કંડકટર : બીજા 3 બાળકોની?
રેખાબેન : નવરીના બીજા ત્રણ આ બાજુવાળી બેનના છે, તું ફટાફટ મારા 3 ની ટિકિટ આપ.