મજેદાર જોક્સ : પત્ની : આવતે જન્મે હું કુતરા જોડે પરણીશ પણ તમારી હારે તો નઈ જ. કાઠિયાવાડી પતિ : પણ …

0
10209

જોક્સ :

એક ગાડી પર લખ્યું હતું

सांसद (हा. हु.)

हा. हु. નો મતલબ શું હશે એ વિશે ખૂબ વિચાર્યું

અંતે એને જ પૂછી લીધું.

જવાબ મળ્યો सांसद ( हारा हुआ )

જોક્સ :

એકવાર ડાહ્યાભાઈ તેમના શ્રેષ્ઠ મિત્રો સાથે કારમાં પિકનિક પર જઈ રહ્યા હતા.

સ્ટિયરિંગ ડાહ્યાભાઈના હાથમાં હતું.

મિત્રોને કારના આગળના કાચમાંથી કંઈ આગળનું દેખાતું નહોતું.

પરંતુ ડાહ્યાભાઈ ખૂબ જ સાફ સફાઈથી રસ્તાના ખાડાઓ બચાવી બચાવીને કાર ચલાવી રહ્યા હતા.

મિત્રોએ આશ્ચર્યથી પૂછ્યું : “અરે યાર, સામેના કાચમાંથી કશું સ્પષ્ટ દેખાતું નથી.

તેમ છતાં તમે કારને આટલી પરફેક્ટ કેવી રીતે ચલાવી રહ્યા છો?”

ડાહ્યાભાઈ : “મિત્રો તમને શું કહેવું? મારી ભૂલી જવાની આદતને કારણે અત્યાર સુધી મેં 1160 ચશ્મા ગુમાવ્યા છે.”

મિત્ર : “અરે અમે ડ્રાઇવિંગ વિશે પૂછી રહ્યા છીએ.”

ડાહ્યાભાઈ : તે જ તો હું તમને કહેવા માગું છું.

નવાં ચશ્માં બનાવી બનાવીને હું કંટાળી ગયો.

પછી ચશ્માના નંબરનો કારનો કાચ બનાવ્યો અને તેને કારમાં લગાવી દીધો.

હવે નો ટેન્શન.

જોક્સ :

પત્ની : આવતે જન્મે હું કુતરા જોડે પરણીશ પણ તમારી હારે તો નઈ જ.

કાઠિયાવાડી પતિ : પણ, આપણા ઝગડામાં કુતરાનો હૂં વાંક?

જોક્સ :

મિત્રને પૂછ્યું કે પેટ ઓછું કરવાનો કોઈ ઉપાય બતાવ ને!

તો કહે… છાતી સુધીનો જ ફોટો પડાવ.

ખરેખર… આવા મિત્ર જેની જીંદગીમાં નથી એમનું જીવન “બેકાર” છે.

જોક્સ :

પત્ની : તમે પાણી માંગશો તો શરબત આપીશ, દુધ માંગશો તો ખીર આપીશ, રોટલી માંગશો તો પરાઠા આપીશ.

પતિ : સીધે સીધું કહી દેને કે તમે કહેશો એમ તો નહી જ કરું.

જોક્સ :

પતિએ પત્નીનો ફોન “મીટીંગમાં છું પછી કરું.” એમ કહીને તરત જ કાપી દીધો.

થોડીવાર પછી પડોસણનો ફોન આવ્યો

પડોસણ : ફ્રી છો તમે? ડિસ્ટર્બ નથી કર્યા ને?

પતિ : હા બોલો બોલો… હુકુમ કરો.

પડોસણ : આમ તો મારે કઈ તમારું કામ નથી પણ લો તમારી પત્નીને આપું એમને કામ છે.

પત્ની : સાંજે આવો ત્યારે iodex લેતા આવજો.

જોક્સ :

ચપરાશી : સાહેબ, ઘરેથી બેને આ થેલી મોકલી છે.

જજ સાહેબ : શું છે આમાં?

ચપરાશી : અખરોટ.

જજ સાહેબ : કેમ?

ચપરાશી : બેન કેતા હતા કે જજ સાહેબને કહેજે જ્યારે જયારે ઓર્ડર ઓર્ડર બોલીને ટેબલ પર હથોડો પછાડે ત્યારે એક એક અખરોટ નીચે મુકતા જાય, મારાથી નથી તુટતા.

જોક્સ :

પત્ની : આટલું બધુ શું કરવા ઢીંચતાં હશો?

પતિ : કેમ? શું થયું?

પત્ની : કાલે પાણીના નળ સામે બેસીને બોલતા હતા કે…

“રડ નઈ બધું ઠીક થઈ જશે”.

જોક્સ :

એક ભાઈ પોતાની પત્નીને સવારે 9 વાગ્યે બેંકની લાઈનમાં ઉભી રાખીને પોતે ઓફિસ જતો રહ્યો.

સાંજે જયારે પતિ પાછો આવ્યો તો પત્ની બોલી,

તડકામાં ઉભી રહીને બે વાગ્યે બેંકના દરવાજામાં પહોંચી,

પછી ત્રણ વાગ્યે કેશિયર સામે પહોંચી,

મને ઉભી રાખીને તે ચા પીવા જતો રહ્યો,

પછી અડધો કલાક પછી આવ્યો ખુરસી પર બેઠો અને બોલ્યો,

‘સોરી મેડમ પૈસા નથી.’

પત્ની આગળ બોલી – તમારી કસમ મારું મોઢું મરચું ખાધા જેવું થઈ ગયું હતું,

મારા શરીરમાં જાણે કે આ-ગ લાગી ગઈ હતી,

આખો દિવસ રડી… પરેશાન થઇ,

ઘરનું બધું કામ છોડીને ભૂખી-તરસી આટલા કલાક સુધી ઉભી રહીને પગ દુ:ખાડ્યા,

અને અંતે જવાબ શું મળ્યો?

પૈસા નથી…!!

પતિ ગુસ્સો કરતા બોલ્યો,

અને તું ગાંડાની જેમ એમ જ આવી ગઈ?

તેનું કાંઈ કરી નહિ શકી?

મારી પર અત્યાર સુધી 15 વેલણ તોડી ચુકી છે,

ઓછામાં ઓછું તેના પર એક વેલણ તોડીને આવતે તો તેને ખબર પડતે.

પછી પત્ની એકદમ ધીરજથી બોલી,

વેલણ તો આજે પણ એક તૂટશે,

કારણ કે પૈસા બેંકમાં નહિ પણ તમારા ખાતામાં નહિ હતા.