મજેદાર જોક્સ : પત્નીએ તેના પતિને જોરથી થપ્પડ મારી. પતિ ઉઠ્યો અને પૂછ્યું : મેં શું ખોટું કર્યું. પત્ની : તમે …

0
1924

જોક્સ :

છોકરો : યાર, મને આ છોકરીથી બચાવો.

મિત્ર : કેમ?

છોકરો : જ્યારથી મેં તેની સામે ગીત ગાયું કે – દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા…

તે છરી લઈને મારી પાછળ પડી છે.

જોક્સ :

ટપ્પુ : ટપાલના પ્રતિક ચિહ્નોમાં વાપરવામાં આવેલ લાલ અને પીળા રંગો અંગે તારો શું વિચાર છે?

પપ્પુ : એટલુ જ કે આપણે પણ આપણા જીવનમાં લાલ અને પીળા કોમ્બિનેશનના કપડાં વધુમાં વધુ પહેરવા જોઈએ.

જોક્સ :

પપ્પુ પોતાની બીમારીના ઈલાજ માટે ડોક્ટર પાસે ગયો.

ડોક્ટર : તમારી બીમારીનું ચોક્કસ કારણ મને સમજાતું નથી.

કદાચ ડા-રૂ પીવાને કારણે આવું થતું હશે.

પપ્પુ : વાંધો નહીં, ડોક્ટર. તમારી ઉતરી જશે ત્યારે હું પાછો આવીશ.

જોક્સ :

છગન કશ્મીરની રજાઓ ગાળી રહ્યો હતો.

એક દિવસ તેને એક વેપારી મળ્યો. તેણે પોતાનો પરિચય આપત કહ્યું : હું અહી વીમા કંપનીના રૂપિયે મોજ કરી રહ્યો છું.

મને આગ લાગવાના ફળસ્વરૂપ વીસ હજાર રૂપિયા વીમાના મળ્યા હતા.

છગન બોલ્યો : હું પણ વીમા કંપનીના પૈસે મોજ કરી રહ્યો છું. મને પુરના કારણે થયેલ નુકશાનના 50,000 મળ્યા.

વેપારીએ માથું ખંજવાળતા કહ્યું : ભાઈ, એ જણાવ કે પૂરની શરૂઆત કેવી રીતે કરવી?

જોક્સ :

ખૂબ વરસાદ પડી રહ્યો હતો, ને ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો.

હું નદી પાસે ઉદાસીમાં ઉભો ઉભો પાણીમાં પથ્થર ફેંકી રહ્યો હતો.

એટલામાં એક દેડકો બહાર આવ્યો અને બોલ્યો…

તું પાણીમાં આવે એટલે તારી ઉદાસી ઉતારું.

તારા વાળીના ચક્કરમાં તેં મારા વાળીનું માથું ફોડી નાખ્યું?

જોક્સ :

શિક્ષક : ભારે વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

આ વાક્યનો ભવિષ્યકાળ કહો.

પિંકી : હવે લાઈટ જશે?

જોક્સ :

પાગલ ખાનામાં બધા ગ્રાઉન્ડમાં બેઠા હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો.

પહેલો પાગલ બોલ્યો : ચાલો અંદર જઈએ. આકાશમાં કાણું પડ્યું છે.

એટલામાં વીજળી પડી તો બીજો પાગલ બોલ્યો : અંદર જવાની જરૂર નથી, લાગે છે કે વેલ્ડીંગ કરવાળા આવી ગયા છે.

જોક્સ :

છોકરીએ શાયરી લખી :

કિસ્સા તો બધા સારા હતા,

ને મારી હાલત એટલી ખરાબ નહોતી,

લગ્ન પહેલા લગ્ન પર જેટલા જોક્સ વાંચ્યા હતા,

લગ્ન પછી તે જોક્સ રહ્યા ન હતા.

જોક્સ :

પપ્પા : દીકરા, અમેરિકામાં 15 વર્ષની વયના બાળકો પણ પોતાના પગ પર ઊભા થઈ જાય છે.

ચિન્ટુ : પણ પપ્પા, ભારતમાં દોઢ વર્ષનું બાળક પણ દોડવા લાગે છે.

જોક્સ :

પત્નીએ તેના પતિને જોરથી થપ્પડ મારી.

પતિ ઉઠ્યો અને પૂછ્યું : મેં શું ખોટું કર્યું?

પત્ની : તમે કાંઈ કરો, તેના માટે હું રાહ થોડી જોતી રહું.

જોક્સ :

પત્ની : આ રેગિંગ કોને કહેવાય?

પતિ : આ તું જે લગ્નની દરેક વર્ષગાંઠ, કરવાચૌથ અને જન્મદિવસ પર બળજબરીથી ભેટો માંગે છે,

તેને અંગ્રેજીમાં રેગીંગ કહે છે.

જોક્સ :

પતિ બાલ્કનીમાં ઉભો રહીને ખુશીથી ગીતો ગાતો હતો.

‘પંછી બનું ઉડતા ફીરુ મસ્ત ગગનમેં, આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં…’

એટલામાં રસોડામાંથી પત્નીનો અવાજ આવ્યો :

ઘરની અંદર જ ઊડજો, સામેવાળી પિયર ગઈ છે.