પત્ની : તમે મને રાણી કેમ કહો છો?, પતી : કેમ કે નોકરાણી લાંબો શબ્દ થઇ જાય છે, પત્ની ગુસ્સાથી…

0
1222

આજના સમયમાં કોણ નથી ઇચ્છતું કે તેને બે ઘડી શાંતિ પૂર્વકનું જીવન મળી જાય, પરંતુ તે દરેકના જીવન માં નથી હોતું. આજકાલના દોડધામ વાળા જીવનમાં કોઈની પાસે સમય નથી કે તે એક બીજા સાથે વાત કરી શકે પરંતુ અને તે વાત પણ સાચી છે કે જો વ્યક્તિ આવી રીતે તનાવમાં રહેશે તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહિ ડોકટરોનું પણ એવું માનવું છે કે સ્વસ્થ રહેવા માટે હસવું ઘણું જરૂરી છે.

પરંતુ હવે પ્રશ્ન એ છે કે વ્યક્તિ પોતાના તનાવને દુર કરી કેવી રીતે હસે તો તમને જણાવી આપીએ કે રમુજી જોક્સનું તેમાં ખુબ જ મહત્વનું યોગદાન હોય છે. રમુજ વ્યક્તિને હસાવવાનું કામ કરે છે અને અમે હંમેશા તમારા માટે નવા નવા રમુજ લઈને આવીએ છીએ જેથી તમે તમારા તનાવ માંથી થોડી પળ માટે દુર થઇ શકો.

1) પતી એ સ્નાન કર્યા પછી બાથરૂમ માંથી બુમ પાડી : “સાંભળો જરા ટુવાલ આપો મારો”

પત્ની (ગુસ્સા માં ) : તમે હંમશા રૂમાલ વગર જ કેમ જાવ છો? હવે નાસ્તો બનવું કે તમને ટુવાલ આપું? ગંજી પણ ધોઈને નળ ઉપર ટીંગાડી દેશો તો પણ હું ઉપાડું, સ્નાન કર્યા પછી wiper પણ નથી મારતા તમે, કાલે તો light પણ બંધ નહોતી કરી. ભીના પગ લઈને બહાર આવો છો, ભીના પગે આખા ઘરમાં ફરો છો, પછી તેની ઉપર માટી પડી જાય છે અને આખું ઘર ગંદુ થઇ જાય છે, આપણી કામવાળી બાથરૂમ સાફ કરવા ગઈ લપસી ને પડી ગઈ અને ૩ દિવસ ન આવી કેવી ખરાબ હાલત થઇ હતી મારી કામ કરીને.

પતી (મનમાં વિચારતા) : ટુવાલ માગીને ભૂલ કરી નાખી કે લગ્ન કરીને?????

2) પતી : તું દરેક વાત ઉપર હંમેશા મારું મારું કરે છે, તારે આપણું કહેવું જોઈએ.

પત્ની કાંઈક શોધી રહી હોય છે કબાટ માં.

પતી : શું શોધી રહી છે?

પત્ની : આપણો પેટીકોટ

3) પત્ની બજારમાંથી પાછી ફરી

પતી : મારો અંદાઝો એવું કહી રહ્યો છે કે આ પેકેટમાં કોઈ ખાવાની વસ્તુ છે.

પત્ની : અરે વાહ મારા પતી પરમેશ્વર તમે એકદમ સાચો અંદાઝો લગાવ્યો છે,

તેમાં મારા નવા સેન્ડલ છે.

4) સંજુ જેવો ઘરે પહોચ્યો, પત્નીએ લાતો ફેંટોથી મા-ર-વા-નું શરુ કરી દીધું.

ખરાબ રીતે માર ખાધા પછી સંજુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તો પત્ની બોલી :

પાડોશ વાળા વર્માજીનું તેની ઓફીસની સેક્રેટરી સાથે ચક્કર ચાલી રહ્યું છે.

સંજુ : તો મને કેમ મા-રી-ર-હી છે?

પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…

5) પાર્ટીમાં સુંદર છોકરી સાથે હસી હસીને વાતો કરી રહેલા પતિની પાસે પત્ની આવી અને કહ્યું.

ચાલો ઘરે જઈને તમારી ઈજા ઉપર Moov લગાવી દઈશ.

પણ મને ઈજા ક્યાં થઇ છે?

પત્ની : હજુ આપણે ઘરે પણ ક્યાં પહોચ્યા છીએ?

6) પતિએ પત્નીને મેસેજ મોકલ્યો મારું જીવન એટલું સુંદર છે.

આવું સુંદર બનાવવા માટે તારો આભાર.

હું આજે જે પણ છું માત્ર તારા કારણે જ છું.

તું મારા જીવનમાં પરી બનીને આવી હોય અને તે જ મને જીવવાનો ધ્યેય આપ્યો છે. Love You.

પત્ની એ રીપ્લાઈ કર્યો : મારી લીધો ચોથો પેગ “ આવી જાવ ઘેર કાંઈ નહિ કહું.”

પતી : બહાર ઉભો છું, દરવાજો ખોલી દે.

7) બાળક : મમ્મી હું કેવી રીતે પેદા થઇ ?

માં : મેં એક બોક્સમાં મીઠાઈ મુકીને રાખી દીધી હતી, થોડા દિવસ પછી તેમાંથી મને તું મળી, બાળકે બસ આવી રીતે જ કર્યું.

થોડા દિવસો પછી જયારે તેણે જઈને જોયું તો તેમાં એક વંદો હતો.

બાળક : મન તો થાય છે કે તને અત્યારે ચપ્પલથી મા-રી-દ-ઉં, પણ શું કરું? સંતાન છે તું મારું…

8) પત્ની : તમે મને રાણી કેમ કહો છો?

પતી : કેમ કે નોકરાણી લાંબો શબ્દ થઇ જાય છે.

પત્ની ગુસ્સાથી : તમને ખબર છે કે હું તમને “જાન” કેમ કહું છુ?

પતી નહીં : બતાવ જોઈએ?

પત્ની : જાનવર લાંબો શબ્દ થઇ જાય છે એટલા માટે માત્ર “જાન” બોલી નાખું છું.

ગમે તો શેર અને લાઇક કરજો અને જે સ્નેહીજનો સુધી આ જોક્સ પહોચાડવા માંગતા હોય એમનું નામ કોમેન્ટમાં લખો. અને હા જે નંબરનો જોક્સ વધુ ગમ્યો હોય તે નંબર કોમેન્ટ બોક્ષમાં લખો જેથી બીજા તે વાંચવાનું ચુકે નહિ.