મજેદાર જોક્સ : પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. અડધો દિવસ ચુપચાપ પસાર કર્યા પછી પત્ની પતિ પાસે આવી અને …

0
7115

જોક્સ :

રીના પોતાના વધતા વજનથી પરેશાન થઈને હોસ્પિટલ ગઈ.

રીના : હું મારું વજન કેવી રીતે ઘટાડું?

ડોક્ટર : તમારી ગરદનને જમણી અને ડાબી તરફ ફેરવવી.

રીના : કેટલી વખત?

ડોક્ટર : જ્યારે કોઈ તમને ખાવા માટે પૂછે ત્યારે.

જોક્સ :

એક વખત પતિ-પત્ની ફરવા જઈ રહ્યા હતા,

રસ્તામાં ગધેડો મળ્યો તેને જોઈને પત્નીને મજાક કરવાનું મન થયું.

પત્ની : તમારા સંબંધી છે નમસ્કાર કરો.

આ સાંભળી ગુજરાતી પતિ તરત જ બોલ્યો કે,

નમસ્તે સસરાજી.

જોક્સ :

પગ પર પ્લાસ્ટર લગાવ્યા બાદ સર્જન દર્દીને કહે છે,

હવે તમે વોકરની મદદથી ચાલી શકો છો.

દર્દી : જોની વોકર ચાલશે ને?

જોક્સ :

જજ : તમે ઝડપથી ગાડી ચલાવી છે, તમને સજા થશે. 30 દિવસની જેલ અથવા 3000 રૂપિયાનો દંડ.

ગુનેગાર : સાહેબ, તો મને 3000 રૂપિયા જ આપી દો.

જોક્સ :

રમેશ : દોસ્ત સુરેશ, મારા અને મારી ગર્લફ્રેન્ડનાં લગ્ન થવાનાં છે.

સુરેશ : ક્યારે?

રમેશ : મારા 14 તારીખે તેના 24 તારીખે.

જોક્સ :

મુન્નાભાઈ : દાંત વગરનો કૂતરો કરડે તો શું કરવું?

સર્કિટ : સિમ્પલ ભાઈ… સોય વગરનું ઈન્જેક્શન લગાવવું.

જોક્સ :

કિ-ડ-નેપર પપ્પુને લઈ ગયા અને તેના ઘરે ફોન કર્યો.

કિ-ડ-નેપર : તમારો પુત્ર હવે અમારા કબજામાં છે.

પપ્પુની માં : તેની સાથે વાત કરાવ તો.

કિ-ડ-નેપરે ફોન લાઉડ સ્પીકર પર મુક્યો.

પપ્પુની માં : મેં તને કોથમીર લેવા મોકલ્યો હતો પણ તું ત્યાં શું કરે છે?

અહીં તારા બાપની માં ચટણી માટે બુમાબુમ કરે છે, હવે કોથમીર કોણ લાવશે?

કિ-ડ-નેપર પપ્પુ અને 1 કિલો કોથમીર ઘરે જઈને આપી આવ્યો.

જોક્સ :

છગન : વિચાર્યું હતું કે બે પોટલી પી ને 10 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જઈશ.

મગન : પછી શું થયું?

છગન : આ પોટલી અને સમય ક્યારે એકબીજા સાથે બદલાઈ ગયા એ ખબર જ ના પડી.

જોક્સ :

પત્ની : તમે મારી સાથે મારા પિયર આવી તો રહ્યા છો, પણ ત્યાં ઝઘડો ના કરતા,

તે મારા પિતાનું ઘર છે.

પતિ : તો મારા પિતાનું ઘર કુરુક્ષેત્ર છે કે, તું રોજ મહાભારત કરે છે.

જોક્સ :

પતિ : જો મેં રાક્ષસી સાથે લગ્ન કર્યા હોત તો પણ હું તારી સાથે અત્યારે છું એટલો દુઃખી ના થાત.

પત્ની : અરે ગાંડા, લો-હી-ના સંબંધમાં લગ્ન ક્યાં થાય?

પતિની બોલતી બંધ.

જોક્સ :

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો.

અડધો દિવસ ચુપચાપ પસાર કર્યા પછી પત્ની પતિ પાસે આવી અને બોલી,

તમે થોડું સમાધાન કરો, થોડું હું કરીશ.

પતિ : ઠીક છે, બોલ શું કરું?

પત્ની : તમે માફી માંગો, હું માફ કરી દઈશ.

જોક્સ :

મધરાતે એક છોકરાએ તેની ગર્લફ્રેન્ડના ઘરનો દરવાજો ખખડાવ્યો.

મમતા : કોણ છે?

છોકરો : હું ?

મમતા : હું કોણ?

છોકરો : અરે મૂર્ખ, તું મમતા બીજું કોણ?

જોક્સ :

સામેના એપાર્ટમેન્ટમાં એક મહિલાને જોઈને પતિ હાથ હલાવી રહ્યો હતો.

એ જોઈને પત્ની હસી પડી.

પતિ : શું થયું?

પત્ની : તમે જે મહિલા માટે હાથ હલાવો છો તે બારીનાં કાચ સાફ કરી રહી છે.