મેજદાર જોક્સ : પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિ ઘરમાંથી નીકળી ગયો. પતિએ રાત્રે પત્નીને ફોન કરીને પૂછ્યું …

0
1791

જોક્સ :

પ્રોફેસર : આ વાક્યમાં ખાલી જગ્યા ભરો.

“900 ઉંદરો ખાધા પછી બિલાડી _____ ચાલી.

સ્ટુડન્ટ : 900 ઉંદર ખાધા પછી બિલાડી ધીરે ધીરે ચાલી.

પ્રોફેસર : મજાક કરવી હોય તો મારા ક્લાસમાંથી બહાર નીકળ.

સ્ટુડન્ટ : સાહેબ, મેં આ વાત તમારું માન રાખવા માટે કહી છે, નહીંતર 900 ઉંદરો ખાધા પછી બિલાડી તો શું તેનો બાપ પણ ચાલી નહીં શકે.

જોક્સ :

પરીક્ષા હોલમાં ચિન્ટુ 15 મિનિટમાં જ પુરવણી જમા કરીને ચાલવા લાગ્યો.

શિક્ષક : શું થયું, કાંઈ આવડતું નથી?

ચિન્ટુ : એવી વાત નથી.

મારે આગળના પેપરની તૈયારી કરવાની છે.

જોક્સ :

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિ ઘરમાંથી નીકળી ગયો.

પતિએ રાત્રે પત્નીને ફોન કરીને પૂછ્યું, “જમવામાં શું છે?”

પત્ની : ઝે-ર.

પતિ : હું મોડેથી આવીશ, તું ખાઈને સુઈ જજે.

જોક્સ :

ટોની સારવાર માટે ડૉક્ટર પાસે ગયો.

ડૉક્ટર : હું તને એકદમ સાજો કરી દઈશ.

ટોની : સાહેબ હું તમારું ઋણ કેવી રીતે ચૂકવીશ?

ડૉક્ટર : તું મને કોઈ ઈનામ આપી દેજે.

ટોની : બાબુજી, હું ગરીબ માણસ છું, કબર ખોદવાનું કામ કરું છું,

ઈનામ તો ના આપી શકું પણ તમારી કબર મફતમાં ખોદી આપીશ.

જોક્સ :

પત્નીઓ ઘણી હોશિયાર હોય છે…

તે ક્યારેય પોતાના પતિને બીજાની સામે સીધા મૂર્ખ કહેતી નથી, પણ વાતને ફેરવીને કહે છે…

અરે, તે તો કંઈ જાણતા નથી… તે તો ખૂબ જ સરળ છે અને તેમને સંસારની કોઈ સમજ નથી.

જોક્સ :

પતિ : તારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હતું તો તેં પોલીસને બતાવ્યું કેમ નહિ?

પત્ની : એમાં મારો ફોટો સારો નહોતો એટલે.

પતિને ચક્કર આવી ગયા.

જોક્સ :

પત્ની : બજારમાંથી દૂધનું પેકેટ લેતા આવજો.

હા, અને બજારમાં ઈંડા દેખાય તો 6 લેતા આવજો.

પતિ : દૂધના 6 પેકેટ લાવ્યો.

પત્ની : 6 પેકેટ દૂધ કેમ લાવ્યા?

પતિ : કારણ કે મને બજારમાં ઈંડા દેખાયા હતા.

(આમાં પતિ ખોટો હોય તો કહેજો.)

જોક્સ :

પતિ-પત્ની બંને બજારમાં ગયા.

ત્યાં પતિએ એક અજાણી છોકરીને કહ્યું – હેલો!

પત્નીએ ગુસ્સામાં પતિને પૂછ્યું : કોણ હતી એ?

પતિ થોડી વાર વિચારીને બોલ્યો : ચૂપ રહે યાર,

મારે તેણીને પણ કહેવાનું છે કે તું કોણ છે.

જોક્સ :

શિક્ષક : જલેબી સ્ત્રી કેમ છે?

વિદ્યાર્થી : કારણ કે તે તૂટી જશે, પરંતુ ક્યારેય સીઘી નહીં થાય.

શિક્ષકે તેને બરાબરનો ધોયો.

જોક્સ :

આટલું સંશોધન કર્યા પછી પણ કોઈ એ શોધી શક્યું નથી કે,

સંબંધીઓને ચા માટે પૂછો તો તેઓ ફક્ત “અડધો કપ” શા માટે કહે છે?

જોક્સ :

ભારતમાં બાળકો બોર્નવિટાથી,

મહિલાઓ ગ્લો એન્ડ લવલીથી,

અને પુરુષો રજનીગંધાથી સફળ થાય છે.

બાકી આ બધી ડિગ્રીઓ તો નકામી છે.

જોક્સ :

ભોલુ પેરાશૂટ વેચી રહ્યો હતો.

તે જોર જોરથી બોલી રહ્યો હતો…. પ્લેનમાંથી કૂદો, બટન દબાવો અને સુરક્ષિત નીચે ઉતરો.

ગ્રાહક : અને જો તમારું પેરાશૂટ ના ખુલ્યું તો?

ભોલુ : તો હું પૈસા પાછા આપી દઈશ.