પારામાંથી બનેલી ગણપતિની મૂર્તિની પૂજા કરવાથી થાય છે આવા લાભ, જાણો કયા દિવસે મૂર્તિની સ્થાપના કરવી.
સનાતન પરંપરામાં પારાને ખૂબ જ પવિત્ર ધાતુ માનવામાં આવે છે. આ જ કારણ છે કે પારામાંથી બનેલી દેવી-દેવતાઓની મૂર્તિની પૂજાનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, દેવી-દેવતાઓની પારામાંથી બનેલી મૂર્તિ જેને પારદ મૂર્તિ કહે છે તેની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે. પારદ ગણપતિની પૂજા પણ કંઈક એવી જ કલ્યાણકારી છે. એવું માનવામાં આવે છે કે, જો મંગલમૂર્તિ પારદ ગણપતિને વિધિ-વિધાન પ્રમાણે ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો જીવનમાં બધું શુભ બની જાય છે.
માન્યતા છે કે પારદ ગણપતિની પૂજા કર્યા પછી વ્યક્તિના જીવનમાં કોઈ ઈચ્છા બાકી રહેતી નથી, ગણપતિની કૃપાથી તેને ધન-ધાન્ય, માન-પ્રતિષ્ઠા, ઐશ્વર્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. પારદ ગણપતિની પૂજા કરનારના ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યનો વાસ જળવાઈ રહે છે. આવો જાણીએ પારદ ગણપતિની પૂજા સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય.

એવી માન્યતા છે કે, ઘરમાં પારદ ગણપતિની સ્થાપના કરવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થાય છે અને રિદ્ધિ-સિદ્ધિનું આગમન થાય છે.
જે ઘરમાં પારદ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારનો ભય, ભૂત વગેરેનો વાસ નથી થતો. ગણપતિની કૃપાથી જીવન સાથે જોડાયેલી મોટીમાં મોટી અડચણ ફટાફટ દૂર થઈ જાય છે.
પારામાંથી બનેલી, મંત્રથી સિદ્ધ કરેલી, પ્રાણ-પ્રતિષ્ઠિત “પારદ ગણપતિ” ની મૂર્તિ અત્યંત કલ્યાણકારી હોય છે. એવી માન્યતા છે કે દેવી-દેવતાઓ પણ શુભફળની પ્રાપ્તિ માટે પારદ ગણપતિની પૂજા કરે છે.
જો તમે ઈચ્છો છો કે તમારા કાર્યમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે, અને તમામ વિચારેલા કાર્યો સમયસર પુરા થાય, તો તમે તમારા ઘર અને કાર્યસ્થળ પર વિશેષ રૂપથી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પારદ ગણપતિની સ્થાપના કરાવો, અને દરરોજ ધૂપ-દીપ વગેરેથી તેની પૂજા કરો.
ગણેશ ચતુર્થી અને બુધવારનો દિવસ ગણપતિની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે તમારા ઘરમાં સ્થાપિત રિદ્ધિ-સિદ્ધિના અધિકારી પારદ ગણપતિની સ્થાપના કરો. આ દિવસે સ્થાપના કરીને પારદ ગણપતિની પૂજા કરવાથી કાર્યોમાં ચોક્કસપણે સફળતા મળે છે. એવી માન્યતા છે કે, જો બુધવારે પારદ ગણપતિની સ્થાપના પોતાની દુકાન, ધંધાકીય સ્થળ પર કરવામાં આવે તો તેમાં સતત વૃદ્ધિ થતી રહે છે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.