મજેદાર જોક્સ : પપ્પુ : મોટા ભાગના વકીલો ચોર હોય છે. અજાણ્યો વ્યક્તિ : ખબરદાર આવુ અપમાન …

0
8423

જોક્સ :

ગંગાજળીયા ગંગાદાસે સવિતાના હાથમાં દા-રૂ-નો ગ્લાસ જોઈ બૂમ મારી.

“એઈ સવલી, છોકરી થઈને દા-રૂ પી એ છે?”

“તારી જાતને મા-રું, તે શું બે પેગ પીવા મારે છોકરો બની જાવ?’

જોક્સ :

દાદા : ‘દાગતર સા’બ, આ બે દહાડાથી પેશાબ નથી થાતો. બાપલીયા કાંઈ કરો.’

ડોક્ટર : ‘દાદા, કેટલા વરસ થયા?’

દાદા : ‘આ માગશરે બાણુ પૂરા થશે.’

ડોક્ટર : ‘તો હવે ઘેર જઈ ભગવાનનું નામ લ્યો, બહુ પેશાબ કરી લીધો.’

જોક્સ :

પપ્પુ : ‘મોટા ભાગના વકીલો ચોર હોય છે.’

અજાણ્યો વ્યક્તિ : ‘ખબરદાર આવુ અપમાન હું બિલકુલ સાંખી નહિ લઉં.’

પપ્પુ : ‘એમ, તો તમે વકીલ છો?’

અજાણ્યો વ્યક્તિ : ‘ના, હું ચોર છું.’

જોક્સ :

મહર્ષિ માલખાવેશ્વરે સાયું જ કહ્યું છે…

….કે દરેક પુરૂષોએ પરણવુ જ જોઈએ. સુખી થવું એ જ માત્ર જીવનનો ધ્યેય ના હોવો જોઈએ.

જોક્સ :

પહેલીવાર સગર્ભા થયા પછી ડો. નયનાબહેનનાં મેટરનિટી હૉમમાં નામ દાખલ કરાવવા આવેલી ગોમતીને ચેકઅપ કરીને ડો. નયનાબહેને કહ્યું.

“જુઓ ગોમતીબહેન, બધું બરાબર છે. ગોળી લખી આપુ છું. એ બરાબર લેજો. પોષણવાળો ખોરાક ખાજો અને બે મહિના પછી ચેક-અપ માટે પાછા આવજો.”

ગોમતીબહેન : “દાગતરબુન, અમારા ઇમણે પુછાવ્યું છે…”

ડો. નયનાબહેન: “બસ બસ. હું સમજી ગઈ પહેલીવાર ડીલિવરીવાળાના વર કાયમ આ સવાલ પુછાવે છે. એમને કહેજો કે નવમા મહિના સુધી લગ્નજીવનનો આનંદ ખુશીથી ભોગવે.”

ગોમતીબહેન : “ના, ના. દાગતરબુન, અમારા ઇમણે પુછાવ્યું છે કે કેટલામાં મહિના સુધી હું કપડાં, વાસણ, ઝાડુ, પોતા કરી શકીશ?”

જોક્સ :

‘મેમ સા’બ, મી પ્રેગનન્ટ ઝાલી.’

‘અચ્છા ખબર દીયા સાવિત્રીબાઈ, અપના ખયાલ રખના.’

‘હો…વે, મેમ સાહબ, તુમ્હી પણ ખ્યાલ ઠેવાયચા, શેઠ ચા નસબંદી ચા ઓપરેશન ફેલ ઝાલા વાટતે.’

જોક્સ :

કેટલાયે વર્ષોથી કંઈ પણ આશા વગર ‘ભાઈ’ છગન છૂરીની સેવામાં લાગેલા ચરણદાસે તે દહાડે ભાઈને ખુશમિજાજમાં જોઈ વાત છેડી.

ચરણદાસ : ભાઈ એક વિનંતિ કરવાની છે.

છગન છૂરી : બોલ.

ચરણદાસ : ભાઈ, મારો સાળો બાલિયો જનમથી બહેરો-મૂંગો છે. એને કાંઈ કામે લગાડી દો તો એની જિંદગી બની જશે.

છગન છૂરી : ઠીક છે, બોલાવ એને.

બાલિયો આવી હાથ જોડી દૂર ઊભો રહ્યો.

છગન છૂરી : પૂછ એને આપણાં દસ અડ્ડા પરથી રોજ આવતા પ્રોટેક્શન મનીનો હિસાબ રાખતા ફાવશે?

ચરણદાસે આડા-અવળા હાથનાં સંકેતોથી બહેરા મૂંગાની ભાષામાં બાલિયાને આખી વાત સમજાવી દીધી. બાલિયાએ જોરથી માથું હલાવી ‘હા’ પાડી.

છગન છૂરીએ ચેતવણી આપી : એને કહી દે કે જે દહાડે ગોટાળો કર્યો છે, એ જ દહાડે એને ગો-ળી-એ દઈશ.

ચરણદાસે સાળાને સમજાવી દીધું.

બરાબર આઠ મહિના પછી છગન છૂરીને ખબર પડી કે બાલિયાએ હિસાબમાં પચાસ લાખનો ગોટાળો કર્યો છે. એણે ચરણદાસને બૂમ મારી બાલિયાને તાબડતોબ હાજર કરવાનું ફરમાન કર્યું.

બાલિયો આવીને ધ્રૂજતો ઊભો રહ્યો.

છગન છૂરીએ હાથમાં પિ-સ્તો-લ-રમાડતા ચરણદાસને કહ્યું : એને પૂછ, ક્યાં સંતાડ્યા છે રૂપિયા? અને સાથે એમ પણ કહે કે સાચું નહિ બોલે તો આ પિ-સ્તો-લ-ની છએ છ ગો-ળી-એ-ની ખોપરીમાં ધરબી દઈશ.

ચરણદાસે હાથના ચાળા કરીને બાલિયાને બધી ધ-મ-કી પાસઓન કરી.

બાલિયાએ હાથ હલાવીને બહેરા-મૂંગાની ભાષામાં ચરણદાસને કહ્યું : પચાસે પચાસ લાખ રૂપિયા પ્લાસ્ટીકની થેલીમાં પેક કરીને એક મજબૂત લોખંડની પેટીમાં મૂકી ઘરની પાછળના વાડામાં પીપળાના ઝાડની નીચે કોઈના બાપને પણ ન મળે એમ દાટી દીધા છે. કહો તો હમણાં જ જઈને લઈ આવું. કબૂલ કરું છું મારાથી મોટી ભૂલ થઈ છે. પણ મને માફ કરી દે. પ્લીઝ મને ગો-ળી ના મા-રે.

લાંબી વાતચીતથી કંટાળેલા છગન છૂરીએ ત્રાડ પાડી : શું કહે છે સાલો મા…દ…

એટલે ચરણદાસે કહ્યું : ભાઈ એ કહે છે કે પચાસ લાખનો ગોટો કર્યો છે. એ પાછા આપવા નથી કર્યા. પોણિયાને કહો કે એની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તો મારી સામે પિ-સ્તો-લ તાકે. પછી જો જો એના શું હાલ કરું છું!