મજેદાર જોક્સ : પપ્પુ : બિચારી મારી પત્ની… ટપ્પુ : કેમ શું થયું ભાભીને. પપ્પુ : એને ગળામાં….

0
1785

જોક્સ :

શિક્ષક : ભોજન કરતા પહેલા હાથ ધોવા જોઈએ.

દિવ્યા : પણ, હું નથી ધોતી.

શિક્ષક : કેમ?

દિવ્યા : હું જમ્યા પછી ધોઉં છું.

શિક્ષક : કેમ?

છોકરી : જેથી મોબાઈલ પર ડાઘ ન લાગે.

શિક્ષક બેભાન થઈ ગયા.

જોક્સ :

પપ્પુની આજે મેરેજ એનિવર્સરી છે તેથી તેણે તેની પત્નીને ડિનર માટે બહાર જમવા જવાનું કહ્યું હતું.

પપ્પુ : હું રાહ જોઇને થાકી ગયો છું. છેલ્લી વાર તને પૂછું છું કે તું આવે છે કે નહીં?

ટીના : તમને હું પણ છેલ્લા બે કલાકથી કહી રહી છું કે, હું બે મિનિટમાં તૈયાર થઈને આવી જઈશ.

જોક્સ :

ટપ્પુ અને બીનાના લગ્ન હતા તો પપ્પુ તેમના માટે ગિફ્ટ ખરીદવા દુકાને ગયેલો.

પપ્પુ : મને એક સરસ પિક્ચર ફ્રેમ જોઈએ છે.

દુકાનદાર : સર, કોને ગિફ્ટ આપવાનું છે?

પપ્પુ : મારા મિત્રના લગ્ન છે તો એને ગીફ્ટમાં આપવા માટે.

દુકાનદાર : આ લો સર, વાવાઝોડાનું સરસ પિક્ચર છે. ગીફ્ટ આપવા માટે બેસ્ટ છે.

જોક્સ :

પપ્પુ અને ટપ્પુ બંને ઓફિસમાં વાત કરી રહ્યા હતા.

પપ્પુ : બિચારી મારી પત્ની…

ટપ્પુ : કેમ શું થયું ભાભીને?

પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.

ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?

પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન છે એવું એ બોલી જ શકતી નથી.

જોક્સ :

રમેશ (નોકરને) : જરા જો તો સૂરજ નીકળ્યો કે નહીં?

નોકર : બહાર તો અંધારું છે.

રમેશ : અરે, ટોર્ચ ચાલુ કરીને જોઈ લે કામચોર.

જોક્સ :

પત્ની સૂતી હતી ત્યારે તેના પગ પાસે એક નાગ બેઠો હતો.

પતિએ હળવેથી કહ્યું : કરડી લે… કરડી લે…

નાગ બોલ્યો : અરે હું તો તેમના ચરણ સ્પર્શ કરવા આવ્યો છું. તે ગુરુ છે અમારી.

જોક્સ :

પપ્પુ : ડોક્ટર સાહેબ એક વર્ષ પહેલા મને તાવ આવ્યો હતો.

ડોક્ટર : હા, તો હવે શું?

પપ્પુ : તમે મને સ્નાન કરવાની ના પાડી હતી.

ડોક્ટર : હા, તો?

પપ્પુ : આજે અહીંથી પસાર થતો હતો તો વિચાર્યું કે પૂછી લઉં કે,

હું હવે સ્નાન કરી શકું કે નહિ.

જોક્સ :

બીના તેના પતિ ટપ્પુને ફરિયાદ કરતા કરતા,

બીના : મને લાગે છે કે તમે મને પહેલા જેટલો પ્રેમ હવે નથી કરતા.

ટપ્પુ : તને પ્રેમ નથી કરતો એમ?

બીના : હા, નથી જ કરતા.

ટપ્પુ : આખી દુનિયામાં હું તને સૌથી વધારે પ્રેમ કરું છું બસ…

હવે બકબક બંધ કરીને મને પેપર વાંચવા દે.

પછી ખબર નહિ શું થયું પણ ટપ્પુને 4 દિવસ સુધી દેખાતું બંધ થઈ ગયું હતું.