મજેદાર જોક્સ : પપ્પુ (પ્રેમિકાને) : લગ્ન પછી તું અલગ ઘરની માંગણી તો નહિ કરે ને. પ્રેમિકા : ના, હું એવી…

0
2482

જોક્સ :

બોયફ્રેન્ડ : તારી આંખો કેટલી સુંદર છે.

ગર્લફ્રેન્ડ : છોડને.

બોયફ્રેન્ડ : તમારા વાળ કેટલા સુંદર છે.

ગર્લફ્રેન્ડ : છોડને.

બોયફ્રેન્ડ : તારા ગાલ કેટલા ગુલાબી છે.

ગર્લફ્રેન્ડ : છોડને.

બોયફ્રેન્ડ : અરે, ક્યારનો લાંબી લાંબી છોડી રહ્યો છું, હજી કેટલી છોડું મારી માં?

ગર્લફ્રેન્ડ બેભાન.

જોક્સ :

એક સુંદર છોકરીએ પપ્પુને કહ્યું,

ઓ ભાઈ જાન, જરા સાંભળો તો…

પપ્પુ : ઓ હિરોઈન, પહેલા નક્કી કરી લે,

ભાઈ કે જાન.

કન્ફ્યુઝ કેમ કરી રહી છે.

જોક્સ :

પહેલી પાડોશી : મારે 20 વર્ષ સુધી કોઈ સંતાન ન થયું.

બીજી પાડોશી : પછી તેં શું કર્યું?

પહેલી પાડોશી : પછી જ્યારે હું 21 વર્ષની થઈ ત્યારે મારા માતા પિતાએ મારા લગ્ન કરાવ્યા,

પછી આ પપ્પુ થયો.

જોક્સ :

દીકરો : માં દિવાળી આવવાની છે. આ વખતે હું આ દુકાનમાંથી ફટાકડા ખરીદીશ.

માતાએ દીકરાના કાન નીચે એક લગાવી અને કહ્યું,

આ ફટાકડાની દુકાન નથી, આ ગર્લ્સ હોસ્ટેલ છે.

દીકરો : મને શું ખબર, એક દિવસ પપ્પા કહેતા હતા કે અહીં એકથી એક જોરદાર ફટાકડા હોય છે.

જોક્સ :

સ્માર્ટ છોકરીનો સ્માર્ટ જવાબ.

પપ્પુ (પ્રેમિકાને) : લગ્ન પછી તું અલગ ઘરની માંગણી તો નહિ કરે ને?

પ્રેમિકા : ના, હું એવી છોકરી નથી. તું લગ્ન પછી તારી મમ્મીને અલગ ઘર અપાવી દેજે.

જોક્સ :

પતિ : સાંભળ, મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો છે.

પત્ની : વાહ તમે તેની પાસે શું માંગ્યું?

પતિ : મેં કહ્યું તારું મગજ 10 ગણું વધારી દે.

પત્ની : તો તેણે એવું કર્યું?

પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કે શૂન્યનો કોઈપણ અંક સાથે ગુણાકાર કરો, જવાબ શૂન્ય જ રહે છે.

હવે પતિ ગાયબ છે.

જોક્સ :

જજ : ઘરમાં માલિક હાજર હતો છતાં પણ તે ચોરી કઈ રીતે કરી?

પપ્પુ : જજ સાહેબ, તમારી પાસે આટલી સારી નોકરી છે, આટલો સારો પગાર છે.

પછી તમે આ બધું શીખીને શું કરશો?

જોક્સ :

કામવાળી બાઈ આગળનો બાકી પગાર લેવા આવી.

પત્ની બોલી : જો અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે.

કામવાળી બોલી : શેઠાણી પુરુષનો હાથ તો પુરુષનો હાથ જ હોય છે ને.

આ સાંભળીને પતિને ખુશી પણ થઈ અને દુઃખ પણ થયું.

જોક્સ :

છોકરો : ડિયર, હું તારું નામ મારા હાથ પર લખાવું કે મારા દિલ પર?

છોકરી : અરે એવી જગ્યા પર શું કામ લખાવે છે?

જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો મિલકતના દસ્તાવેજો પર લખાવ.

સીધી વાત, નો બકવાસ.

જોક્સ :

આ લગ્ન નથી સરળ… બસ એટલું સમજી લો,

લાલ મરચાની ચોકલેટ છે અને ચૂસીને ખાવાની છે.

જોક્સ :

પત્ની : મને એ સમજ નથી પડતી કે, ઘણા વર્ષોથી હું કરવાચોથનું વ્રત નથી રાખી રહી,

છતાં પણ તમે એકદમ સ્વસ્થ કેમ રહો છો, શરદી પણ નથી થતી.

પતિ : હું ઘણા નિયમ અને સંયમથી રહું છું એટલા માટે.

પત્ની : મને…. મૂર્ખ સમજી રહ્યા છો?

સાચું સાચું બોલો એ કોણ છે, જે તમારા માટે કરવાચોથનું વ્રત રાખે છે?