મેજદાર જોક્સ : પંડિતજી (ચિંતુને) : દીકરા તારી કુંડળીમાં ઘણું ધન છે. ચિંતુ : એ બધું તો ઠીક છે પંડિતજી પણ…

0
2976

જોક્સ :

પત્ની : એવો કયો કાયદો છે કે, તમને હું જ ખાવાનું બનાવીને આપું?

પતિ : આ આખી દુનિયાનો કાયદો છે કે, કેદીને ખાવાનું સરકાર જ આપે છે.

જોક્સ :

પપ્પુ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો. ત્યાં એક સાહેબે તેને પૂછ્યું,

સર : માણસે એની પત્નીને એના વિચાર અને વર્તનથી વાકેફ રાખવી જોઈએ?

પપ્પુ : એ સમયની બરબાદી છે સર, પત્નીને એના પતિના વિચારો વિશે તો ખબર જ હોય છે.

અને વાત રહી વર્તનની તો તેને એના પાડોશી પતિના વર્તનની રજેરજ ખબર પહોંચાડતા જ હોય છે.

પપ્પુને ખુશ થઈને નોકરીએ રાખી લીધો.

જોક્સ :

ચિંટુ : મમ્મી મારો ફોન ખરાબ થઈ ગયો છે.

મમ્મી : ફિર સે કહો… કેહતે રહો…. અચ્છા લગતા હૈ…

ચિંતુનું મોઢું જોવા લાયક હતું.

ઘણું કન્ફ્યુઝન છે

જોક્સ :

પુરુષ ઈચ્છે છે કે તેની જીવનસાથી વિશ્વ સુંદરી જેવી દેખાય,

અને ગંગુ બાઈની જેમ કામ કરે.

જયારે મહિલા ઈચ્છે છે કે તેનો જીવનસાથી અંબાણી જેટલું કમાઈ,

અને મનમોહન સિંહની જેમ ચૂપ રહે.

જોક્સ :

ટપ્પુ અમેરિકાનો સિટીઝન બની ગયો, પછી ભારત આવતા પહેલા તેના મિત્ર પપ્પુને ફોન પર વાત કરી રહ્યો છે.

ટપ્પુ : યાર, પપ્પુ હું 5 વર્ષ પછી ભારત આવી રહ્યો છું. બોલ તારા માટે શું લાવું?

પપ્પુ : હવે બધે બધું મળી જ રહે છે. પણ જો તું લાવવા માંગતો હોય, તો એક જ વસ્તુ મને જોઈએ છે.

ટપ્પુ : અરે, તું બોલ દોસ્ત, તું કહેશે એ હું લઈ આવીશ.

પપ્પુ : એમ!! પેલા વચન આપ કે તું લઈને જ આવીશ. એ વગર નહિ આવે.

ટપ્પુ : હા બસ, તું કહેશે એ લીધા વગર હું ભારત નહીં આવું.

પપ્પુ : સારું, તો પેલું ગ્રીન કાર્ડ, ગ્રીન કાર્ડ બધા બોલતા હોય છે એ મારા માટે લઈ આવજે.

ટપ્પુ એ ભારતનો પ્રવાસ કેન્સલ કરી દીધો.

જોક્સ :

પંડિતજી ચિંતુને બોલ્યા : દીકરા તારી કુંડળીમાં ઘણું ધન છે.

ચિંતુ : એ બધું તો ઠીક છે પંડિતજી, હવે એ જણાવો તેને કુંડળીમાંથી એકાઉન્ટમાં કઈ રીતે ટ્રાન્સફર કરવું?

પંડિત બેભાન.

જોક્સ :

ટીના : પુરુષો ઘણા જલ્દી બદલાઈ જાય છે.

બીના : કેમ શું થયું?

ટીના : જો ને, બે મહિના પહેલા હું પપ્પુની દિવાની હતી. હવે એ મને જરા પણ ગમતો નથી. પુરુષો કેટલા જલ્દી બદલાઈ જાય છે.

જોક્સ :

એ તો સારું છે ગાંડી મેં તારા સિવાય બીજી કોઈ છોકરી તરફ જોયું નથી,

નહિ તો ખબર નહિ કદાચ દરેક ગલીમાં મારું સાસરું હોત.

આવું સ્ટેટસ રાખવાવાળા છોકરા બજરંગદલમાં શામેલ થઈ રહ્યા છે.

જોક્સ :

રસ્તામાં એક સુંદર છોકરી જાનુ…. જાનુ… કહીને રડી રહી હતી અને થાંભલા સાથે માથું પછાડી રહી હતી.

આ જોઇને રાજુએ પોતાની સાઇકલ ઉભી રાખી અને બોલ્યો,

હે ભગવાન આ તે શું કર્યું, આટલી સુંદર છોકરીનું બ્રેકઅપ કરાવી દીધું.

આ સાંભળી દૂર ઉભેલી બીજી છોકરી બોલી, ઓ… સેકન્ડ હેન્ડ મજનુ,

અહીં ઇન્સ્ટાગ્રામ રીલ્સનું શૂટિંગ ચાલી રહ્યું છે, અહીં તારું સેટિંગ નહિ થાય, ચાલ નિકળ અહીંથી.