પક્ષીઓના દાણા સાથે જોડાયેલી આ ખાસ વાત તમે નહીં જાણતા હોય, તે તમારી દરેક સમસ્યા કરી શકે છે દૂર

0
791

જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે શિવલિંગ પર આ વસ્તુઓ કરો અર્પણ, મનોકામનાઓ પણ થશે પૂરી.

જો પરિવારમાં સુખ-સમૃદ્ધિ ન હોય તો જીવન દુઃખદાયક બની જાય છે. ઘણી વખત, તમામ પ્રવૃત્તિઓ અને પ્રયત્નો કરવા છતાં વ્યક્તિ તેના ઉદ્દેશ્યમાં સફળ થતો નથી. આ માટે કેટલાક ઉપાય કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને લાભ આપે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે.

તમારી મનોકામના પૂરી કરવા માટે શુક્રવારે માતાજીના મંદિરમાં નવા ચમકદાર વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આ સિવાય ઉચ્ચ ગુણવત્તાના વસ્ત્રો પહેરીને માતાજીને ભેટ કરી શકાય છે. તેનાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે.

ઘરમાં દરરોજ પૂજા કરતી વખતે ભગવાનને થાળ ધરાવવો જોઈએ. મીઠી વસ્તુઓ ચઢાવવાથી મનોકામનાઓ પૂરી થાય છે.

સવારના સમયે પક્ષીઓને ખાવા માટે દાણાની વ્યવસ્થા કરવી જોઈએ અને પોતાના હાથે તેમને ખવડાવવાથી પક્ષીઓ જીવનની પરેશાનીઓને દાણા સાથે ચણી જાય છે. આમ કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

પ્રથમ રોટલી ગાય માટે ચોક્કસ કાઢવી જોઈએ. એવું નથી કે માત્ર એક જ રોટલી આપવી પડે. જો તમારે ગાયને 11 રોટલી ખવડાવવાની હોય તો એટલું ધ્યાન રાખો કે બધી જ રોટલી પહેલા જ કરી દેવી જોઈએ, એટલે કે ગાયને જેટલી રોટલી ખવડાવવાની હોય તેટલી રોટલી બનાવ્યા પછી જ ઘર માટે રોટલી બનાવો.

છેલ્લી રોટલી ઘરના કોઈ સભ્ય એ ક્યારેય ન ખાવી જોઈએ. છેલ્લી રોટલી કૂતરાઓ માટે રાખી દેવી જોઈએ.

શિવલિંગ પર મધ અને સાકર અર્પણ કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. શિવલિંગ પર કાંઈ પણ ગળ્યું ચઢાવ્યા બાદ અત્તર લગાવીને પૂજા કરવાથી પણ જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

હનુમાનજીને દરરોજ પાંચ લાલ ફૂલ ચઢાવો અને તેમની સામે તમારી ઈચ્છા વ્યક્ત કરો, પછી તેમને પ્રણામ કરીને પાછા આવો. ઈચ્છા ચોક્કસ પૂરી થશે.

સ્વાસ્થ્ય લાભ માટે, જવના લોટની રોટલી દર્દી ઉપરથી સાત વખત ઉતારી કૂતરાઓને ખવડાવવી. ધ્યાન રાખો કે આ રોટલી ગાયને ખવડાવવાની નથી. આ ઉપાય કરતી વખતે, દર્દીના ઝડપથી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરવાથી જલ્દી સ્વાસ્થ્ય લાભ મળે છે.

નારિયેળની પૂજા કર્યા પછી તેને લાલ કપડામાં લપેટીને દુકાનમાં કે ધંધાના સ્થળે સ્થાપિત કરો. તેમજ સ્ફટિકનું શુદ્ધ શ્રી યંત્ર રાખવું. જો આ ઉપાય પૂરી ભક્તિ સાથે કરવામાં આવે, તો ભગવાનની કૃપાથી ધન-સંપત્તિમાં ઝડપથી વૃદ્ધિ થાય છે.

ધનહાનિથી બચવા માટે મુખ્ય દરવાજાની પૂજા કરવી જોઈએ. મુખ્ય દરવાજાના ખૂણામાં ગુલાલનો છંટકાવ કરવો જોઈએ. આ સિવાય સાંજે પૂજા કરતી વખતે ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે, પૈસાની ખોટથી રક્ષણ થાય એવી મનોકામના રાખો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.