આ છે ઓપ્શન ટ્રેડિંગમાં નુકશાનનું સૌથી મોટું કારણ, જાણો શેર માર્કેટની ઉપયોગી ટીપ્સ.

0
842

ઓપ્શન ટ્રેડિંગમાં નુકશાનનું સૌથી મોટું કારણ ઇમોશન પરનો બેકાબુ… પહેલા ટ્રેડમાં નુકશાન થતાની સાથે જ આપણે જાણે શેર માર્કેટ સામે યુદ્ધે ચડતા હોય એ રીતે બસ નુકશાનને રિકવર કરવા માટે મ-ર-ણિ-યા પ્રયાસમાં લાગી જઈએ છીએ અને પરિણામ એ આવે કે ત્યાર પછીનો દરેક ટ્રેડ રેડ રેડ બનતો જાય એમ એમ આપણે આપણા મગજ પરનો કંટ્રોલ ગુમાવતા જઈએ અને સાંજે નિરાશ વદને ભૂલોનું પ્રાયશ્ચિત કરીએ, પણ ત્યાં સુધી પાણી વહી ગયું હોય.

નવા દિવસની નવી શરૂઆત અને દરેક દિવસની નવી શરૂઆત બસ આજ રીતે ચાલ્યા કરે અને એનું સૌથી મોટું કારણ ઇમોશન પરનો બેકાબુ. જો કે નુકશાન હોય ત્યારે જ આવું થાય એવું નથી હોતું. પ્રોફિટ થાય ત્યારે વધુ કમાવવાની લાલચમાં છેલ્લે સાંજે જોઈએ તો કા તો પોર્ટફોલિયો રેડ હોય અથવા એટલો ગ્રીનમાં હોય જેનો સરવાળો કરીયે ત્યારે ટ્રેડનો ચાર્જ એ પ્રોફિટ કરતા વધુ હોય.

ઓપ્શન ટ્રેડિંગમાં પ્રોફિટ ઘરે લઈ જવા માટેની જો કોઈ સફળ ટિપ્સ હોય તો એ છે ઇમોશન પરનો કંટ્રોલ. અત્યાર સુધીના અભ્યાસના આધારે એમ કહી શકું કે આખા દિવસમાં માત્ર ત્રણ ટ્રેડ અને વધુમાં વધુ પાંચ ટ્રેડ એ કોઈક અંશે પ્રોફિટ બુક કરવામાં ઘણા અંશે મદદરૂપ બને છે. આ ટ્રેડનો એક ચોક્કસ સમય પણ સાચવવો.

મોટા ભાગે સવારે 9:30 થી 11:30 અને સાંજે 2:00 થી 3:00 નો સમય જ એવો છે જેમાં મોટા ભાગે તમે પ્રોફિટ બુક કરી શકો છો. કારણ કે બાકીના વચ્ચેના સમયમાં મોટા ભાગે માર્કેટ ફ્લેટ હોય અને ફ્લેટ માર્કેટમાં પ્રોફિટ બુક કરવો બહુ અઘરો હોય છે.

બીજું મહત્વનું પાછું.. કેટલો પ્રોફિટ બુક કરવો એના કરતાં કેટલું નુકશાન સહન કરવું એ સૌથી પહેલા નક્કી હોવું જોઈએ. કેટલા નાખ્યા છે અને માર્કેટની સ્થિતિ જોઈને એમાં વધુમાં વધુ કેટલો પ્રોફિટ થઈ શકે એનો અંદાજ લગાવવો પણ જરૂરી છે. ઉદાહરણ રૂપે હું 5000 નાખું અને જો માર્કેટ ટ્રેન્ડિંગમાં હોય તો પ્રોફિટ 5000 અને વધુમાં વધુ થઈ શકે પરંતુ એનાથી વધુ લાલચ તમને નુકશાન જ કરાવશે.

એ જ રીતે જેટલા પૈસા નાખ્યા હોય એના 20% નુકશાન બુક થઈ જાય એ પછી એ દિવસે વધુ ટ્રેડિંગના કરવું જોઈએ. જો માર્કેટ એક તરફી ટ્રેન્ડિંગમાં ના હોય તો વધુમાં વધુ 20% પ્રોફિટનો ટાર્ગેટ રાખીને એ બુક કરી નીકળી જવું બેસ્ટ છે.

સ્ટ્રેટેજી ગમે તે અપનાવો સાંજે તમારો પોર્ટફોલિયો રેડમાં નહીં હોય તો એ બીજા દિવસની પોઝિટિવ શરૂઆત માટે તમારા કોન્ફિડન્સમાં વધારો કરશે. જો લગાતાર નુકશાન થઇ રહ્યું હોય તો બેસ્ટ રસ્તો એ છે કે થોડા દિવસ ટ્રેડિંગના કરવુ જોઈએ. બસ માર્કેટનો અભ્યાસ કરો અને યોગ્ય સમયે ટ્રેડિંગ કરવું વધુ ફાયદાકારક રહી શકે છે.

બને ત્યાં સુધી એકાઉન્ટમાં જેટલા પૈસા હોય એના 50% એમાઉન્ટથી જ ટ્રેડ લેવો જોઈએ જેથી અગર નુકશાન પણ થાય છે તો બીજા દિવસે એ રિકવર કરવા માટે તમારી પાસે ઓપ્શન રહી શકે. નહીંતર ઘણીવાર એવું બને કે નુકશાન કરતા સમયમાં બધા પૈસા ગુમાવી દઈએ અને જ્યારે માર્કેટ ટ્રેન્ડિંગમાં હોય ત્યારે રમવા એકાઉન્ટમાં પૈસા જ ના હોય..

અંતે.. ઓપ્શન ટ્રેડિંગએ હાઈ રિસ્કી જુ-ગા-ર છે એનાથી બને એટલા દૂર રહેવું એ જ હિતાવહ છે.

– સાભાર વિરમસિંહ વાઘેલા (શેર માર્કેટ ગ્રુપ,)