જોક્સ :
શિક્ષક : હું જે પણ પૂછું, તેનો ફટાફટ જવાબ આપજે.
મોનુ : ઓકે મેડમ.
શિક્ષક : ભારતની રાજધાની કઈ છે?
મોનુ : ફટાફટ.
શિક્ષક (ગુસ્સે થઈને) : આ કોમેડી શો ચાલી રહ્યો છે? મારી વાત તને એક વખતમાં સમજાતી નથી.
મોનુ : તમે જ તો કહ્યું હતું કે હું જે પણ પૂછું, તેનો જવાબ ‘ફટાફટ’ આપજે.
જોક્સ :
ગોલુ ઊભો રહીને ચાવી વડે કાન ખંજવાળતો હતો.
એવામાં પપ્પુ તેની પાસે આવ્યો અને કહ્યું,
ભાઈ, જો તું સ્ટાર્ટ નહિ થઈ રહ્યો હોય તો ધક્કો મારી દઉં?
જોક્સ :
સુરેશના લગ્નના એક મહિના પછી રમેશ તેને મળવા આવે છે.
રમેશ : યાર, આ લગ્નનો અર્થ શું થાય છે?
સુરેશ : ધામધૂમથી પોતાની સોપારી આપવી.
જોક્સ :
પપ્પુ : મને તરસ લાગી છે, પાણી પીવડાવને.
પપ્પુની મમ્મી : તને બિરયાની ખવડાવું તો?
પપ્પુ : આ સાંભળીને મોં માં પાણી આવી ગયું.
પપ્પુની મમ્મી : તો એ પાણીથી જ તમારી તરસ છીપાવી લે.

જોક્સ :
ભયંકર અપમાન.
એક સ્ત્રી (બીજી સ્ત્રીને) : મારી પાસે કાર છે, બંગલો છે, બેંક બેલેન્સ છે,
તારી પાસે શું છે?
બીજી સ્ત્રી : મારી પાસે 20 વર્ષ પહેલા લગ્ન માટે સિવડાવેલો ડ્રેસ છે જે આજે મને પરફેક્ટ આવી જાય છે.
જોક્સ :
એક 90 વર્ષના વૃદ્ધને ફોન આવ્યો. સામેથી ભાઈ બોલ્યો,
હું બેંક માંથી વાત કરી રહ્યો છું, તમે મ્યુચ્યુઅલ ફંડ લઇ લો સર,
સાત વર્ષમાં પૈસા ડબલ થઈ જશે.
વૃદ્ધ : દીકરા, હું એ ઉંમરે પહોંચી ગયો છું કે કેળા પણ કાચા નથી ખરીદતો.
જોક્સ :
પતિ : આ જો, પેપરમાં એક લેખકે લખ્યું છે કે પતિઓને પણ બોલવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
કાંઈ શીખ એમાંથી.
પત્ની : તમે શીખો. એ બિચારો પણ લખી જ શક્યો, બોલી ન શક્યો.
જોક્સ :
પતિ : તારે થોડા દિવસ પિયર રહેવા જવું હતું તો મેં તને મોકલી દીધી,
છતાં પણ તું ફોન કરીને મારી સાથે કેમ ઝગડે છે?
પત્ની : હું ‘વર્ક ફ્રોમ હોમ’ કરી રહી છું.
જોક્સ :
છોકરી : ભાઈ, પ્લીઝ મને કોઈ સ્ટાઇલિશ સાડી બતાવો.
દુકાનદાર : લો મેડમ, આ બનારસી સાડી છે.
છોકરી : આની કિંમત કેટલી છે?
દુકાનદાર : 2 હજાર રૂપિયા.
છોકરી : ભાઈ, સમજીને કિંમત લગાવો ને, હું દર વખતે તમારી દુકાનમાંથી જ લઈ જઉં છું.
દુકાનદાર : થોડી દયા કરો મેડમ. આ દુકાન ગયા અઠવાડિયે જ નવી ખોલી છે.
જોક્સ :
છગન : અલ્યા મગન, 2 મહિના પહેલા તારા ઘરની નેમપ્લેટ પર B.A લખ્યું હતું, અને હવે M.A. લખ્યું છે.
2 વર્ષની ડિગ્રી 2 મહિનામાં કેવી રીતે મેળવી.
મગન : 2 મહિના પહેલા મારી પત્ની પિયર ગઈ હતી તેથી મેં બેચલર અગેઇન (B.A.) લખ્યું.
હવે તે પાછી આવી ગઈ છે, તેથી મેરિડ અગેઇન (M.A) લખ્યું છે.
જોક્સ :
એક છોકરીનો ફોન ટોયલેટમાં પડી ગયો.
ટોઇલેટમાંથી જીની બહાર આવ્યો અને છોકરીને સોનાનો ફોન આપ્યો અને કહ્યું, લે તારો ફોન.
છોકરી : આ સોનાનો ફોન મારો નથી.
જીની : અરે ગાંડી રડાવશે કે શું?
આને ધોઈને જો આ તારો એ જ ફોન છે જે અંદર પડ્યો હતો.
જોક્સ :
લગ્નની 10 મી વર્ષગાંઠ પર પત્નીએ પતિને કહ્યું,
જો કોઈ મને ભગાડીને લઈ જાય તો તમે શું કરશો?
પતિ : ગાંડી, તું કેવા સવાલ પૂછે છે?
પત્ની : ના, તમે કહોને તમે શું કરશો?
પતિ : હું તેને કહીશ કે ભાઈ, તું ભગાડીને કેમ લઈ જાય છે? નિરાંતે લઈ જા. હું ક્યાં રોકી રહ્યો છું?
પછી પતિની જોરદાર ધોલાઈ થઈ.