મેજદાર જોક્સ : એક વિદ્યાર્થી પુરવણીમાં ફૂલ દોરી રહ્યો હતો. શિક્ષક : આ શું કરે છે, ચિત્રકામની પરિક્ષા નથી તો પણ

0
12044

જોક્સ :

આજના યુવાનો માટે એક સ્ત્રીનો લાગણીસભર સંદેશ.

હું એક દીકરી છું અને હું એક બહેન છું…

હું એક પત્ની છું અને એક માં પણ છું….

એટલે ખબરદાર જો કોઈએ મને આન્ટી કહી છે તો… તાંગા તોડી નાખીશ તાંગા

જોક્સ :

પપ્પુનો વિદ્યાર્થીઓ માટે એક સંદેશ.

પરિક્ષામાં પાસ થનાર છોકરાઓને અભિનંદન,

અને જે નાપાસ થયા છે તેમને તો ડબલ અભિનંદન,

કારણ કે, હવે તેમના વર્ગમાં નવી નવી છોકરીઓ આવશે.

મોરલ : ફેલ થવા પર કોઈ નુકસાન નથી થતું.

જોક્સ :

ગામમાં નસબંધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે છગન નસબંધી કરાવવા પહોંચ્યો.

ડોક્ટરે પૂછ્યું : તમને કેટલાં બાળકો છે?

છગને કહ્યું : મારા તો લગ્ન પણ નથી થયા.

ડોક્ટરે કહ્યું : તો પછી નસબંધી શા માટે?

છગને કહ્યું : ડોક્ટર સાહેબ, ગામમાં બધાની નસબંધી કરવામાં આવી છે.

એ પછી પણ ખબર નહિ કેમ ગામમાં બાળકનો જન્મ થાય છે અને ત્યારે બધા મને મા-ર-વા દોડે છે.

જોક્સ :

કોઈએ નાના બાળકને પૂછ્યું.

બિલાડી તેની પૂંછડી શા માટે હલાવે છે?

બાળકે ખૂબ જ હળવાશથી જવાબ આપ્યો,

કારણ કે પૂંછડી બિલાડીની છે, તમારા બાપની નહીં.

જોક્સ :

માર્કેટમાં 55 વર્ષની એક કાકીને ભૂલથી ધક્કો લાગી ગયો,

અને તેમનો કેટલોક સામાન તેમના હાથમાંથી નીચે પડી ગયો.

જ્યાં સુધી તે કાંઈ કહે એટલામાં હું બોલ્યો,

“દીદી” માફ કરજો… અને મામલો થાળે પડી ગયો.

જોક્સ :

એક અંગ્રેજી ક્લાસ માટેની જાહેરાત…

એક મહિનામાં અટક્યા વગર અંગ્રેજી બોલતા શીખો. મહિલાઓ માટે 50 % છૂટ.

કોઈએ પૂછ્યું : મહિલાઓને કેમ છૂટ આપવામાં આવે છે?

ક્લાસ વાળાએ કહ્યું : તેમને પહેલેથી જ અટક્યા વગર બોલતા આવડે છે. તેમને ફક્ત અંગ્રેજી જ શીખવાડવાનું હોય છે.

જોક્સ :

ઉસ્માનના લગ્ન થઈ રહ્યા ન હતા, તેથી તે અજમેર મન્નત માંગવા ગયો.

તે પોતાની મમ્મીને સાથે લઈ ગયો.

ત્યાં તેની મમ્મી ખોવાઈ ગઈ.

ઉસ્માને હાથ ઊંચો કરીને કહ્યું, “હે ખુદા… આ કેવી છે ખુદાઈ…. મારી તો મળી નહીં, અબ્બાની પણ ખોવાઈ ગઈ…

જોક્સ :

પતિ તેની રિસાયેલી પત્નીને રોજ ફોન કરતો.

સાસુ : તમને કેટલી વાર કહ્યું કે હવે તે તમારા ઘરે નહીં આવે,

તો પછી રોજ રોજ ફોન કેમ કરો છો?

પતિ : આ વાત સાંભળીને શાંતિ થાય છે એટલે.

જોક્સ :

પરીક્ષામાં એક વિદ્યાર્થી પુરવણીમાં ફૂલ દોરી રહ્યો હતો.

શિક્ષક : આ શું કરે છે? ચિત્રકામની પરિક્ષા નથી તો પણ ફૂલ કેમ દોરી રહ્યો છે?

વિદ્યાર્થી : સર, આ ફૂલ મારી યાદ શક્તિને સમર્પિત કરી રહ્યો છું.

તે હમણાં જ ગુ-જ-રી ગઈ છે.

જોક્સ :

શેઠાણીને ઉદાસ બેઠેલી જોઈને કામવાળીએ પૂછ્યું,

કામવાળી : શું થયું શેઠાણી તમે કેમ આટલા ઉદાસ છો?

શેઠાણી : તને શું કહું, તારા શેઠ તેમની ઓફિસની કોઈ છોકરીને પ્રેમ કરે છે.

કામવાળી : ના એવું બની જ ન શકે, તમે આ બધું મને બળતરા કરાવવા માટે કહો છો.

શેઠ તો ફક્ત મને જ પ્રેમ કરે છે.

જોક્સ :

પપ્પુ : સાંભળ્યું છે કે તાપમાન પાંચ ડિગ્રી પડી ગયું છે.

એવામાં તું તારા ઠંડા ઘરમાં પોતાને ગરમ કેવી રીતે રાખે છે?

ટપ્પુ : હું રૂમના ખૂણામાં ઉભો રહી જાઉં છું,

કારણ કે ખૂણો પહેલેથી જ 90 ડિગ્રીમાં હોય છે એટલે તાપમાન પડે તો પણ હું ગરમ રહું છું.