મજેદાર જોક્સ : એક યાત્રી ટ્રેનમાંથી ઉતાર્યો અને છગનને પૂછ્યું, આ કયું સ્ટેશન છે. છગન હસ્યો, જોર જોરથી ….

0
1929

જોક્સ :

પપ્પુએ જમરૂખ લીધા તો તેમાં ઈયળ નીકળી.

પપ્પૂ (જમરૂખવાળાને) : આમાં તો ઈયળ નીકળી છે.

જમરૂખવાળો : આ તો નસીબની વાત છે,

શું ખબર બીજી વાર બાઈક પણ નીકળે.

પપ્પુ : તો બીજા 2 કિલો આપી દો.

જોક્સ :

ટીના અને બીના શોપિંગની વાતો કરતા હતા.

ટીના : મેં ગઈકાલે પતિ માટે રૂમાલ ખરીદવો કે મારા માટે બનારસી સાડી ખરીદવી એ નક્કી કરવા મારા પતિ સામે ટોસ કર્યો.

નક્કી થયું હતું કે છાપ આવે તો સાડી અને કાંટો આવે તો રૂમાલ.

બીના : તો શું આવ્યું એમાં?

ટીના : છાપ આવ્યો પણ એ લાવવા માટે મારે પાંચ વાર ટોસ કરવો પડ્યો.

જોક્સ :

છોકરાઓની કોમનસેન્સ એકદમ ઝીરો હોય છે.

તેઓ જેન્ટ્સ ટોયલેટમાં લખીને આવે છે,

આઈ લવ યુ પ્રિયા.

હવે તમે જ જણાવો, શું પ્રિયા ત્યાં વાંચવા જશે?

જોક્સ :

પપ્પુ : ટીનું, જો હું મ-રી જાવ એ પછી તું કોઈ મુર્ખ સાથે ફરી લગ્ન તો નહીં કરે ને?

ટીના : હું કોઈ બીજા મુર્ખ સાથે જ લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?

જોક્સ :

એક યાત્રી ટ્રેનમાંથી ઉતાર્યો અને છગનને પૂછ્યું,

આ કયું સ્ટેશન છે?

છગન હસ્યો, જોર જોરથી હસ્યો,

હસી હસીને લોટ પોટ થઈ ગયો,

અને ઘણી મુશ્કેલીથી પોતાને સાંભળ્યો અને કહ્યું,

અરે ગાંડા, આ રેલવે સ્ટેશન છે.

જોક્સ :

પપ્પુ રોજ રાતે ડા-રુના અડ્ડા પર બેસી રહેતો.

આ જોઈને અડ્ડાવાળાને અચરજ થયું.

અડ્ડાવાળો : તું ડા-રુના અડ્ડામાં રાતે બે વાગ્યા સુધી પડી રહે છે, તો તારી પત્ની ગુસ્સે નથી થતી?

પપ્પુ : મેં લગ્ન જ નથી કર્યા.

અડ્ડાવાળો : અલ્યા બબૂચક, લગ્ન નથી કર્યા તો મોડી રાત સુધી બહાર રખડે છે શા માટે?

જોક્સ :

લોકો ખોટું કહે છે કે, પત્નીઓ ક્યારેય પોતાની ભૂલ નથી માનતી.

મારાવાળી તો રોજ માને છે કે,

તમારી લગ્ન કરીને સૌથી મોટી ભૂલ કરી છે.

જોક્સ :

એક છોકરો રોડ પર ત-ડપી રહ્યો હતો,

પણ કોઈ તેની મદદ કરવા નહિ ગયું.

પછી મેં જઈને જોયું તો તે રીલ્સ વિડીયો બનાવી રહ્યો હતો.

જોક્સ :

બાળક (વાર્તા વાંચ્યા પછી) માં ને : માં મને પણ ત્રણ રાણીઓ જોઈએ,

એક ખાવાનું બનાવશે, બીજી ગીત ગાશે, ત્રીજી મને નવડાવશે.

માં (હસતા હસતા) : અને તું ઉંઘશે કોની સાથે?

દીકરો : સુવાનું તો ફક્ત તમારી સાથે જ માં.

માં (ભાવુક થઈને) : મારો લાલ સો વર્ષ જીવે,

પણ એ તો જણાવ રાણીઓ કોની સાથે ઉંઘશે?

દીકરો : તે પપ્પા સાથે ઉંઘી જશે.

પાસે બેસેલા પપ્પા બોલ્યા : જુગ જુગ જીવજે મારા લાલ… મારા મુન્ના…

મારો લાડકો દીકરો… હજાર વર્ષ જીવે.

પછી પપ્પાના આગળના 4 દાંત એક જ વેલણમાં બહાર આવી ગયા.

જોક્સ :

બસમાં ઘણી ભીડ હતી.

એક છોકરી નીચે ઉતરવા માટે આગળ વધી ત્યારે તેનો પગ એક દાદાના પગ પર પડ્યો.

છોકરી : સોરી દાદાજી.

દાદા : મેન્શન નોટ.

થોડી વાર પછી એક છોકરો ત્યાંથી પસાર થયો તો તેનો પગ પણ દાદાના પગ પર પડ્યો.

છોકરો : સોરી દાદાજી.

દાદા : આંધળો છે કે શું?

છોકરો : શું થયું દાદાજી, મારો સોરીનો સ્પેલિંગ ખોટો હતો કે મને ખિજાયા અને પેલી છોકરીને એમ જ જવા દીધી.