લોકોએ એક વ્યક્તિની પત્નીને ખરીદવા માટે ઓનલાઇન લાખોમાં બોલી લગાવી, જો જો તેના જેવી ભૂલ ના કરતા.
આજના સમયમાં ઓનલાઈન શોપિંગ ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે. ઓનલાઈન દુનિયામાં તમને જોઈતી બધી વસ્તુઓ ખૂબ જ ઓછી કિંમતે ઘરે બેઠા મળે છે. તમે એકદમ નવી વસ્તુ ખરીદવા માંગતા હોય કે સેકન્ડ હેન્ડ વસ્તુ, તમને બધું ઓનલાઈન મળશે. તાજેતરમાં, આવા જ એક ઓનલાઈન વેચાણના સમાચાર ખૂબ ચર્ચામાં હતા, જ્યાં એક વ્યક્તિએ ભૂલથી પોતાની પત્નીને વેચવા મૂકી દીધી. હદ તો ત્યારે થઈ જ્યારે લોકોએ વ્યક્તિની પત્નીને ખરીદવા માટે ચાર લાખ રૂપિયાની ઓફર પણ કરી.
ઈંગ્લેન્ડના સ્વિંડન ટાઉનમાં રહેતું એક દંપતી તેમના ઘરની જૂની બુકશેલ્ફ ઓનલાઈન વેચવા ઈચ્છતું હતું. જ્યારે 34 વર્ષના મેટે, ફોટા ક્લિક કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમની પત્ની જેસે મજાકમાં બુકશેલ્ફ સાથે પોઝ આપ્યો, જેનું એમ કહેવું હતું કે આ બુકશેલ્ફ ટૂંક સમયમાં વેચાઈ જશે. મેટે પોતાની પત્નીનો બુકશેલ્ફ પર એક પગ ચડાવેલ પોઝ આપતો ફોટો ઓનલાઈન પોસ્ટ કરી દીધો હતો. પછી જે બન્યું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

ફેસબુક પર વેચાણની તૈયારી :
મેટે ફેસબુક પર પોતાની પત્નીનો બુકશેલ્ફ સાથે પોઝ આપતો ફોટો શેર કરી દીધો. કેપ્શનમાં લખ્યું કે, તેની ડીલેવરી પણ કરી શકીએ છીએ. આ ફોટો પોસ્ટ થયા બાદ ઘણા લોકોએ આ સેલ એડમાં રસ દાખવ્યો હતો. મેટને આશા હતી કે આ બુકશેલ્ફ આઠ હજાર સુધી વેચાશે. પરંતુ જ્યારે તેને ચાર લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી ત્યારે તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. જ્યારે તેણે આ ઓફર ધ્યાનથી વાંચી ત્યારે ખબર પડી કે તેની પત્નીને ખરીદવા માટે કોઈએ કિંમત મૂકી છે.
ખૂબ ખુશ છે પત્ની :
ઓનલાઈન ખરીદીમાં આ એડ જોઈને એવા ઘણા લોકો સામે આવ્યા, જેમનો રસ બુકશેલ્ફમાં ઓછો અને વ્યક્તિની પત્નીમાં વધુ હતો. થોડી જ વારમાં આ પોસ્ટ વાયરલ થઈ ગઈ. આ ઘટના પર ટિપ્પણી કરતા, મેટની પત્નીએ લખ્યું કે તે ખૂબ સારું અનુભવી રહી છે. તેમને એવું લાગ્યું જાણે કે તે કોઈ સેલિબ્રિટી છે. દંપતીએ જણાવ્યું કે, પોસ્ટ વાયરલ થયા પછી પણ તેમની બુકશેલ્ફ હજુ સુધી વેચાઈ નથી. આશા છે કે કોઈ તેને જલ્દી ખરીદે.
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.