જોક્સ :
બસની રાહ જોતી વખતે મિંકીએ તેના મિત્ર મોન્ટીને પૂછ્યું,
કોણ વધુ સંતુષ્ટ છે, જેને દસ બાળકો છે તે કે જેની પાસે દસ લાખ રૂપિયા છે તે?
મોન્ટી : જેને દસ બાળકો છે.
મિંકી : તે કેવી રીતે?
મોન્ટી : જેને દસ બાળકો છે તેને હવે વધુ જોઈતા નથી.
જ્યારે જેની પાસે દસ લાખ રૂપિયા છે તેને વધુ રૂપિયાની ઈચ્છા હોય છે.
આસપાસ ઉભેલા લોકોએ તાળીઓ પાડી.
જોક્સ :
બે પતિ-પત્ની વચ્ચે જોરદાર ઢીસુમઢીસુમ થઈ ગયું…
ઝગડો બસ હજી પત્યો જ હતો…
ત્યાં તો છોકરાએ ભેકડો તાણ્યો…
પત્ની ગુસ્સે તો હતીજ….
બરાડો પાડીને બોલવા મંડી….
હું કામ કરૂ કે આને છાનો રાખુ?
હું કંઈ આને કરીયાવરના નોતી લાવી…
જરાક છાનો રાખો તો નાના બાપ ના નઈ થઈ જાઓ….
પતિ હજી જરાકે ટાઢો નોતો પડ્યો…
એને બરાડીને કહ્યુ…
ભલે રોતો રોવા દે….
હું ય એને જાનમાં લઈને નોતો આવ્યો….
રોવા દે તુ તારે….
આ બેને જોઈને પેલો જાતે જ છાનો રહી ગયો બોલો.
જોક્સ :
ઈન્ટરવ્યુમાં બોસે પૂછ્યું : શું તમે બ્રિટિશ ભાષા જાણો છો?
છોકરો : હા.
બોસ : કંઈક બોલીને સંભળાવો.
છોકરો : દુગના લગાન દેના પડેગા બુવન!
બોસે તરત જ રિજેક્ટ કરી દીધો.

જોક્સ :
ભિખારી : એક માણસ મને પૂછતો હતો કે હું કેટલી કમાણી કરું છું,
પણ હું કશું બોલ્યો નહિ અને ચૂપ રહ્યો.
બીજો ભિખારી : કેમ કાંઈ બોલ્યો નહિ?
ભિખારી : મને શંકા હતી કે તે ઇન્કમ ટેક્સ વાળો હતો.
જોક્સ :
ટીટુ : જો મારે બીજું મગજ જોઈશે તો હું તારું મગજ લગાવવા ઈચ્છીશ.
પિન્ટુ : એટલે તારો મતલબ એ છે કે મારી પાસે જીનિયસનું મગજ છે?
ટીટુ : ના, મારે એવું મગજ જોઈએ છે જેનો પહેલાં ક્યારેય ઉપયોગ ન થયો હોય.
જોક્સ :
ચિન્ટુ : પહેલા શું આવ્યું…. ઈંડુ કે મરઘી?
મોન્ટુ : પહેલા મગની દાળ અને આલુસેવ આવી અને પછી ઈંડા
અને પછી મરઘી આવી, પછી 1 બિ-ય-ર અને પાણીની બોટલ,
અને છેલ્લે બિલ આવ્યું.
જોક્સ :
મોનુ પરિવાર સાથે છોકરી જોવા ગયો હતો.
તેની સામે છોકરીના ગુણોના વખાણ થઈ રહ્યા હતા.
છોકરી વાળા બોલ્યા, અમારી કોમલનો અવાજ કોયલ જેવો છે,
તેની ગરદન મોર જેવી છે, તેની ચાલ હરણ જેવી છે અને સ્વભાવે તે ગાય છે ગાય.
મોનુએ કહ્યું : હા, એ બધું તો ઠીક છે, પણ તેનામાં મનુષ્ય જેવા કોઈ ગુણ છે?
જોક્સ :
એક છોકરીનો ફોન ટોયલેટમાં પડી ગયો.
ટોયલેટમાંથી એક જીન બહાર આવ્યો.
જીને છોકરીને સોનાનો ફોન આપ્યો અને કહ્યું,
જીની : લે, આ તારો ફોન લઈ લે.
તે સમયે છોકરીએ “સોનાની કુહાડી” ની વાર્તા યાદ આવી.
એટલે બે ફોનની લાલચમાં તેણીએ પ્રામાણિકતાનો પરિચય આપતા કહ્યું,
છોકરી : આ સોનાનો ફોન મારો નથી.
જીન : અરે ગાંડી મને રડાવશે કે શું? આને ધોઈને જો, આ તારો જ ફોન છે જે અંદર પડી ગયો હતો.
જોક્સ :
નોકરાણી : મેડમ, જલ્દી આવો.
તમારો બાળક મચ્છર ખાઈ ગયો છે.
મેડમ : અરે જલ્દી ડોક્ટરને બોલાવ.
નોકરાણી : મેડમ ચિંતા કરવાની કોઈ વાત નથી,
મેં બાળકને ઓલ આઉટ પીવડાવી દીધું છે.
જોક્સ :
પત્ની (રોમાન્ટિક થઈને) : સાંભળો છો… હું તમને કેટલી સારી લાગું છું?
પતિ : ઘણી સારી લાગે છે.
પત્ની (હરખાઈને) : પણ કેટલી એ તો ક્યો…
પતિ : એટલી બધી કે મન કરે છે કે તારા જેવી જ બીજી લાવી દઉં.