મજેદાર જોક્સ : પહેલો મિત્ર : ગઈકાલે મારી પત્ની કૂવામાં પડી ગઈ હતી બિચારી ખૂબ રડી રહી હતી. બીજો મિત્ર …

0
3877

જોક્સ :

શિક્ષક : મને કહો કે જો કોઈ ગ્રહ પૃથ્વી સાથે અથડાય તો શું થશે?

પપ્પુ : ટન્ન… એવો અવાજ આવશે.

શિક્ષક : કેમ?

પપ્પુ : કારણ કે સની લીઓને કહ્યું છે કે, યે દુનિયા… યે દુનિયા પિત્તલ દી….

જોક્સ :

એકવાર રાજુના પિતા તેને જંગલ બતાવવા લઈ ગયા.

ત્યાં રાજુએ ઝાડ પર લટકતો સાપ જોયો.

રાજુ (સાપને) : અરે સાપ ભાઈ, અહીં લટકવાથી કંઈ નહીં થાય, મમ્મીને કહે જે કોમ્પ્લેન પીવાડાવે.

જોક્સ :

શિક્ષકે પરીક્ષામાં “આળસ શું છે?” તેના પર નિબંધ લખવા માટે કહ્યું.

એક વિદ્યાર્થીએ પુરવણીના બધા પાના ખાલી રાખ્યા અને છેલ્લા પાના પર લખ્યું,

“આને કહેવાય આળસ.”

જોક્સ :

એક સંબંધીના લગ્નમાં એક સુંદર છોકરીએ મને પૂછ્યું : “શું તમે ડાન્સ કરશો.”

મેં ખુશીથી કહ્યું : હા, કેમ નહીં.

પછી તે છોકરી બોલી : તો હું તમારી ખુરશી લઈ લઉં બેસવા માટે.

જોક્સ :

પહેલો મિત્ર : ગઈ કાલે મારી પત્ની કૂવામાં પડી ગઈ હતી.

બિચારી ખૂબ રડી રહી હતી.

બીજો મિત્ર : હવે તેને કેવું છે?

પહેલો મિત્ર : સારું જ હશે. કારણ કે 3 કલાકથી કૂવામાંથી અવાજ આવી રહ્યો નથી.

જોક્સ :

ટીટીએ મોન્ટુને પ્લેટફોર્મ પર પકડ્યો.

ટીટી : ટિકિટ દેખાડ.

મોન્ટુ : અરે હું તો ટ્રેનમાં આવ્યો જ નથી.

ટીટી : સાબિતી શું છે?

મોન્ટુ : અરે સાબિતી એ છે કે મારી પાસે ટિકિટ નથી.

જોક્સ :

શિક્ષક : કાળ કેટલા પ્રકારના હોય છે?

સુરેશ : 3 પ્રકારના. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ.

શિક્ષક : તેનું એક ઉદાહરણ આપ.

સુરેશ : ગઈ કાલે મેં તમારી દીકરીને જોઈ, આજે હું તેને પ્રેમ કરું છું અને કાલે હું તેને ભગાડીને લઈ જઈશ.

શિક્ષકે ફૂટપટ્ટીથી સુરેશના બધા કાળની દશા બદલી દીધી.

જોક્સ :

અત્યંત ધોધમાર વરસાદમાં મોડી રાત્રે એક માણસ પિઝા લેવા ગયો.

પિઝાવાળો : શું તમે પરણેલા છો?

માણસ : હાસ તો વળી, બાકી આટલા વરસાદમાં કઈ માં પોતાના દીકરાને પિઝા લેવા મોકલે?

જોક્સ :

છોકરો લગ્ન માટે છોકરીને જોવા ગયો.

તેણે વિચાર્યું કે છોકરી સાથે અંગ્રેજીમાં વાત કરીશ.

તેણે છોકરીને પૂછ્યું : ઈંગ્લીશ ચાલશે ને?

છોકરી : મગની દાળ અને સીંગ દાણા હશે તો દેશી પણ ચાલશે.

જોક્સ :

પરીક્ષા આપતી વખતે એક વિદ્યાર્થી એકદમ ટેંશનમાં બેઠો હતો.

શિક્ષક : તું કેમ પરેશાન છે?

વિદ્યાર્થી ચૂપ રહ્યો.

શિક્ષક : શું તું તારી પેન ભૂલી ગયો છે?

વિદ્યાર્થી ફરી ચૂપ રહ્યો.

શિક્ષક : શું થયું રોલ નંબર ભૂલી ગયો?

વિદ્યાર્થી ફરી ચૂપ રહ્યો.

શિક્ષક : શું તું કેલ્ક્યુલેટર ભૂલી ગયો છે?

વિદ્યાર્થી : અરે ચૂપ રહે મારી માં.

અહીં હું ખોટા વિષયની કાપલી લઇ આવ્યો છું અને તમને પેન-કેલ્કયુલેટરની પડી છે.

જોક્સ :

એકવાર એક શાળામાં આગ લાગી.

તમામ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા.

બધા ખૂબ ખુશ હતા, પરંતુ એક બાળક ખૂબ ઉદાસ થઈને શાળાએથી જઈ રહ્યો હતો.

વાલીએ તેને પૂછ્યું : બધા બાળકો ખૂબ ખુશ છે. પણ તું ઉદાસ કેમ છે?

બાળકે કહ્યું : શાળા તો આગથી બળી ગઈ.

પણ શિક્ષકો બધા બચી ગયા.

કાલે તેઓ મેદાનમાં બેસીને ભણાવવાનું શરૂ કરી દેશે.

જોક્સ :

છગન અને મગન ચંદ્ર પર જવા નીકળ્યા.

રોકેટ ઉપડ્યું, પરંતુ અડધા રસ્તેથી પાછું આવ્યું.

જ્યારે તેમને કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું,

આજે તો અમાસ છે, ચંદ્ર તો હશે જ નહિ તો ઉપર જઈને શું કરીશું?

જોક્સ :

એક છોકરી પોતાની સ્કૂટી મિકેનિક પાસે લઈ ગઈ.

છોકરી : મારે સ્કૂટીની સર્વિસ કરાવવી છે.

સ્કૂટી તપાસ્યા પછી મિકેનિક : મેડમ એન્જિનમાં ઓઇલ ઓછું છે.

અને બ્રેક યોગ્ય રીતે કામ કરતા નથી.

લાઈટ પણ બંધ થઇ ગઈ છે.

છોકરી : અરે એ નાની નાની પ્રોબ્લેમ જવા દો,

પહેલા તેનો કાચ ઠીક કરો, તેમાં મારો ચહેરો બરાબર દેખાતો નથી.