જોક્સ :
પપ્પુ અને ગપ્પુ વાત કરી રહ્યા હતા…
પપ્પુએ કહ્યું : મારા બોસ બધાને પરેશાન કરતા હતા,
તેથી ગઈકાલે સાંજે મેં તેના ટિફિનના બેગમાં ચોકલેટ બે મૂકી અને એક ચિઠ્ઠી પણ મૂકી.
તે ચિઠ્ઠીમાં લખ્યું હતું – જાનુ બંને ચોકલેટ તમે જ ખાજો, પેલી ચૂડેલને ન આપતા.
આજે બોસ લંગડાતા લંગડાતા ઓફિસે આવ્યા,
તેમનો ચહેરો એટલો સોજી ગયો હતો કે એક આંખ ખોલી શકતા ન હતા.
જોક્સ :
કોઈને એમ કહો કે આ બ્રહ્માંડમાં અબજો તારાઓ છે, તો તે સરળતાથી વિશ્વાસ કરશે.
પણ તેને એમ કહો કે આ દરવાજા પર તાજો પેઇન્ટ કર્યો છે, તો તે વ્યક્તિ તેના પર આંગળી લગાવીને ચેક કરશે જ.

જોક્સ :
ઘણા સમય પછી હું એક મિત્રને મળ્યો.
જ્યારે તેની હાલત વિશે પૂછ્યું તો તેણે કહ્યું, પરસ્ત્રી ખરાબ છે.
મેં વિચાર્યું કે કદાચ તે કોઈના ચક્કરમાં હતો, પણ હવે અક્કલ આવી ગઈ હશે. મેં બહુ ધ્યાન આપ્યું નહીં.
પરંતુ જ્યારે તેણે કહેવાનું શરૂ કર્યું –
પરસ્ત્રી અઘરી છે…
પરસ્ત્રી હાથમાંથી નીકળી ગઈ છે…
પરસ્ત્રી કાબૂમાં નથી આવી રહી…
તો મારું મગજ ચકરાવા લાગ્યું.
પછી તેણે મોંમાં ભરેલો માવો થૂંક્યો ત્યારે હું સમજી ગયો કે બિચારો ‘પરિસ્થિતિ’ વિશે વાત કરી રહ્યો છે.
જોક્સ :
પતિ 4 દિવસથી ટેંશનમાં હતો.
તે પત્નીને દરરોજ પૂછતો : મારું 2000 ની નોટોનું બંડલ મળતું નથી.
તેના લાલ કલરનું રબર બેન્ડ લગાવેલું હતું.
એ સાંભળી સાંભળીને પત્ની કંટાળી ગઈ અને ચોથા દિવસે ગુસ્સામાં બોલી,
આ લો તે લાલ કલરનું રબર બેન્ડ. ચાર દિવસથી એક રબર બેન્ડ માટે રડી રહ્યા છો.
જોક્સ :
આજે જૂના ગણિતના સાહેબ મળ્યા. તે નિવૃત્ત થયા હતા.
મેં ખબર અંતર પૂછ્યા, દિલ ખુશ થઈ ગયું.
પછી વિદાય લેતી વખતે મેં તેમનો મોબાઈલ નંબર પૂછ્યો.
તેમણે કહ્યું : નવ અબજ છેતાળીશ કરોડ સોળ લાખ અઠ્ઠાવન હજાર એકસો તેત્રીસ.
કસમથી મારી મગજની બત્તી ગુલ થઈ ગઈ.
જોક્સ :
મારો મિત્ર તેની પત્ની અને સાળી સાથે કારમાં ક્યાંક જવાનો હતો.
કારમાં ગીતો સાંભળવા મારી પેનડ્રાઈવ લીધી.
મેં ગઈકાલે જ પેન ડ્રાઈવમાં “સુખ-દુઃખ” શીર્ષક વાળા થોડા ગીતો નાખ્યા હતા.
મિત્ર કાર ચલાવતો હતો.
પત્ની પાછળ બેઠી હતી. સાળી આગળની સીટ પર બેઠી હતી.
ગીત ચાલુ કર્યા.
પહેલું ગીત વાગ્યું : આગળ સુખ છે… પાછળ દુ:ખ છે…
પત્ની ગુસ્સે થઈ ગઈ.
કાર ઉભી રખાવી અને કારમાંથી ઉતરી ગઈ. સાળી પણ નીચે ઉતરી.
જેમ તેમ કરીને સમજાવી. પત્ની આગળની સીટ પર બેઠી. સાળી પાછળની સીટ પર બેઠી.
ગાડી આગળ વધારી.
ત્યાં સુધીમાં ગીત બદલાઈ ગયું.
બીજી ગીત વાગ્યું : આવવા-જવાનું ચાલતું રહેશે, દુ:ખ આવશે, સુખ જશે.
પત્ની ફરી ગુસ્સે થઈ. ગાડી ઉભી રખાવી.
ગુસ્સામાં તે પોતે પણ પાછળની સીટ પર બેસી ગઈ. આગળની સીટ ખાલી થઈ ગઈ.
ગાડી ફરી ચાલુ થઈ.
આગલું ગીત વાગ્યું : સુખ અને દુ:ખ બંને જીવનમાં સાથે રહે છે, ક્યારેક તડકો તો ક્યારેક છાંયો…
પત્ની હવે ગુસ્સામાં પતિને ગમે તેમ બોલવા લાગી.
મને ચિડાવવા માટે તમે જાણી જોઈને આવા ગીતો વગાડો છો.
ગુસ્સામાં સાળીને ફરી આગળની સીટ પર મોકલી દેવામાં આવી.
ગાડી આગળ વધી.
આગળ ગીત આવ્યું.
દુ:ખની ચિંતા કેમ કરે છે, દુ:ખ તો આપણો સાથી છે, સુખ તો ઢળતી સાંજ છે, આવે છે અને જાય છે….
હવે પત્ની વિફરી. બડબડતી કારમાંથી નીચે ઉતરી અને રસ્તા પર ચાલવા લાગી.
બગડતું વાતાવરણ જોઈને સાળી પણ કારમાંથી નીચે ઉતરી બીજા રસ્તા પર પગપાળા ચાલવા લાગી.
ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો મિત્ર વિચારવા લાગ્યો, મારે મારી પત્નીને મનાવવા જવું જોઈએ કે બીજી તરફ મારી સાળીને મનાવવા જવું જોઈએ?
ત્યાં સુધીમાં આગલું ગીત શરૂ થઈ ગયું.
દુનિયા એક નદી છે, સુખ અને દુ:ખ બે કિનારા છે, ક્યાં જવું એ ખબર નથી, આપણે વહેતો પ્રવાહ છીએ.