પિતાએ દુનિયા છોડતા પહેલા પુત્રને આપી એવી સલાહ કે એનું જીવન બદલાઈ ગયું, દરેકે જરૂર વાંચવું જોઈએ

0
14236

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આપણા માં બાપ આપણને જે સલાહ આપે છે, તે આપણા સારા ભવિષ્ય માટે જ આપતા હોય છે. આપણા વડીલો આપણને જે કહે છે, તે પણ આપણા ભલા માટે જ કહેતા હોય છે. માટે આપણે એમની વાતો પર સમય કાઢીને વિચાર કરવો જોઈએ અને એનું અનુસરણ કરવું જોઈએ.

દુનિયાના દરેક માં બાપને એ ચિંતા હોય છે કે, એમના બાળકો જીવનમાં ખુબ જ આગળ વધે અને ક્યારેય એના પર મોટી મુસીબત ન આવે. તેઓ આપણું ભલું જ ઇચ્છતા હોય છે. અને આજે અમે તમને એક એવી જ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક પિતાએ પોતાના અંતિમ સમયમાં એના છોકરાને એવી સલાહ આપી, જે એનાથી એના પુત્રનું જીવન એકદમ બદલાઈ ગઈ. તો ચાલો વિસ્તારથી જાણીએ કે એ પિતાએ શું કહ્યું હતું.

આજની સ્ટોરી છે એક ખૂબ જ અમીર પરિવારની. એ પરિવારમાં એક વડીલ હતા જે ઘણા બીમાર રહેતા હતા. એક વાર એમણે પોતાના દીકરાને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, દીકરા હવે મને નથી લાગતું કે હું વધારે સમય તારી સાથે રહીશ. એટલે મારી એક છેલ્લી ઈચ્છા છે જે તારે પુરી કરવાની છે. મારી અંતિમ ઈચ્છા એ છે કે, જ્યારે હું મ-રી જાઉં એટલે જે મારી અંતિમ યાત્રા કાઢવામાં આવે તે સમયે મને આ ફાટેલું મોજુ પહેરાવીને રાખજે અને મારી આ ઈચ્છા જરૂર પૂરી કરજે.

દીકરો ઈચ્છતો ન હતો કે એના પિતાને કાંઈ થાય. પણ મ-રુ-ત્યુ તો સનાતન સત્ય છે. અને થોડા દિવસો પછી એ વડીલ પિતાનું મ-રુ-ત્યુ-થ-ઈ ગયું. વિધિ કરવા માટે જયારે પંડિત ઘરે આવ્યા, ત્યારે દીકરાએ એ પંડિતને પોતાના પિતાની છેલ્લી ઇચ્છા જણાવી. પરતું પંડિતે કહ્યું કે, આપણા ધર્મમાં અંતિમયાત્રામાં કોઈપણ વ્યક્તિને એક પણ વસ્તુ પહેરાવી શકાતી નથી. આ સાંભળી દીકરો દુઃખી થયો. કારણ કે, દીકરાએ તો એના પપ્પાની આખરી ઈચ્છા પૂરી કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી હતી.

આ વાત ધીમે ધીમે આખા શહેરના પંડિતો સુધી પહોંચાડી. પરંતુ કોઈ પણ પંડિત આ પરવાનગી આપવા માટે તૈયાર ન હતું. છેલ્લે કોઈ નિર્ણય આવ્યો નહીં. કોઈ નિર્ણય ન આવવાથી દિકરો ખુબ જ નીરાશ થઈ ગયો. એટલામાં ત્યાં ઉભેલા માણસોમાંથી એક વ્યક્તિ એ દીકરાની પાસે આવ્યો અને દીકરાના હાથમાં તેના પપ્પાએ લખેલો એક કાગળ આપ્યો.

દીકરાએ રડતા રડતા આ કાગળ વાંચવાનું શરૂ કર્યું તેમાં લખ્યું હતું કે, મારા વ્હાલસોયા દિકરા, તું જોઈ રહ્યો છે ને કે આપણી પાસે અઢળક રૂપિયા, બંગલા, ગાડીઓ ઘણું બધું છે, પરંતુ હું એક ફાટેલુ મોજુ પણ સાથે નથી લઈ જઈ શકતો. એક દિવસ તારે પણ આ મ-રુ-ત્યુનો સામનો કરવાનો રહેશે, માટે તું પણ અત્યારથી જ તૈયાર રહેજે, તારે પણ માત્ર એક સફેદ કપડામાં જ જવું પડશે.

આથી પ્રયત્ન કરજે કે, પૈસા માટે કોઈને દુઃખ ન આપતો, ખોટા કામ કરીને પૈસા ન કમાતો, પૈસાને ધર્મના કાર્યમાં જ વાપરજે. બધાને એ જાણવાનો અધિકાર છે કે શરીર છૂટ્યા પછી માત્ર કર્મ જ સાથે જાય છે.

દુનિયાનો દરેક માણસ પૈસા પાછળ ત્યાં સુધી ભાગે છે જ્યાં સુધી તેનું મ-રુ-ત્યુ નથી થઈ જતું. દીકરા અમુક વાતોને જીંદગી ભર યાદ રાખજે, જેમકે જે લોકો તમારી સાથે દિલથી વાત કરી રહ્યાં હોય, તેને ક્યારેય પણ મગજથી જવાબ ન આપવો. એક વર્ષમાં 50 મિત્રો બનાવવા એ સામાન્ય બાબત છે. પરંતુ ૫૦ વર્ષ સુધી એક મિત્ર સાથે મિત્રતા નિભાવવી એ ખાસ બાબત છે. આવું તો ઘણી જગ્યા પર સાંભળવા મળે છે. એક મિનિટમાં કોઈનું જીવન નથી બદલાતું, પણ એક મિનીટ વિચાર્યા પછી લખીને નિર્ણય લેવાથી આખું જીવન બદલાઈ જાય છે.

મિત્રો, આ પિતાએ તો એના દીકરાને આવી સારી સલાહ આપી છે. પણ તે ફક્ત એના માટે જ નથી. આ સલાહ તો આપણે દરેક પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે. આ સલાહ દરેક લોકોને એના જીવનમાં ખુબ જ કામ આવે એવી છે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.