મેજદાર જોક્સ : ગ્રાહક : તમારી ભેંસની એક આંખ ખરાબ છે છતાં તમે 45000 માંગો છો. કાનજીકાકા : તમારે…

0
5100

જોક્સ :

શિક્ષક : એક સ્ટોરી સંભળાવો, જેમાં બોધ પણ હોય.

મોન્ટુ : મેં તેને ફોન કર્યો ત્યારે તે સૂઈ રહી હતી,

પછી તેણીએ મને ફોન કર્યો કે હું સૂઈ રહ્યો હતો.

બોધ : જેવું કરશો તેવું ફળ મેળવશો.

જોક્સ :

ડોક્ટર : હવે તમારી પર કોઈ સંકટ નથી, છતાં પણ આટલા ડરી કેમ રહ્યા છો.

દર્દી : જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો તેના પર લખેલું હતું – ‘જિંદગી રહી તો ફિર મિલેંગે.’

જોક્સ :

પતિ : હું તને તારા જન્મદિવસે એક સુંદર ભેટ આપવા માંગુ છું.

પત્ની : શું આપશો?

પતિ : સામેની દુકાનમાં લટકતી પેલી સાડી કેવી છે?

પત્ની (ખુશ થઈને) : ખૂબ સુંદર છે.

પતિ : બસ, મેં તારા માટે એકદમ એવા જ રંગનો રૂમાલ લીધો છે.

પત્નીએ તરત જ છૂટાછેડા માટે વકીલને ફોન કર્યો.

જોક્સ :

રાજુ : સમોસા ખોલીને માત્ર અંદરનો મસાલો જ ખાતો હતો.

સંજુ : અરે! તું આખા સમોસા કેમ નથી ખાતો?

રાજુ : અરે હું બીમાર છું એટલે ડોક્ટરે મને બહારની વસ્તુઓ ખાવાની પરેજી રાખવાની કીધી છે.

જોક્સ :

રમેશ દા-રૂ પીને કાર ચલાવી રહ્યો હતો.

પોલીસ : બહાર નીકળ.

રમેશ : માફ કરો સાહેબ.

પોલીસ : દા-રુ પી-ને કાર ચલાવે છે, મોં ખોલ.

રમેશ : અરે ના સાહેબ પહેલાથી ઘણો દા-રૂ પી-ધો છે, હજી કેટલો પીવડાવશો.

જોક્સ :

પત્ની : લગ્ન પહેલા તમે મને હોટેલ, સિનેમા અને બીજી ઘણી જગ્યાએ લઈ જતા હતા.

હવે લગ્ન પછી ઘરની બહાર પણ નથી લઈ જતા.

પતિ : તું એ ચૂંટણી પછી કોઈને પ્રચાર કરતા જોયા છે.

જોક્સ :

બેંક લૂ-ટ્યા બાદ…

લૂ-ટારો : તમે મને બેંક લૂ-ટતા જોયો?

કર્મચારી : હા.

લૂ-ટારાએ કર્મચારીને ગો-ળી મા-રી-ને પપ્પુને પૂછ્યું : તમે કંઈક જોયું?

પપ્પુ : ના, પણ મારી પત્નીએ જોયું છે, અને તે એવું પણ કહી રહી હતી કે પોલીસને પણ જણાવીશ.

જોક્સ :

છગન : પહેલા મને લાગતું હતું કે હું બધા કામ બરાબર કરું છું.

અને હું ક્યારેય ખોટો નથી હોતો.

પછી એક દિવસ મારા લગ્ન થઇ ગયા.

જોક્સ :

ભારતમાં કુલ 22546464372 લોકો આળસુ છે.

એમાંથી કેટલાક એટલા આળસુ છે કે તેમણે ઉપરની સંખ્યા વાંચી નથી.

હવે વાંચશો નહીં, તમારી ગણતરી પણ તેમાં થઇ ગઈ છે.

જોક્સ :

ગ્રાહક : તમારી ભેંસની એક આંખ ખરાબ છે છતાં તમે તેના 45000 માંગો છો.

કાનજીકાકા : તમારે ભેંસ દૂધ માટે જોઈએ છે કે ભરતકામ કરાવવા માટે?

જોક્સ :

પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો – “માલ્યાર્પણ” નો અર્થ શું છે?

એક વિદ્યાર્થીએ લખ્યું : સરકારી બેંકો દ્વારા ગરીબ લોકોની મહેનતની કમાણી,

માલ્યાને અર્પણ કરવામાં આવે તેને માલ્યાર્પણ કહેવામાં આવે છે.

જોક્સ :

છગન (પાર્ટીમાં પોતાના બોસને) : સાહેબ તમારી પત્ની દેખાતી નથી ને.

બોસ : હું તેને મારી સાથે પાર્ટીમાં નથી લાવતો.

છગન : કેમ સાહેબ?

બોસ : તે ગામડાની છે ને એટલે?

છગન : ઓહ માફ કરજો, મને લાગ્યું કે તે ફક્ત તમારા એકલાની છે.

હવે છગન નોકરી શોધી રહ્યો છે.