જોક્સ :
પત્ની : તમે તો મારા માટે બે હજારની નોટ જેવા છો.
પતિ : વાહ વાહ… શું વાત છે.
પત્ની : કંકોડુ વાહ! ના છૂટા કરવાનું મન થાય, ના તો સંઘરી રાખવાનું.
જોક્સ :
છોકરીએ તેના BF ફોન કર્યો, પણ ફોન BF ના નાના ભત્રીજાએ ઉપાડ્યો.
છોકરી : તારા અંકલને ફોન આપને બેટા.
ભત્રીજો : તમારું નામ?
છોકરી : તારા અંકલને કહે કે એમની જાનેમનનો ફોન આયો છે.
છોકરાએ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગઈ.
છોકરાએ ભોળાપનમાં કહ્યું : પણ આન્ટી મોબાઈલમાં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે.
જોક્સ :
જીંદગીમાં હું ક્યારેય ભૂલ કરતો જ નથી,
એવી ડંફાસ મારનાર….. પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.
જોક્સ :
અમુક વર્ષ પછી એવો સમય આવશે કે પતિ-પત્ની સાથે રહેતા હશે… તેને સંયુક્ત કુટુંબ કહેવામાં આવશે.
જોક્સ :
ટૂંકું ને ટચ જ્ઞાન;
જીંદગી પરિસ્થિતિ મુજબ જ જીવવી પડે.
સુવિચારો મુજબ તો ગાભા નીકળી જાય.
જોક્સ :
એક ભાઇ પાર્કમાં બીજી સ્ત્રી સાથે પકડાઈ ગયો,
પોલીસ : કોણ છે આ? સાચે સાચું બોલજો.
ભાઇ : મારી કઝીન વાઈફ છે!
પોલીસ હજી વિચારે છે.
જોક્સ :
મહિલાઓમાં લગ્ન્ન પ્રસંગે સાફા બાંધવાની ફેશન વધી છે…
કારણ જાણ્યું કે રૂ ૩૦૦૦ માં હેરસ્ટાઇલ કરાવવી એના કરતા ૩૦૦ નો સાફો શું ખોટો?
જોક્સ :
ભલમનશાહીનો જમાનો છે આ ભલા?
મહામહેનતે મિત્રને શોધ્યા અને ગાડામાં રાતે ઘેર પહોંચાડ્યા ને…
સવારે ભાભીનો ફોન આવ્યો કે, આનું એક ચંપલ ક્યાં પાડી આવ્યા?

જોક્સ :
ઓછી હાઈટવાળા જોડે ઝગડો કરવામાં ધ્યાન રાખવું.
મારા બેટા આપડા કરતા પહેલાં પથ્થર ઉપાડી લે.
જોક્સ :
દુનીયાની સૌથી મોટી ગેરસમજ.
જયારે બજાર ચાલે છે ત્યારે લોકોને ભ્રમ થઇ જાય છે કે તેનું દિમાગ ચાલે છે!
લી. શેર માર્કેટ
જોક્સ :
પત્ની : રોજ આમળાં ખાવ, લો-હી સાફ, ચોક્ખું થશે.
પતિ : જેવું છે તેવું પી, ખોટા નખરા ન કર.
જોક્સ :
પત્ની : ચાલો તૈયાર થઈ જાવ, રાવણ દહન જોવા જવું છે.
પતિ : તું છોકારાવને લઈને જા મને એમાં રસ નથી.
પત્ની : તમને તો ખાસ લઈ જવા છે.
રાવણ દહન જોવાના બહાને તમને ખબર પડે કે પારકા બૈરા ઉપર નજર બગાડીયે તો શું થાય?
જોક્સ :
મગનો : હું shaadi ડોટ com પર રજીસ્ટર્ડ છું.
સંતુડી : પણ હું jivansaathi ડોટ com પર રજીસ્ટર્ડ છું
પણ મારા બાપા બીજી com માં લગન કરવાની ના પાડે છે.
જોક્સ :
જ્ઞાતિગત પ્રકૃતિ એ માણસની ઓળખ છે. એક મેરેજ હોલમાં ચાર વિંગ હતી અને ચારે ચારમાં અલગ અલગ જ્ઞાતિના દીકરાઓના લગ્ન હતાં. આ ચારે ચાર માંડવામાં એક વસ્તુ કોમન હતી કે વરરાજાના બાપને એના મોટા ભાઈ સાથે સારા સંબંધો ન હતા અને તમામ લગ્નમાં મોટા ભાઈની ગેરહાજરી હતી.
પહેલી વિંગમાં વાણિયાના લગ્ન હતાં. ત્યાં એક જણો પંચાત કરવા વરના પિતા પાસે આવ્યો અને પૂછ્યું, “દલીચંદભાઈ કેમ નથી દેખાતા?” વાણિયાએ ની:સંકોચ કહ્યું અરે દલીચંદભાઈ ન દેખાઈ એવું બને કોઈ દિવસ? આ આખો ઠઠારો દલીચંદભાઈ ઉપર જ છે. પણ દલીચંદભાઈ અને કંચનભાભી મારી દીકરીના સાસુ સસરા લંડનથી આવે છે તેને એર પોર્ટ ઉપર તેડવા ગયા છે!
બીજી વિંગમાં નાગરના લગ્ન હતાં. ત્યાં તો પંચાતિયા હોય જ! એટલે વરના બાપ પાસે એક જણો ગયો અને પૂછ્યું, “કર્મજ્ઞભાઈ નથી આવવાના?” નાગર ગૃહસ્થ ગળગળા થઇ ગયા અને કહ્યું, “શું કહું? હું અને તમારી ભાભી કર્મજ્ઞભાઈ અને સુવર્ણાભાભી પાસે ત્રણ વખત માફી માંગવા ગયા અને કહ્યું કે તમારા વગર પ્રસંગ પર નહિ પડે પણ માન્યા જ નહિ! અમારા ભાઈ તો લાગણીવાળા છે પણ ભાભીનો સ્વભાવ બહુ માથાભારે છે.” નાગરમાં પુરુષો હંમેશા સારા અને લાગણીશીલ હોય છે માત્ર સ્ત્રીઓ જ માથાભારે હોય છે અને ઘરની તમામ સમસ્યા માટે જવાબદાર માનવામાં આવે છે!
ત્રીજી વિંગમાં લોહાણાના લગ્ન હતાં. ત્યાં એક જણો આવીને વરના બાપને કહે, “કારૂભાઇ ક્યાં છે?” લોહાણા બંધુ બોલ્યા, “મેં કારુને ફોન કઈરો તો અને કીધું તું કે પરેશના લગન છે.” હવે આવવું હશે તો આવશે નહીંતર માઇ જાય!
ચોથી વિંગમાં પટેલના લગ્ન હતાં ત્યાં એક જણો આવ્યો અને વરના પિતાને પૂછ્યું, “આ બાવનજીભાઇ ક્યારે આવશે?” પટેલે કહ્યું, કાં, બાવનજી તારો બાપ થાય છે? આજે તને કોણ જમાડવાનું છે – હું કે બાવનજી? તો પછી બાવનજીનો દીકરો થતો છાનીમૂનીનો બેસ ને!