જોક્સ : છોકરો બાઈક ચલાવી રહ્યો હતો. એક છોકરીએ સ્કૂટીથી તેને ઓવરટેક કર્યો. છોકરાએ…

0
4778

હસવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ એક વાત આપણે બધા પાસેથી સાંભળીએ છીએ. હસવાની કોઈ પણ તક છોડવી નહિ જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સાથે જ તે તમારી બધી પરેશાનીઓને પણ દૂર કરી દે છે. ફિલ્મ ‘કલ હો ના હો’ ની આ લાઈન ‘હસો મુસ્કુરાઓ ક્યા પતા કલ હો ના હો’ આપણા બધા પર એકદમ ફિટ બેસે છે.

પણ હવે સવાલ એ છે કે ખુશ કેવી રીતે રહેવામાં આવે? જો તમે ખુશ રહેવાનું કારણ શોધી રહ્યા છો, તો આજે આ લેખમાં અમે તમારા માટે કારણ લઈને આવ્યા છીએ. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે ઈન્ટરનેટ પર વાયરલ થોડા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચ્યા પછી ખરેખર તમે પોતાને હસતા અટકાવી નહિ શકો. તો રાહ શેની? ચાલો શરુ કરીએ હસવા હસાવવાનો આ સુંદર સિલસિલો.

જોક્સ : 1

એક નાના છોકરાને કોઈએ સવાલ પૂછ્યો,

બિલાડી પૂંછડી કેમ હલાવે છે?

છોકરાએ એકદમ નિર્દોષતાથી જવાબ આપ્યો,

કેમ કે, પૂંછડી એની છે, તારા બાપની નથી.

જોક્સ : 2

પત્ની ગુસ્સામાં પતિને કહે છે,

પત્ની : તમે ઘરમાં આ ચોર નોકર કેમ રાખ્યો છે?

પતિ : કેમ, શું થયું?

પત્ની : તમે પરમદિવસે હોટલમાંથી જે ચાંદીની પ્લેટ લાવ્યા હતા, તે આણે ગાયબ કરી દીધી છે.

જોક્સ : 3

છોકરાનો બાપ એની ધોલાઈ કરી રહ્યો હતો,

પાડોસી : બિચારાને કેમ આટલો બધો મા-રી રહ્યા છો, શું થયું?

છોકરાનો બાપ : કાલે સવારે એની સ્કૂલનું રિઝલ્ટ આવવાનું છે.

પાડોસી : પણ આજે કેમ મા-રી રહ્યા છો?

છોકરાનો બાપ : ભાઈ કાલે હું મારા ગામ જઈ રહ્યો છું.

જોક્સ : 4

ડાકુ મંગલ સિંહ પપ્પુના ઘરમાં ઘુસી ગયો,

ડાકુ : જલ્દી બોલ સોના કહા હૈ?

પપ્પુ : અરે આખું ઘર ખાલી છે, જ્યાં મરજી હોય ત્યાં સુઈ જા.

પપ્પુ હવે આખી રાત ડાકુના અડ્ડા પર ચોકીદારી કરે છે.

જોક્સ : 5

પિતા : દીકરા કેમ રડી રહ્યો છે?

કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવ હું તારો ફ્રેન્ડ જ છું, જણાવ શું થયું?

દીકરો : કઈં નહિ યાર, આજે વધારે ચોકલેટ માંગી લીધી,

તો તમારી આઈટમે ધોઈ નાખ્યો.

જોક્સ : 6

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.

પતિ : જે ચોરી કરે છે પાછળથી ખુબ પસ્તાય છે.

પત્ની (રોમાન્ટિક અંદાજમાં) : અને તમે આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી, મારું દિલ ચોર્યું હતું, એના વિષે તમારો શું ખ્યાલ છે?

પતિ : એજ તો કહી રહ્યો છું, જે ચોરી કરે છે તે પાછળથી ખુબ પસ્તાય છે.

જોક્સ : 7

ટીચર ક્લાસમાં પિંટુને પૂછે છે,

ટીચર : પિંટુ જણાવ જાન કેવી રીતે નીકળે છે?

પિંટુ : સર જાન બારીમાંથી નીકળે છે.

ટીચર : એટલે? હું સમજ્યો નહિ, સરખી રીતે જણાવ.

પિંટુ : સર કાલે પાડોસમાં એક છોકરી બોલી રહી હતી કે,

લાગે છે પપ્પા આવી ગયા છે, જાન તું બારીમાંથી નીકળી જા.

જોક્સ : 8

ભારતમાં જો રસ્તા પરથી જાન જઈ રહી હોય, અને સામેથી બસ અથવા કાર આવી જાય,

તો જાનમાંથી 15 લોકો તરત જ ટ્રાફિક પોલીસના હવલદારની ભૂમિકામાં આવી જાય છે.

જોક્સ : 9

છોકરો બાઈક ચલાવી રહ્યો હતો.

એક છોકરીએ સ્કૂટીથી તેને ઓવરટેક કર્યો.

છોકરાએ બૂમ પાડી : એ ભેંસ…

છોકરીએ પાછળ વળીને જોયું અને બૂમો પાડવા લાગી : ગધેડા, કુતરા, વાંદરા…

અચાનક છોકરીનું એક્સિડન્ટ થઈ ગયું,

તે આગળ એક ભેંસ સાથે અથડાઈ ગઈ.

મોરલ : છોકરી ક્યારેક નથી સમજતી કે છોકરા શું કહેવા માંગે છે.

જોક્સ : 10

સારું છે બધા દેવી દેવતાઓની જન્મ ભૂમિ ભારત જ છે,

નહિ તો પત્નીઓ કહેતી રહેતે કે,

લંડન વાળા ભૈરવ બાબાને ત્યાં માનતા માની છે ત્યાં જવાનું છે,

ઓસ્ટ્રેલિયા વાળી માતાજીને ત્યાં ચઢાવો ચઢાવવાનો છે,

અમેરિકાના જ્યોતિર્લિંગ પર પાણી ચઢાવવા જવાનું છે.

બિચારો પતિ તો એમ જ ખતમ થઈ જાત.

જોક્સ : 11

વેતાલે વિક્રમને ત્રણ સવાલ કર્યા અને કહ્યું, ત્રણેયનો જવાબ એક જ હોવો જોઈએ.

પહેલો સવાલ : દૂધ કેમ ઉભરાય જાય છે?

બીજો સવાલ : શાક હંમેશા બળી કેમ જાય છે?

ત્રીજો સવાલ : પાણી કેમ વહી જાય છે?

વિક્રમનો જવાબ : વોટ્સએપને કારણે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.