ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે કરો આ કામ, થશે લાભ.

0
316

લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મેળવવા ગણેશ ચતુર્થીના દિવસે કરો આ ઉપાય.

હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથની તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે, ગણેશ ચતુર્થીનો તહેવાર 31 ઓગસ્ટ 2022, બુધવારે ઉજવવામાં આવશે. આ શુભ દિવસે ભક્તો મોદક, લાડુ વગેરે અર્પણ કરીને ભગવાન ગણેશની પૂજા કરે છે. સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને ગણેશ ચતુર્થીના દિવસે કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને તેમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત માનવામાં આવે છે. વળી, આ વખતે 31 ઓગસ્ટ 2022 ના રોજ બુધવારે જ ગણેશ ચતુર્થી હોવાથી આ દિવસનું મહત્વ ઘણું વધી ગયું છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગણેશ ચતુર્થીના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી બાપ્પાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો તેના વિષે જાણીએ.

ગણેશ ચતુર્થીના ઉપાયો :

ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનને ઘી અને ગોળ અર્પણ કરો. ત્યારબાદ આ ગોળ અને ઘી ગાયને ખવડાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવે છે.

નોકરીમાં પ્રમોશન મેળવવા માટે પૂજા દરમિયાન ‘શ્રી ગણાધિપતયે નમઃ’ મંત્રનો જાપ કરતા સમયે ભગવાન ગણેશને હળદરની પાંચ ગાંઠ ચઢાવો.

લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ રાખો અને ગણપતિજીને માલપુઆ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને લગ્નમાં આવનારી તમામ અડચણો દૂર કરે છે.

જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમયથી અધૂરી રહે છે, તો ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશને તલના લાડુ ચઢાવો અને તેને પ્રસાદ તરીકે લઈને ઉપવાસના પારણા કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.