ૐ નું ઉચ્ચારણ આપણા માટે કેટલું ફાયદાકારક છે તે જાણશો તો દરરોજ તેનું ઉચ્ચારણ કરવાનું શરૂ કરી દેશો.

0
462

કોઈપણ ઘરની પૂજા ૐ વિના પુરી થતી નથી. કહેવાય છે કે ૐ વિના સૃષ્ટિની કલ્પના પણ કરી શકાતી નથી. એવું માનવામાં આવે છે કે, સમગ્ર બ્રહ્માંડમાંથી હંમેશા ૐ નો ધ્વનિ નીકળે છે. આજે હું તમને જણાવીશ કે ૐ શબ્દનો અર્થ શું છે. તેમાંથી નીકળતો અવાજ તમને રોગોથી કેવી રીતે છુટકારો અપાવી શકે છે. ૐ ના ઉચ્ચારણની સાચી રીત અને યોગ્ય સમય કયો છે.

ૐ એ માત્ર પવિત્ર ધ્વનિ નથી, પરંતુ શાશ્વત શક્તિનું પ્રતીક છે, ૐ ત્રણ અક્ષરોથી બનેલો છે. અ, ઉ અને મ. અ નો અર્થ થાય છે ઉત્પન્ન થવું, ઉ નો અર્થ થાય છે ઉઠવું એટલે કે વિકાસ, અને મ નો અર્થ છે મૌન થઇ જવું એટલે કે બ્રહ્મલીન થઇ જવું.

ૐ શબ્દ કોઈને કોઈ સ્વરૂપે આ વિશ્વની તમામ મુખ્ય સંસ્કૃતિઓનો મુખ્ય ભાગ છે. ૐ ના ઉચ્ચારથી જ શરીરના જુદા જુદા ભાગોમાં કંપન શરૂ થાય છે, જેમ કે ‘અ’ – શરીરના નીચેના ભાગમાં (પેટની નજીક) કંપન થાય છે. ‘ઉ’ – શરીરના મધ્ય ભાગમાં (છાતીની નજીક) કંપન થાય છે. ‘મ’ થી શરીરના ઉપરના ભાગમાં (મગજ) કંપન થાય છે.

ૐ શબ્દના ઉચ્ચારણથી ઘણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ થાય છે. અમેરિકામાં એક એફએમ રેડિયો પર સવારની શરૂઆત ૐ શબ્દના ઉચ્ચારણથી થાય છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, જો તમને પણ ઘણો તણાવ રહે છે. જો તમે નાની-નાની બાબતો પર પરેશાન થઇ જાવ છો તો ૐ નું ઉચ્ચારણ ક્યારે અને કેવી રીતે કરવું.

દરરોજ સવારે સૂર્યોદય સમયે ઉઠી જાવ, ત્યારબાદ કોઈ શાંત જગ્યાએ જઈને બેસો, સુખાસન કે અન્ય કોઈ સરળ રીતે બેસીને 108 વાર ૐ નું ઉચ્ચારણ કરો.

ૐ બોલતી વખતે સંપૂર્ણ ધ્યાન ફક્ત બોલવા પર રાખો, તેનાથી મગજમાં મૌન આવશે, આખું શરીર તણાવમુક્ત અને શાંત થવા લાગશે. આ સિવાય જો તમને મોટાભાગે ગભરામણ થાય છે તો તમારે દરરોજ ૐ નું ઉચ્ચારણ કરવું જોઈએ. તમારી આંખો બંધ કરીને અને 5 વખત ઊંડા શ્વાસ લો અને ૐ નું ઉચ્ચાર કરો. ૐ નું ઉચ્ચારણ કરવાથી ગળામાં કંપન ઉત્પન્ન થાય છે, જેની થાઈરોઈડ ગ્રંથિ પર સકારાત્મક અસર પડે છે.

ૐ ના ઉચ્ચારણથી હ્રદયની સમસ્યા અને પાચનતંત્ર બંને ઠીક રહે છે. ઊંઘ ન આવવાની સમસ્યા એટલે કે અનિંદ્રા થોડા સમયમાં જ દૂર થઈ જાય છે. તેથી પથારીમાં જાવ ત્યારે ૐ નું ઉચ્ચારણ કરવું જોઈએ.

– સાભાર અશોક પટેલ.