10 કલાક ઓફિસમાં બેસવાથી છીનવાઈ રહી છે શાંતિ અને આરામ, તો વર્ક પ્રેશર ઘટાડવા કરો આ કામ.

0
495

ઓફિસમાં સતત કામને કારણે શરીર અને મન થઇ રહ્યું છે ખરાબ તો આ કામ કરીને જાળવો તમારું સ્વાસ્થ્ય.

દોડધામથી ભરેલી આ જીંદગીમાં આપણે આપણા સ્વાસ્થ્ય સિવાય દરેક વસ્તુ પર ધ્યાન આપીએ છીએ. હા, સતત કામને કારણે આપણે સ્વાસ્થ્ય પર થોડું પણ ધ્યાન આપી શકતા નથી. આપણામાંથી મોટા ભાગના લોકો રોજના ઓછામાં ઓછા આઠથી દસ કલાક ઓફિસમાં કે દુકાનમાં પસાર કરીએ છીએ.

ઓફિસમાં હોવા દરમિયાન મોટાભાગના લોકો સતત કોમ્પ્યુટર સ્ક્રીનની સામે ખુરશી પર બેઠા હોય છે. અને તમે ઓફિસમાં જયારે પણ થોડા ફ્રી થાવ કે તમે તમારા મોબાઈલ પર ચોંટી જાઓ છો. ઘરમાં ખાવાનું ખાતી વખતે પણ આપણે કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોઈએ છીએ અથવા તો આપણી નજર ટીવી સ્ક્રીન પર જ રહે છે.

કામનું દબાણ ઘટાડવાના 4 સરળ પગલાં : રોજિંદા જીવનમાં આવેલા આ પરિવર્તનને કારણે જો કોઈ વસ્તુને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું હોય તો તે છે આપણું સ્વાસ્થ્ય. ઓફિસમાં એક જ રૂટીનમાં કામ કરતા રહેવું અને કામનું દબાણ અને હરીફાઈનું દબાણ તમને બીમારીનું ઘર નથી બનાવી રહીને તેનું ધ્યાન આપણે જ રાખવું પડશે. કારણ કે આ પ્રકારના વર્ક કલ્ચરની આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે.

સ્ટ્રેસ, પ્રેશર, સર્વાઇકલ વગેરેના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, જરૂરી છે કે આપણે આપણા રૂટીન વર્કમાં થોડો ફેરફાર કરીએ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપીએ. અહીં અમે એવી જ કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે તમારી જાતને ફિટ રાખી શકો છો.

1) વચ્ચે વચ્ચે બ્રેક લેતા રહો : આજકાલ 5 ડે વીક કલ્ચરને કારણે કામના કલાકો 9 થઈ ગયા છે. અને એવું ભાગ્યે જ બને છે કે આપણે નવ કલાકમાં ઓફિસ છોડી દઈએ. ક્યારેક ડ્યુટીનો સમય 10-11 કલાકનો હોય છે. એટલા માટે ઓફિસમાં કામ વચ્ચે ટૂંકા અંતરે બ્રેક લેતા રહેવું જરૂરી છે. બ્રેક લઈને થોડું ચાલો. ઓફિસમાંથી બહાર નીકળો અને સૂર્યપ્રકાશનો આનંદ માણો. ઓફિસ જવા માટે લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો. કારણ કે સતત બેસી રહેવાથી ફેટ તો વધે જ છે સાથે સાથે શરીરમાં જડતા પણ આવે છે.

2) આંખોની સંભાળ રાખો : આજનું વર્ક કલ્ચર કોમ્પ્યુટર કે મોબાઈલ સુધી સીમિત રહી ગયું છે. તેથી જ આંખો હંમેશા કોમ્પ્યુટર સ્ક્રીન પર અથવા મોબાઈલ સેટ પર સ્થિર રહે છે. એ જ કારણ છે કે આંખોમાં દુ:ખાવો, દૃષ્ટિમાં તકલીફ અને માથાનો દુ:ખાવો જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. એક-બે કલાક પછી થોડો વિરામ લો અને આંખોને આરામ આપો. તાજા પાણીથી આંખો સાફ કરતા રહો.

3) આહારમાં ફળોનો સમાવેશ કરો : વર્ક કલ્ચરની સાથે સાથે આપણી ખાવાની આદતો પણ બદલાઈ ગઈ છે. આપણામાંથી મોટાભાગના લોકો તૈયાર ખોરાક પર નિર્ભર બની ગયા છે. ઓફિસમાં કામ કરતી વખતે આપણે કેટલી ચા-કોપી પીએ છીએ તેની પણ આપણને ખબર નથી. આ પ્રકારનું ક્લચર ક્યાંકને ક્યાંક આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે અને જ્યાં સુધી કોઈ ગંભીર રોગ ન થાય ત્યાં સુધી આપણને તેની ખબર પણ પડતી નથી.

એટલા માટે ચા અને કોફીથી બને ત્યાં સુધી દૂર રહેવું જરૂરી છે. ભોજનમાં ફળોનો સમાવેશ કરો અને ભોજન પણ બ્રેક લઈને ખાઓ. એટલે કે લંચ ટાઈમ દરમિયાન એક જ વારમાં ભોજન ન ખાવો. તે ભોજનને બે કે ત્રણ વખત બ્રેક લઈને ખાઓ.

4) પ્રકૃતિ સાથે કરો મિત્રતા : આપણે ઓફિસ જવા માટે વહેલી સવારે ઘરેથી નીકળીએ છીએ અને મોડી સાંજે ઘરમાં પ્રવેશીએ છીએ. આપણે સૂર્ય, તડકા, પવન, ચંદ્રનો પરિચય ભાગ્યે જ મેળવી શકીએ છીએ. શરીરને સૂર્યપ્રકાશ કે તાજી હવા ન મળવી પણ બીમારીનું સૌથી મોટું કારણ હોય છે. સીધો સૂર્યપ્રકાશ અને તાજી હવા હાડકાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી સતત ખુરશી પર બેસી રહેવાને બદલે વચ્ચે-વચ્ચે ઉઠીને ઓફિસની બહાર નીકળીને તડકા કે હવાની મજા લેવી જરૂરી છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.