શિવજીને પ્રસન્ન કરવા માટે મોંઘી મીઠાઈઓ કે છપ્પન ભોગ બનાવવાની જરૂર નથી, માત્ર આ વસ્તુઓથી કરો તેમને પ્રસન્ન.
મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર આ વખતે 1 માર્ચે આવી રહ્યો છે. આ દિવસે ભગવાન શિવની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારના ભોગ ચઢાવવામાં આવે છે. જો કે ભગવાન શિવને માત્ર પાણી અને બીલીપત્ર ચઢાવવાથી જ ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે, પણ શિવરાત્રિના દિવસે ભગવાનને ભાંગ ચઢાવવાનું પણ વિશેષ મહત્વ છે.
એવું માનવામાં આવે છે કે, ભાંગ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને તે મહાશિવરાત્રીના અવસર પર વિશેષ રીતે ચઢાવવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને તેમાંથી બનેલા કેટલાક ખાસ પ્રસાદ વિશે જણાવીએ, જેને તમે ભોગના રૂપમાં ભોલેનાથને અર્પણ કરી શકો છો.
ભાં ગ કેવી રીતે બને છે? ભાંગના છોડના પાનમાંથી બનાવેલી પેસ્ટને ભાંગ કહેવાય છે, જે ખાવાથી ન-શો થાય છે. વૈજ્ઞાનિક રીતે ભાં-ગ ખાવાથી ડો-પા-મા-ઈ-ન હોર્મોનનું સ્તર વધે છે, જેનાથી આપણને આનંદનો અનુભવ થાય છે. ભાં-ગ દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે, પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરવાથી મગજ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી શકે છે અને તમને તેની લ-ત-લા-ગી શકે છે, તેથી શિવરાત્રિ અથવા હોળીના દિવસે તેની થોડી માત્રાનો જ ઉપયોગ કરો.
ભાંગ માલપુઆ : માલપુઆ ભગવાન શિવને ખૂબ જ પસંદ હોય છે. શિવરાત્રીના દિવસે ગોળમાંથી બનાવેલ માલપુઆ, હલવો અને કાચા ચણાનો ભોગ ભોલેનાથને જરૂર ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ વખતે શિવરાત્રી પર માલપુઆ બનાવવા માંગો છો, તો તેમાં થોડો ભાંગ પાવડર ઉમેરો. એનાથી માલપુઆનો સ્વાદ પણ વધશે અને ભાં ગ પણ ભોગમાં સામેલ થશે.

ભાંગ ઠંડાઈ : શિવરાત્રીના અવસર પર ઠંડાઈ ચોક્કસથી બનાવવામાં આવે છે. જો તમારે તેને ઘરે બનાવવી હોય તો દૂધ, ખાંડ, બદામ, કાજુ, પિસ્તા, વરિયાળી, ખસખસ, ઈલાયચી અને કેસર સારી રીતે રાંધીને તેમાં 1 ચમચી ભાંગની પેસ્ટ નાખો તો ભાંગ વાળી થંડાઈ તૈયાર થઈ જશે.
ભાં-ગ લસ્સી : ઠંડાઈ સિવાય તમે ભાંગની લસ્સી પણ બનાવી શકો છો. તેના માટે તમે અડધો કિલો દહીંમાં થોડું દૂધ, ખાંડ અને લગભગ 1 ચમચી ભાં ગનો પાઉડર ઉમેરીને તેને વલોણાથી અથવા મિક્સરમાં સારી રીતે મિક્સ કરો અને તમારી પસંદગીના સુકામેવા ઉમેરીને ભગવાન ભોલેનાથને અર્પણ કરો.
ભાંગના પકોડા : જો તમે શિવરાત્રિ પર કંઈક નમકીન બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ દિવસે તમે ભાંગના પકોડા ટ્રાય કરી શકો છો. તેના માટે ચણાના લોટ અને શાકભાજીને મિક્સ કરીને બનાવેલા સામાન્ય પકોડામાં તમારે થોડી પલાળેલી ભાંગ ઉમેરીને તેલમાં પકોડા તળી લેવા. ભોગ માટે પકોડા બનાવતી વખતે તેમાં ડુંગળી-લસણ ન નાખો.
ભાંગની બરફી : શિવરાત્રીના અવસરે ભાંગ ખાવાનો રિવાજ છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી ઘરે ભાંગની બરફી બનાવી શકો છો. તેના માટે માવાને સારી રીતે શેકી લો. તેમાં ઘી, ભાંગ, બદામનો પાઉડર અને ખાંડ ઉમેરીને સારી રીતે પકાવી લો અને ઠંડુ થયા પછી તેને પ્લેટમાં પાથરીને તેને બરફીના આકારમાં કાપી લો.
આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.