મજેદાર જોક્સ : નીતાએ મહેમાનને પૂછ્યું, મીઠાઈ તમને કેવી લાગી. મહેમાન : જાનવરો ખાય એવી. નીતા : તો પછી …

0
2045

જોક્સ :

તો ઠીક, કારણ કે…

પપ્પુ : સાહેબ! તમે મને એ માટે પણ સજા કરશો કે જે મેં કર્યું જ ના હોય?

સાહેબ : ના રે, એવું તે વળી કરાતું હશે?

પપ્પુ : તો ઠીક, કારણ કે આજે હું હોમવર્ક કરી લાવ્યો નથી.

જોક્સ :

બસભાડાની રીત

ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો. એ બસમાં મુસાફરી કરતો હતો. એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો.

જાડિયો ઊંઘતો ઊંઘતાં ચંદુ ઉપર પડતો હતો. અકળાઈને ચંદુ બોલ્યો, બસમાં માણસના વજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.

જાડિયો માણસ બોલ્યો, એમ હોત તો તારા જેવા દૂબળા માટે બસ ઊભી જ ના રહેતી હોત… કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે?

જોક્સ :

અકસ્માત ન થયો એટલે…!

આબુ પર્વતના એક ખતરનાક વળાંક આગળ કાર ઊભી રહેતાં શેઠે તેમના ડ્રાઈવરને કહ્યું, આ તો ખૂબ ખતરનાક વળાંક છે… અહીં તો ખાસ બોર્ડ મૂકીને સૌને ચેતવણી આપવી જોઈએ.

ડ્રાઈવર : શેઠજી! પહેલાં આ વળાંક ઉપર બોર્ડ મૂકેલું તો હતું જ, પરંતુ કોઈ અકસ્માત થતો જ નહોતો એટલે છેવટે બોર્ડ કાઢી નાખ્યું.

જોક્સ :

નામ રોશન કરું છું

નટખટ નીતા પોતાના ઘરના દરવાજા બહાર ઊભી ઊભી એના પપ્પાના નામની તખ્તી પાસે લાઈટો ગોઠવતી હતી, ત્યાં એના પપ્પા આવી ચડયા.

એમણે પૂછયું : બેટા, શું કરે છે?

તમારા નામને રોશન કરું છું! નીતાએ કહ્યું.

જોક્સ :

ટેવ છૂટી ગઈ…!

છગનલાલ : પહેલાં તો તમને હાથની આંગળીઓના નખ કરડવાની કુટેવ હતી, ખરું ને?

મગનલાલ : હા, કેમ?

છગનલાલ : એ કુટેવ તમે શી રીતે છોડી?

મગનલાલ : એ તો… મારા દાંત પડી ગયા એટલે આપોઆપ જ છૂટી ગઈ!

જોક્સ :

ટેલરિંગની ટ્રેઇનિંગ

નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી. ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.

એક વખત એની મમ્મીએ પૂછ્યું, બેટા! તને ક્યાં સુધીનું કામ આવડ્યું છે?

મમ્મી! મને ખિસું કાપતાં તો આવડી ગયું છે, હવે ગ-ળું-કા-પ-તાં શીખી રહી છું…!

જોક્સ :

કેવો સમય?

દિનેશ : ઘડિયાળમાં તેર ટકોરા પડે તો કેટલો સમય થયો કહેવાય?

રમેશ : ઘડિયાળ રીપેર કરાવવાનો…!

જોક્સ :

કેવી મીઠાઈ?

નટખટ નીતાને ઘેર આવેલા મહેમાન જમવા બેઠા હતા. નીતાએ મીઠાઈ બનાવી હતી. એણે મહેમાનને પૂછ્યું, મીઠાઈ તમને કેવી લાગી?

મહેમાન : જાનવરો ખાય એવી…

નીતા : તો પછી થોડી વધારે લ્યો ને…!

જોક્સ :

તમારો ફાયદો!

મેહુલ : અરે, દરજીકાકા! તમે આ પેન્ટ કેવું સીવી આપ્યું છે? હું દસ વર્ષનો છું ને જાણે કોઈ વીસ વર્ષના માણસને પહેરવા બનાવ્યું હોય એટલું મોટું બનાવ્યું છે!

દરજી : એમાં તને ફાયદો જ છે ને, દીકરા! દસ વરસ પછી તારે નવું પેન્ટ સીવડાવવું નહિ પડે!

જોક્સ :

ગળામાં દોરડું !

એક અજાણ્યો માણસ તળાવમાં ડૂબી રહ્યો હતો. એને જોતાં જ ચંદુ ચટપટ પાણીમાં કૂદી પડયો ને તેને બહાર કાઢ્યો. આથી ગામના લોકોએ ખુશ થઈને ચંદુનું સન્માન કરતાં કહ્યું,

ચંદુભાઈએ ડૂબતા માણસને બચાવવા જે સાહસ કર્યું તે બદલ ધન્યવાદ. જો કે ડૂબનાર માણસના ગળે દોરડું બાંધેલું હોઈ તે બચ્યો નથી તેની દિલગીરી છે…

ચંદુ તરત ઊભો થઈને બોલ્યો, મ-ર-ના-ર-ના ગળામાં દોરડું પહેલેથી નહોતું. તેને મેં પાણીમાંથી બહાર કાઢ્યો ત્યારે તે ખૂબ ભીનો હોવાથી તેના ગળે દોરડું બાંધીને મેં જ તેને સૂકવવા લટકાવ્યો હતો.