મુકેશ અંબાણીએ ટ્રાફિક સિંગ્નલ પર કર્યું હતું નીતાને પ્રપોઝ, આવી છે તેમની લવ સ્ટોરી.

0
804

આઈપીએલની ટીમ મુંબઈ ઈંડિયંસની માલિક નીતા અંબાણીના ઠાઠની તો સૌને ખબર છે. તેનું આલીશાન ઘર, તેની ૩ લાખની ચા, તેમના પૈસા, દરેક વાત ઉપર લોકોને ચર્ચા કરવાનું ગમે છે. પણ તેના વિષે બીજી પણ ઘણું બધું છે જેના વિષે કદાચ જ કોઈ જાણતું હશે. તેના અંગત જીવનની ઘણી બાબતો છે, જેને જાણીને નીતા માટે તમારું માન ઘણું વધી જશે. મુકેશ અંબાણીએ નીતાને એક ડાંસ શો દરમિયાન જોઈ હતી. નીતાને જોતા જ મુકેશને તેની સાથે પ્રેમ થઇ ગયો.

તેમણે નીતા સાથે વાત કરવા માટે જયારે પહેલી વખત ફોન કર્યો, તો નીતાએ ગુસ્સામાં તેનો ફોન કાપી નાખ્યો હતો. મુકેશ અંબાણીએ તેને ફરી વખત ફોન કર્યો અને કહ્યું કે તે મુકેશ અંબાણી બોલી રહ્યો છે, ત્યારે નીતાનો જવાબ હતો કે જો તે મુકેશ અંબાણી છે, તો તે એલેજબેથ ટેલર છે. એટલું કહીને નીતાએ ફોન કાપી નાખ્યો હતો. જયારે મુકેશ અંબાણીએ તેને ત્રીજી વખત ફોન કર્યો તો તેની વાત નીતાના પિતા સાથે થઇ અને તેમણે નીતાને જણાવ્યું કે ખરેખર તેના માટે મુકેશ અંબાણીનો ફોન આવ્યો છે.

નીતા અને મુકેશ અંબાણી જયારે ડેટ કરી રહ્યા હતા, તો મુકેશ અંબાણી તેને લેવા માટે પોતાની મોંઘી કારમાં આવતા હતા. એક દિવસ નીતાએ મુકેશ અંબાણીને બેસ્ટ બસની સૌથી આગળ વાળી બસમાં મુસાફરી કરવા માટે કહ્યું. ત્યાર પછી મુકેશ અને નીતા હંમેશા મુંબઈની બસમાં મુસાફરી કરતા હતા. નીતા અંબાણીને વાંચવાનો ઘણો શોખ છે, લગ્ન પછી નીતાએ એક સ્કુલ ખોલી હતી, જ્યાં તે રોજ ભણાવવા જતી હતી.

લગ્નના ૮ વર્ષ પછી નીતા અંબાણી માં બની હતી. ત્યાર પછી તેમણે કહ્યું હતું કે તે પળ તેમના જીવનના સૌથી આનંદિત પળ છે. નીતા અંબાણીને પોતાના બાળકોના ફોટા સોસીયલ સાઈટ્સ ઉપર નાખવાનું જરા પણ પસંદ નથી. તેમનું માનવું છે કે બાળકોને દુનિયા તેના નામથી ઓળખે, માં બાપના નામથી નહિ.

નીતા દરરોજ સવારે ૭ વાગ્યે ઉઠી જાય છે, અને આ ટેવ તેને બાળપણની છે. ઉઠીને નીતા ડાંસ જરૂર કરે છે. તેના માટે તેનો ડાંસ મેડીટેશન જેવો હોય છે. નીતા અંબાણીની કોઈ નિયત ઓફીસ નથી. તે જ્યાં હોય છે તેની ઓફીસ તેની સાથે ચાલે છે. તે સ્કુલમાં હોય, આઈપીએલ દરમિયાન મેદાનમાં હોય, કે પછી હોસ્પિટલમાં તેની મીટીંગ અને ઓફીસનું તમામ કામ ત્યાંથી થાય છે.

નીતાએ પોતાના બાળકો પાસેથી પણ ઘણું શીખી છે. જયારે તે સ્કુલનું ટાઈમ ટેબલ બનાવી રહી હતી, તેમણે દરેક વિષય માટે ૧ કલાકનો સમય રાખ્યો હતો. પણ તેમના બાળકોએ આવું કરવાની મનાઈ કરી અને દરેક વિષય માટે માત્ર ૪૦ મિનીટ રાખવાનું કહ્યું. કેમ કે છેલ્લી ૨૦ મિનીટમાં ધ્યાન ભટકે છે.

નીતાને વાત સાચી લાગી અને તેમણે દરેક વિષયને ૪૦ મિનીટનો કરી દીધો. નીતા અંબાણીને નવા લોકોને મળવાનું ગમે છે, અને મુકેશ વધુ લોકોને નથી મળવા માંગતા. નીતા જણાવે છે કે મુકેશને જયારે ફિલ્મ જોવી હોય છે તો પોતાના મિત્રો સાથે તે રાત્રે ફિલ્મ જોવા જાય છે.

૩ લાખની ચા પીવા વાળી નીતા અંબાણી પોતાના અંગત જીવનમાં એક સામાન્ય મહિલાની જેમ જ છે. નીતા અંબાણી વિષે આ વાતોને જાણીને તમને ઘણી નવાઈ જરૂર થઇ હશે. ભારતની સૌથી પૈસાદાર મહિલાની આ વાતો દ્વારા તમારા મિત્રોને પોસ્ટને શેર કરીને જરૂર જણાવશો.