જોક્સ :
એક છોકરો છોકરીને જોવા ગયો તો તેણીએ તેને સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન પૂછ્યો…
છોકરી : દુનિયામાં કેટલા દેશ છે?
છોકરો : માત્ર એક ભારત.
છોકરી : તો બાકીના શું છે?
છોકરો : વિદેશ.
છોકરાના હજી પણ ક્યાંય લગ્ન નક્કી નથી થયા.
જોક્સ :
રાજુ : પપ્પા, મને બાઈક લઇ આપો.
પપ્પા : મનીષ કાકાની દીકરીને જો, તે રોજ બસમાં મુસાફરી કરે છે.
રાજુ : હા પપ્પા, એજ મારાથી જોઈ નથી શકાતું, ઘણું દુઃખ થાય છે.
પછી રાજુની એવી ધોલાઈ થઈ કે તેનું આખું શરીર દુઃખે છે.

જોક્સ :
નવી પરણેલી પત્ની : સાંભળો છો, મારે છૂટાછેડા જોઈએ છે… મારે ફરી લગ્ન કરવા પડશે.
પતિ : પણ કેમ?
પત્ની : આપણા લગ્નના ફોટાને ઓછી લાઈક્સ મળી છે.
જોક્સ :
ચિન્ટુ : ભાઈ સમોસા ખાશે?
મિન્ટુ : ના, આજે મારો ઉપવાસ છે.
ચિન્ટુ : ભાઈ મારા તરફથી છે.
મિન્ટુ : મીઠી ચટણી નાખીને લાવજે.
જોક્સ :
ગર્લફ્રેન્ડ : તારો જન્મ ક્યાં થયો હતો?
બોયફ્રેન્ડ : તિરુવનંતપુરમમાં.
ગર્લફ્રેન્ડ : તેની સ્પેલિંગ શું છે?
બોયફ્રેન્ડ : થોડીવાર વિચાર્યા પછી મારો જન્મ કદાચ ગોવામાં થયો હતો.
જોક્સ :
મોન્ટી : યાર તું પરેશાન કેમ છે?
પપ્પુ : શું કહું ભાઈ, મારી પત્ની મને શાંતિથી જીવવા પણ નથી દેતી,
અને ઉપવાસ કરીને મ-ર-વા પણ નથી દેતી.
જોક્સ :
પિતા : વાંચવા બેસ દીકરા પરિક્ષા નજીક છે,
તેં ક્યારેય કોઈ બુક ખોલીને જોઈ છે?
દીકરો : હા, હું તો રોજ જોઉં છું.
પિતા : કઈ બુક?
દીકરો : ફેસબુક.
જોક્સ :
ગોલુની ઘડિયાળ બંધ થઈ ગઈ.
જ્યારે ગોલુએ ઘડિયાળ ખોલી તો તેમાં એક મ-રે-લું મચ્છર જોવા મળ્યું.
એ જોઈ ગોલુ બોલ્યો : હવે મને સમજાયું કે ઘડિયાળ કેમ ચાલતી નથી,
તેનો તો ડ્રાઈવર જ મ-રી-ગ-યો છે.
જોક્સ :
માતાનો પ્રેમ :
બાળક : મમ્મી, આ છોકરીઓ આટલા ઉપવાસ કેમ રાખે છે?
મમ્મી : મારો દીકરો આટલી સરળતાથી થોડો કોઈને મળી જશે.
બાળક (મનમાં ને મનમાં) : કસમથી આજે પહેલીવાર દેવતા જેવો અનુભવ થઈ રહ્યો છે.
જોક્સ :
ખુશ્બુના ભાભી કાજુ ખાઈ રહ્યા હતા.
ખુશ્બુ : ભાભી, મને પણ ટેસ્ટ કરવા દો ને.
ભાભીએ ખુશ્બુના હાથમાં એક કાજુ આપ્યું.
ખુશ્બુ : માત્ર એક જ કાજુ?
ભાભીએ ગુસ્સામાં કહ્યું : હા, બીજા બધાનો સ્વાદ પણ સરખો છે.
જોક્સ :
પત્નીની શંકા દૂર કરવા પતિએ પૂજા-પાઠ કરવાનું શરૂ કર્યું,
તેણે ગીતા અને રામાયણ પણ વાંચવાનું શરૂ કર્યું.
ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું, બધી ખોટી વસ્તુઓ છોડી દીધી અને બસ ભક્તિમાં મગ્ન થઈ ગયો.
તેમ છતાં પત્નીએ તેની બહેનપણીને ફોન પર વાત કરી કે,
હવે તે સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે.
જોક્સ :
એક મહિલાનું એવું કહેવું કે તે 5 મિનિટમાં તૈયાર થઈને આવી રહી છે,
તે એક પુરુષના એવું કહેવા બરાબર છે કે તે 5 મિનીટમાં બહાર ફરીને આવી જશે.
જોક્સ :
દર્દી : મને રોગ થયો છે.
ડોક્ટર : શું તકલીફ છે?
દર્દી : હું આખી રાત ઊંઘું છું અને આખો દિવસે જાગતા રહેવું પડે છે.
ડોક્ટર : આખી રાત તડકામાં બેસો, તરત જ ઠીક થઈ જશે.
જોક્સ :
પતિએ તેની પત્નીને મેસેજ કર્યો : આજે રાત્રે કેટલાક મિત્રો મારી સાથે ડિનર પર આવી રહ્યા છે,
મસ્ત વાનગીઓ બનાવજે.
પત્ની તરફથી કોઈ જવાબ ન હતો.
પછી પતિએ બીજો મેસેજ કર્યો : મારો પગાર વધી ગયો છે, આવતા મહિને હું તને સોનાની વીંટી આપીશ.
પત્નીએ તરત જ જવાબ આપ્યો : અરે વાહ! સાચું.
પતિએ મેસેજ કર્યો : ના, હું ચેક કરી રહ્યો હતો કે તને મારો પહેલો મેસેજ મળ્યો કે નહીં.
નહિ તું કહેતે કે મને મેસેજ જ નથી મળ્યો.