આ 5 પ્રકારના લોકોને ક્યારેય ઘરના મહેમાન બનાવશો નહિ, તેમની સાથેના સંબંધ તમારી મુશ્કેલી વધારી દેશે.

0
369

કોઈને પણ ઘરે મહેમાન તરીકે બોલાવતા પહેલા આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

મનુ સ્મૃતિ હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાંથી એક છે. મનુ સ્મૃતિમાં પણ કેટલીક એવી વાતો કહેવામાં આવી છે જે આજના સમયમાં પણ પ્રાસંગિક છે. મનુ સ્મૃતિના એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, કેવા લોકોને આપણે પોતાના ઘરમાં મહેમાન તરીકે આમંત્રિત ન કરવા જોઈએ. અને જો આવા લોકો આવતા-જતા જોવા મળે તો આપણે તેમનું અભિવાદન પણ ન કરવું જોઈએ. આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આગળ જાણો કોણ છે તે લોકો અને શા માટે તેમને મહેમાન બનાવવા જોઈએ નહીં.

શ્લોક :

પાષળ્ડિનો વિકર્મસ્થાન્બૈડાલવ્રતિકાંછઠાન્ ।

હૈતુકાન્વકવૃત્તીંશ્વ વાડ્માત્રેણાપિ નાર્ચયૅત્ ।

અર્થ – ઢોંગી, ખોટું કરનાર, મૂર્ખ અને પૈસા લૂંટનાર, બીજાને નુકસાન પહોંચાડનાર અને વેદોમાં વિશ્વાસ ન રાખનાર. આ લોકોને મહેમાન ન બનાવવા જોઈએ.

ઢોંગી લોકોથી દૂર રહો :

જે લોકો પોતાનો મૂળ સ્વભાવ છુપાવીને પોતાને સારું બતાવવાનો પ્રયત્ન કરે છે અને તક મળતા જ પોતાનો સ્વાર્થ પૂરો કરી નાખે છે, આવા લોકોને ઢોંગી / દંભી કહેવામાં આવે છે. જો તમે આવા લોકોને તમારા ઘરે મહેમાન તરીકે બોલાવો છો, તો તેઓ તમારી સાથે છેતરપિંડી પણ કરી શકે છે. કારણ કે તેઓ તેમના અંગત સ્વાર્થ માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેથી આવા લોકોથી અંતર રાખવું જોઈએ.

ખોટા કામ કરનારાઓ સાથે મિત્રતા ન કરો :

જે વ્યક્તિ ખોટા કામ કરે છે એટલે કે ગેરકાયદેસર કામ કરે છે તેને ભૂલથી પણ તમારા ઘરે ક્યારેય બોલાવશો નહીં. પોલીસ આવા લોકો પર નજર રાખે છે. જો તમે તેમને તમારા ઘરે બોલાવો છો, તો તમે પણ પોલીસના શંકાના દાયરામાં આવી શકો છો. પરિણામ એ પણ આવી શકે છે કે તેની સાથે તમારે પણ કોર્ટના ચક્કર લગાવવા પડી શકે છે. એટલા માટે આવા લોકો સાથે બહારની મિત્રતા પણ ન રાખવી જોઈએ.

લોભી લોકોને ઘરે આમંત્રિત કરશો નહીં :

જે લોકોની નજર હંમેશા બીજાના ધન પર હોય છે, આવા લોકોને ભૂલથી પણ તમારા ઘરે ક્યારેય બોલાવશો નહીં. કારણ કે તેઓ તેમની ચપળ વાતોમાં ફસાઈને તમારા પૈસા પણ હડપ કરી શકે છે. આ લોકો કોઈપણ સંબંધની ચિંતા કરતા નથી અને માત્ર પોતાના સ્વાર્થ પૂરા કરે છે. આવા લોકોથી પૂરતું અંતર જાળવવું જોઈએ.

આવા લોકોથી પણ દૂર રહો :

કેટલાક લોકો એવા હોય છે જેઓ બીજાને દુઃખી જોઈને આનંદ માણે છે. આવા લોકો પોતાની આસપાસના લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતા રહે છે. જેથી તેનાથી તેમને દુઃખ થાય અને તે તેનો આનંદ માણી શકે. એટલા માટે જે લોકો બીજાને દુઃખ પહોંચાડે છે તેમને ક્યારેય મહેમાન ન બનાવવા જોઈએ.

આ લોકોથી પણ બચીને રહો :

જે વ્યક્તિ વેદોમાં એટલે કે ધર્મમાં આસ્થા નથી રાખતા તે કોઈના પણ ધર્મ વિશે કંઈ પણ બોલી શકે છે. તેને એ વાતનું પણ ધ્યાન નથી રહેતું કે તેની વાત કોઈને ખરાબ લાગી શકે અને કોઈને તેની વાતથી દુ:ખ થઈ શકે. આવા લોકો સાથે ક્યારેક વાદ-વિવાદની સ્થિતિ પણ સર્જાય શકે છે. એટલા માટે આવા લોકોને ક્યારેય મહેમાન ન બનાવવા જોઈએ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.