મજેદાર જોક્સ : પાડોશી : તમારા ધરમાં કોણ સિરિયસ થઇ ગયું. મગન : કેમ. પાડોશી : તમારા ધરમાંથી …

0
3294

જોક્સ :

“મોડેલ પ્રમાણે રીપેરીંગ”

ટીવી મીકેનીકને ડોકટરે કહ્યું, “તમારી ફી તો અમારા કરતાં પણ ચઢી ગઇને?”

“તમારે તો ફક્ત માનવીનાં એક ના એક જ મોડલનું રીપેરીંગ કરવાનું,

જ્યારે અમારે તો દર વર્ષે બદલાતા નવા નવા ટીવી મોડલોનું રીપેરીંગ કરવાનું હોય છે!” – ટીવી મીકેનીક બોલ્યો.

જોક્સ :

“મુશ્કેલ છે છતાં નથી”

રમેશ : “ડોકટર સાહેબ! મારા કાકાએ તમે આપેલી દશ ગોળામાંથી ફક્ત ચાર ગોળી જેવી લીધી કે તરત જ ઉ ક લી ગયા!”

ડોકટર : “સારૂ થયું, ભાઈ! કાકાએ એકકી સાથે દશ ગોળી નહીં લીધી.

જો લીધી હોત તો શું થાત? એ કહેવું મુશ્કેલ છે!”

જોક્સ :

“લાઇફ ટાઇમ ગેરેન્ટી”

“ડોકટર સાહેબ! મને સારું થઈ જશે ને? ” હાર્ટના દર્દીએ પૂછ્યુ.

“તમે નાહકના ગભરાવો છો! હું તમને ગૅરન્ટી આપુ છું કે,

તમે જીવશો ત્યાં લગી, તમારા હાર્ટને જરા સરખી આંચ નહીં આવે!” – ડોકટર બોલ્યા.

જોક્સ :

“કોણ પીએ ને કોણ જીવે?”

તમારી દવાથી મને ખૂબ જ ફાયદો થયો ડૉકટર સાહેબ?”

“તમે મારી દવા તો લીધી નથી. એવું મને યાદ છે!”

“મેં નહીં પણ મારા મામાએ તમારી દવા પીધેલી તે કાલે જ સ્વર્ગે સીધાવી ગયા ને મારા માટે મોટો દલ્લો મૂકતા ગયા!”

જોક્સ :

“મૂંઝવણનો ઉકેલ”

પપ્પુ : “ડૉકટર સાહેબ! તમારો કેમ આભાર માનવો એ હું સમજી શકતો, નથી! હું મૂઝાવું છું!”

ડૉક્ટર : “જરાયે મૂંઝાશો નહીં. જ્યારથી રૂપિયાનું ચલણ વ્યવહારમાં ફરતું થયું છે ત્યારથી એ તમારી મૂંઝવણનો પ્રશ્ર હલ થયો છે!”

જોક્સ :

“માથાં માથે મગજમારી“

ડોક્ટર : “જૂઓ, તમારે થોડા મહિના માટે માથાને લગતી મગજમારી કરવાની નથી!”

મોહન : “પણ સાહેબ! માથા પર તો મારા જીવનનો આધાર છે!”

ડોક્ટર : “તમે કોઈ લેખક કે વૈજ્ઞાનિક છો.”

મોહન : “ના સાહેબ! હું તો ફકત એક હજામ છું! ”

જોક્સ :

“કન્સલ્ટીંગ ફી”

ડોક્ટર : “મીકેનીક ભાઇ, મારા ટીવીમાં કશી ખરાબી નથી. છતાં આટલા બધા શેના પેસા!”

મીકેનીક : મારી કન્સલ્ટ ફીના, ડૉક્ટર સાહેબ.”

ડોક્ટર : “હોય વળી?”

મીકેનીક : “કેમ નહીં? ગયે મહિને હું મારી તબિયત બતાવવા તમારી પાસે આવ્યો હતો.

મારી તબિયતમાં કશો તડો નહોતો પડયો છતાં તમે તમારી કન્સલ્ટીંગ કચકચાવીને નહોતી લીધી?”

જોક્સ :

“જરૂર હોય તો જરૂર કરજો”

“અમારા ડૉકટરને જરૂર લાગે તો જ ઓપરેશન કરે છે. બાકી ધડ દઇને ના જ પાડી દેય છે!”

“શેની જરૂર?!”

“પૈસાની તો વળી!”

જોક્સ :

“બીજી પત્નીનો દુ:ખાવો”

કાકા : “એલાવ! ડૉકટર સાહેબ! જલદી આવો. મારી પત્નીને એપેન્ડિકસનો દુઃખાવો ખૂબ જ ઉપડયો છે.

ડૉક્ટર : “કાકા, એ કેમ બને? મેં એમનું એપેન્ડિકસનું ઓપરેશન એક વાર કર્યું હોવાથી, બીજી વાર એ થાય જ નહીં!”

કાકા : “એપેન્ડિક્સ બીજી વાર નહીં થાય પરંતુ તારી કાકી તો બીજીવારની થાય ને?”

જોક્સ :

“ફકત એક વાર અજમાવી જુઓ”

એક નવાસવા ડૉકટરે નવું દવાખાનું ખોલ્યું અને બોર્ડ લટકાવ્યું.

મારા દવાખાનામાંથી જે કોઈ દર્દી દવા એક વાર લઈ જાય છે. એ ફરી પાછો દવા લેવા માટે ફરકતો નથી!

(જીવે તો ને?)

જોક્સ :

“ઉઘરાણીએ કોની રાણી?”

પાડોશી : તમારા ધરમાં કોણ સિરિયસ થઇ ગયું?

મગન : કેમ?

પાડોશી : તમારા ધરમાંથી નિકળતા ડૉક્ટર સાહેબનું મોં સિરિયસ હતું માટે!

મગન : યાર! એ તો ડૉકટર સાહેબ, એના બિલની ઉઘરાણી કરવા આવ્યા હતા.

તે મેં એને ખખડાવી નાંખ્યા, કે ધીરજ જેવું કશું છે કે નહીં?