નવરાત્રીમાં કળશ સ્થાપના કેવી રીતે કરવી? જાણો એની સાચી વિધિ, શુભ મુહૂર્ત અને એની સાથે જોડાયેલા નિયમો.

0
457

હિન્દૂ ધર્મમાં નવરાત્રીના ઉત્સવને ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 26 સપ્ટેમ્બરથી શરુ થઇ રહ્યો છે. એમ જોવામાં આવે તો નવરાત્રીનો તહેવાર આખા દેશમાં ખુબ શ્રદ્ધા પૂર્વક ઉજવવામાં આવે છે. નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં માં દુર્ગાના નવ રૂપોની અલગ અલગ દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે. લોકો આ દિવસો દરમિયાન 9 દિવસના વ્રત ઉપવાસ પણ કરે છે. જયારે નવરાત્રીનો સમય શરુ થાય છે, તો પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. કેટલાય લોકો એવા છે, જે નવરાત્રીમાં કળશ સ્થાપના માટે કેટલુંય વિચારે છે.

આજે અમે આ પોસ્ટના માધ્યમથી કળશ સ્થાપનાની સાચી વિધિ, શુભ મુહૂર્ત અને આની સાથે જોડાયેલા કેટલાક નિયમોની જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે કળશ સ્થાપના કરો છો, તો તેનાથી માં દુર્ગાની કૃપા અને આશીર્વાદ સદા માટે તમારા ઉપર બન્યા રહેશે અને માતા રાણી તમારી બધી ઈચ્છા પુરી કરશે.

કળશ સ્થાપના માટે જરૂરી સામગ્રી :

જો તમે નવરાત્રી દરમિયાન કળશ સ્થાપના કરો છો, તો એ પહેલા તમારે કેટલીક બાબતો જાણી લેવી ખુબ જ જરૂરી છે. તમે કળશ સ્થાપના માટે કેટલીક જરૂરી સામગ્રી જેવી કે, જવ વાવવા માટે માટીનું વાસણ, ચોખ્ખી માટી, માટીનો એક નાનો ઘડો, કળશને ઢાંકવા માટે માટીનું ઢાંકણ, ગંગાજળ, સોપારી, અંબાના પાંદડા, અક્ષત(કાચા ચોખા), નાડાછડી, જવ, અત્તર, ફૂલનો હાર, નારિયેળ, લાલ કપડું(લાલ થાપણ), લાલ ચૂંદડી, દુર્વા ઘાસ વગેરેનો બંદોબસ્ત જરૂર કરી રાખો.

કળશ સ્થાપનાના શુભ મુહૂર્ત :

જો તમે ઈચ્છો છો કે માં દુર્ગાની દ્રષ્ટિ તમારા ઉપર જળવાઈ રહે, તો એના માટે શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના કરવી ખુબ જરૂરી છે. આ વર્ષે 26 સપ્ટેમ્બર 2022 થી નવરાત્રીનો તહેવાર શરુ થઈ રહ્યો છે, અને કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત સવારે 6:11 થી લઈને 7:51 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત ઘટસ્થાપના માટે અભિજિત મુહૂર્ત સવારે 11:48 થી બપોરે 12:36 સુધી રહેશે.

કળશ સ્થાપના માટેની સાચી રીત :

સૌથી પહેલા તમે માટીના વાસણમાં થોડી માટી નાખો અને એમાં જવના બીજ નાખો. એ પછી ફરી આ વાસણમાં બીજી વાર થોડી માટી નાખો અને ફરી બીજ નાખો. પછી તેમાં બધી માટી નાખીને આમાં થોડું પાણી નાખો. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખાવું પડશે કે, તમે માટીના વાસણમાં જવના બીજ નાખો તો તમે એને એ રીતે નાખો કે તે ઉગે ત્યારે ઉપરની દિશામાં ઉગે એટલે કે તમે આ જવના બીજાને ઉભી સ્થિતિમાં લગાવજો.

એટલું કર્યા પછી કળશ અને એ વાસણના મુખ પાસે નાડાછડી બાંધીને ચાંલ્લો કરવો. પછી કળશમાં ગંગાજળ ભરવું અને પાણીમાં સોપારી, દુર્વા ઘાસ, અક્ષત, અને સિકકા પણ નાખી દો. એ પછી તમે કળશની કિનારી પર 5 આસોપાલવ કે આંબાના પાંદડા રાખો અને કળશને ઢાંકી દો, એના ઉપર એક નારિયરને લાલ કપડાંમાં કે ચુંદળીમાં વીંટીને મુકો, ચુંદળીમાં તેની સાથે કેટલાક પૈસા પણ મૂકી દો. ત્યારબાદ તમે નારિયેળ અને ચુંદળીને નાડાછડી બાંધી દો.

આ બધી વસ્તુને તમે તૈયાર કરી દો, પછી તમે જ્યાં પણ કળશની સ્થાપના કરવાના છો તે જગ્યાની જમીનને બરાબર રીતે સાફ અને ચોખ્ખી કરી દો. પછી એ જગ્યાએ જવ વાળું વાસણ મૂકી દો. જો તમે નવરાત્રીના 9 દિવસ માટે અખંડ દીવો પ્રગટાવો છો, તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે 9 દિવસ માટે અખંડ દીવો પ્રગટેલો રહેવો જોઈએ.

કળશ સ્થાપના સાથે જોડાયેલા કેટલાક વિશેષ નિયમોનું પાલન કરો.

તમારે એ વાતનું ધ્યાન રાખવું કે તમે હંમેશા શુભ મુહૂર્તમાં જ કળશની સ્થાપના કરો.

તમારે કળશનું મોઢું ક્યારે પણ ખુલ્લું નથી રાખવાનું, તેને હંમેશા ઢાંકીને રાખો. જો તમે કળશને કોઈ ઢાંકણથી ઢાંકીને રાખ્યું છે તો તેને ચોખાથી ભરી દેવું અને એની વચ્ચે નારિયેળ પણ મૂકવું.

નવરાત્રીમાં પૂજા પછી માતાને બે સમયનો થાળ હંમેશા ધરાવવો. તમે લવિંગ અને પતાસાનો થાળ પણ કરી શકો છો.

માતાને લાલ ફૂલ વધુ પ્રિય છે, તેથી તમે માતા રાણીને લાલ ફૂલ અર્પણ કરો. પરંતુ તમે ધ્યાન રાખજો કે માતાને આંકળો કે તુલસી અર્પણ કરશો નહિ.

અને નવરાત્રીના બધા 9 દિવસ તમારે સાત્વિક ભોજનનું જ સેવન કરવું.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી હિંદુ બુલેટિન અને અન્ય ન્યુઝ એજન્સીઓના આર્ટિકલમાંથી અનુવાદ કરીને લીધેલી છે.