ઘરની બહાર નેમ પ્લેટ લગાવતા પહેલા જાણી લો તેના આ નિયમ, માં લક્ષ્મીનું થાય છે આગમન.

0
654

ઘરના પ્રવેશ દ્વાર પાસે આવી નેમ પ્લેટ લગાવવાની ભૂલ ના કરતા, જાણો તેના વાસ્તુ નિયમ.

દરેક વસ્તુના સકારાત્મક પરિણામો માટે વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વિપરીત પરિણામો આવે છે. તેવી જ રીતે ઘરની બહાર લગાવેલી નેમ પ્લેટને લઈને પણ વાસ્તુમાં કેટલાક નિયમો છે. તે ન માત્ર ઘરની ઓળખ કરાવે છે પણ સકારાત્મક ઊર્જાને પોતાની તરફ આકર્ષિત પણ કરે છે.

ઘણા લોકો પોતાના નામની જેમ જ પોતાના ઘરનું નામ પણ રાખે છે. તેઓ ઘરનું નામકરન કરે છે અને તે નામની નેમપ્લેટ લગાવે છે. સાથે જ તેના પર ઘરના વડાનું નામ પણ લખેલું હોય છે. ઘરની બહાર લગાવેલી નેમ પ્લેટ વિશે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ઘરમાં યશ, કીર્તિ અને સુખ-સમૃદ્ધિ આવે છે.

નેમ પ્લેટ વિશે આ વાતોનું ધ્યાન રાખો :

વાસ્તુ નિષ્ણાંતો કહે છે કે નેમ પ્લેટ હંમેશા સ્વચ્છ અને યોગ્ય કદની હોવી જોઈએ. વાસ્તુ અનુસાર નેમ પ્લેટનો આકાર લંબચોરસ જ હોવો જોઈએ.

નેમ પ્લેટ પર નામ બે લીટીમાં લખવું જોઈએ. તેને પ્રવેશ દ્વારની જમણી બાજુએ લગાવવામાં આવે છે.

નેમ પ્લેટ પર લખેલા અક્ષરોની ડિઝાઈન સરળ હોવી જોઈએ.

નેમ પ્લેટ પર નામ એવી રીતે લખવા જોઈએ કે તે વધારે ભરેલી ન લાગે. તેમાં થોડી ખાલી જગ્યા દેખાવી જોઈએ.

નેમ પ્લેટ હંમેશા દિવાલ અથવા દરવાજાની વચ્ચે લગાવવી જોઈએ.

નેમ પ્લેટ ક્યાંયથી તૂટેલી ના હોવી જોઈએ. ઉપરાંત, તેમાં કોઈ કાણું ન હોવું જોઈએ.

વાસ્તુ અનુસાર નેમ પ્લેટમાં માટી કે કરોળિયાના જાળા વગેરે ન હોવા જોઈએ. તેને હંમેશા સાફ રાખો.

વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે નેમ પ્લેટનો રંગ ઘરના વડાની રાશિના આધારે હોવો જોઈએ.

તમારી પસંદ પ્રમાણે તમે નેમ પ્લેટની એક બાજુ ગણપતિ કે સ્વસ્તિકનું ચિન્હ પણ બનાવી શકો છો.

નેમ પ્લેટ જરા પણ તૂટી જાય કે તેનું પોલિશ ઉતરી જાય તો તરત જ તેને બદલી નાખો. નહિ તો તે ઘરમાં નકારાત્મકતા લાવે છે.

પ્રકાશ માટે તેના પર એક નાનો બલ્બ પણ લગાવી શકાય છે. આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. તેમજ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.