મજેદાર જોક્સ : પત્ની : સાંભળો છો મારી બહેનપણીના પતિએ ફોર્ચ્યુનર કાર લીધી. તમે કેમ નથી લેતા. પતિ બોલ્યો …

0
4345

જોક્સ :

ચિન્ટુ : મિન્ટુ મેં સાંભળ્યું છે કે તારી સગાઈ થઈ ગઈ છે, તને અભિનંદન.

મિન્ટુ : હા પણ મેં સગાઈ તોડી નાખી.

ચિન્ટુ : કેમ શું થયું?

મિન્ટુ : મેં તેને પૂછ્યું કે તારું પહેલા કોઈની સાથે અફેર હતું, તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી.

ચિન્ટુ : એ તો સારી વાત કહેવાય ને?

મિન્ટુ : અરે જે બીજાની ના થઈ તે મારી શું થશે?

જોક્સ :

છોકરો (પ્રેમથી) : તમે શું કરો છો?

છોકરી (ગુસ્સામાં) : હું તારા જેવાની અવગણના કરું છું અને જ્યારે મને વધુ ગુસ્સો આવે છે ત્યારે હું ધોલાઈ પણ કરું છું.

જવાબ સાંભળીને છોકરાએ ત્યાંથી ચાલતી પકડી લીધી.

જોક્સ :

પત્ની : સાંભળો છો, મારી બહેનપણીના પતિએ ફોર્ચ્યુનર કાર લીધી. તમે કેમ નથી લેતા.

પતિ : ફોર્ચ્યુનર કાર તો હું પણ લઈ લઉં, પણ બેંકમાં પૈસા માત્ર ફોર્ચ્યુન ઓઈલના જ પડ્યા છે.

જોક્સ :

પપ્પુએ જામફળ લીધા તો તેમાંથી ઈયળ નીકળી.

પપ્પુ (જામફળ વાળાને) : સવારે તમારી પાસેથી જામફળ લઈ ગયો હતો તેમાં ઈયળ નીકળી છે.

જામફળ વાળો : એ તો નસીબની વાત છે સાહેબ, શું ખબર બીજી વખત ગાડી પણ નીકળે?

પપ્પુ : તો તો બીજા 2 કિલો આપી દો.

જોક્સ :

સોનુ તેના મિત્ર રવિને જ્ઞાન વહેંચી રહ્યો હતો.

પરીક્ષામાં પેપર અઘરું હોય તો, સૌથી પહેલા તમારી આંખો બંધ કરવી,

પછી ઊંડો શ્વાસ લેવો,

અને મોટેથી કહેવું – આ વિષય ખૂબ મજેદાર છે. આવતા વર્ષે હું તેને ફરીથી વાંચીશ.

જોક્સ :

પપ્પુએ પાડોશી છોકરીને કહ્યું : હું તને પ્રેમ કરું છું. તું પણ મને આવું કહે ને.

છોકરી : હું અત્યારે જ તારા પપ્પાને જઈને કહું છું.

પપ્પુ : અરે પાગલ પપ્પા ના કહેતી, એ તો પહેલેથી પરણેલા છે.

જોક્સ :

ગર્લફ્રેન્ડ : સાંભળ, મારી ત્વચા બહુ ઓઈલી થઈ ગઈ છે. હવે હું શું કરું?

બોયફ્રેન્ડ : આ લે વિમ બાર, આમાં 100 લીંબુની શક્તિ છે, તે બધું તેલ દૂર કરી દેશે.

જોક્સ :

એક માણસ ઘરે બેઠો ડીવીડી જોઈ રહ્યો હતો.

અચાનક જ તેણે જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું…

ના… ના… ઘોડા પરથી ઉતરો નહીં… ગાંડા ઉતરો નહીં… આ એક યુક્તિ છે,

અહીં જાળ બિછાવી છે, અરે મૂર્ખ જીવન બરબાદ થઈ જશે.

પત્ની (રસોડામાંથી) : અરે તમે એવી કઈ ફિલ્મ જોઈ રહ્યા છો?

માણસ : આપણા લગ્નની ડીવીડી.

જોક્સ :

બકાએ બેંકમાં જઈને મેનેજરને પુછ્યુ કે સાતમ આઠમમાં જુ-ગા-ર રમવા લોન મળશે?

મેનેજરે કહ્યું કે લોન ચોક્કસ મળશે. 25 લાખ સુધીની લોન માટે નીચે જણાવેલ પુરાવા લેતા આવો.

1) છેલ્લા પાંચ વર્ષમાં જુ-ગા-ર-માં હંમેશા જીત્યા જ છો એવા રીટર્ન્સની ફાઈલો અને જો દર વર્ષે ચાલીસ લાખથી વધારે ટર્ન ઓવર કર્યુ હોય તો તેનો ઓડીટ રીપોર્ટ (સી.એ.ના સહી સીક્કા સાથે)

2) જુ-ગા-ર રમતા રમતા ડા-રુ પી-તા નથી એ બાબતની તમારી પોતાની એફીડેવીટ અને તેના સાક્ષી તરીકે તમારા વાઈફની સહી હોવી જરુરી છે.

3) ભુતકાળમાં જુ-ગા-ર-ર-મ-વા લોન લીધી હોય તેવા વ્યક્તીને લોન વ્યાજ સાથે પરત થઈ છે એવો રીપોર્ટ.

4) મિત્રો, સગા સંબંધીઓ, સાસરીયા તથા આજુબાજુના કરીયાણા વાળા, દુધવાળા, ધોબી, ગેરેજવાળા, શાકભાજીવાળા તથા છાપા વાળા વિગેરેના તમારા માટેના સીબીલ રીપોર્ટ.

આટલું લેતા આવો એટલે તરત લોન પાસ કરી દઈશુ.