ઇન્ટરવ્યૂમાં છોકરાને પૂછ્યું : મુસીબતની સ્થિતિમાં તું માં અને બાપ બંને માંથી કોને બચાવીસ

0
2105

આજના સમયમાં કોઈપણ નોકરી કરવી હોય તો ઈન્ટરવ્યું માંથી પસાર થયા વગર તમને નોકરી નથી મળતી. અમુક ઈન્ટરવ્યું સરળ હોય છે તો અમુક ઘણા અઘરા. જેને ક્લિયર કરવા કોઈના પણ વશની વાત નથી. છેવટે સરકારી નોકરીના ઈન્ટરવ્યુંમાં કેવા પ્રશ્ન પૂછવામાં આવે છે એ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. કેમ કે આ પરીક્ષાની તૈયારી કરનારા ઘણા લોકો એવા હોય છે જેમણે ત્યાંથી પાછા ફરવું પડે છે.

તે દરમિયાન તમારી મનોઅવ્સ્થા જાણવા માટે ઈન્ટરવ્યું લેવા બેસનાર વ્યક્તિ કાંઈક એવા પ્રશ્ન પૂછી લે છે, જેને તમે ક્યારેય ક્યાંય વાંચેલા જ નથી હોતા. ખાસ કરીને આવા પ્રકારના પ્રશ્ન તમારો IQ ટેસ્ટ કરવા માટે પૂછવામાં આવે છે. જેથી તમે પરિસ્થિતિ મુજબ નિર્ણય લઇ શકો. તો આવો આજે અમે તમને ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવેલા થોડા એવા જ પ્રશ્નો વિષે જણાવીશું. જેના જવાબ ઈન્ટરવ્યું આપવા વાળાએ ઘણી ચાલાકીથી આપ્યા.

પ્રશ્ન ૧. જહાંગીરનું બાળપણનું નામ શું હતું?

જવાબ : સલીમ

પ્રશ્ન ૨. સૈલીબીજ સાગર ક્યાં છે?

જવાબ : આર્કટીક મહાસાગરમાં.

પ્રશ્ન ૩. કેન્દ્રીય રોડ અનુસંધાન સંસ્થા ક્યાં આવેલી છે?

જવાબ : નવી દિલ્હીમાં.

પ્રશ્ન ૪. રણથમ્ભોરનું યુદ્ધ ક્યારે થયું હતું?

જવાબ : ૧૩૦૧ માં.

પ્રશ્ન ૫. મુશ્કેલીની સ્થિતિમાં તમે માતા અને પિતા બન્ને માંથી કોને બચાવશો?

જવાબ : આ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે, કે મુશ્કેલ સ્થિતિમાં તમે માતા અને પિતા બન્ને માંથી કોને બચાવશો, તો આપણે મુશ્કેલીની સ્થિતિમાં માતા અને પિતા બન્નેને જ બચાવવાનો પ્રયાસ કરીશું. કેમ કે અહિયાં કોઈ એકને જ બચાવવા એવું નથી કહેવામાં આવ્યું.