કોઈ પણ વ્યક્તિ શરૂઆતથી સફળ નથી હોતા. સફળ થવા પહેલા દરેક વ્યક્તિનું એક ભૂતકાળ હોય છે. લોકોને લાગે છે કે ફિલ્મોમાં રોલ મેળવવા માટે ફક્ત સ્ટારકિડ્સ હોવું ઘણું છે. પરંતુ એમની આ વિચાર એકદમ ખોટો છે. બોલીવુડમાં અમુક સ્ટાર એવા પણ છે જેમની સફર જમીનથી લઈને આકાશ સુધીની રહી છે. આજે અમે એવા જ થોડા સ્ટાર્સ વિષે જણાવીશું. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે બોલીવુડમાં નામ કમાવવા પહેલા આપણા બધાના ગમતા સ્ટાર્સ શું કામ કરતા હતા?
1. સોનમ કપૂર :

આજે સોનમ કપૂરને લોકો ફેશન કવિનના નામથી ઓળખે છે. પરંતુ જયારે સોનમ પોતાના ભણતર માટે સિંગાપોરમાં હતી, ત્યારે એમને પોકેટ મની ઘણી ઓછી મળતી હતી. ઓછી પોકેટ મની મળવાને કારણે સોનમે ત્યાંના રેસ્ટોરેન્ટમાં વેટ્રેસનું કામ કર્યું હતું. આ વાત એમણે સિમી ગ્રેવાલને ઇન્ટરવ્યુ દરમ્યાન કહી હતી.
2. રણવીર સિંહ :
રણવીર બોલીવુડમાં ડેબ્યુ કરવા પહેલા એક એડ એજન્સીમાં કામ કરતા હતા. એ એડ એજન્સી મુંબઈમાં હતી, જેમાં તે કોપીરાઈટરની પોસ્ટ પર હતા. એક્ટિંગના ક્ષેત્રમાં આવવા માટે રણવીરને એમના ડાયરેક્ટર મિત્ર મનીષ શર્માએ પ્રોત્સાહિત કર્યા હતા.
3. સોનાક્ષી સિન્હા :
દબંદ ગર્લ સોનાક્ષી સિન્હા ફિલ્મોમાં આવતા પહેલા કોસ્ટ્યૂમ ડિઝાઈનર હતી. 2005 માં આવેલી ફિલ્મ “મેરા દિલ લેકે દેખો” ના કોસ્ટ્યૂમ સોનાક્ષીએ જ ડિઝાઇન કર્યા હતા.
4. અરશદ વારસી :
પહેલા અરશદ વારસીની ફાયનાન્સિયલ કંડિશન સારી હતી નહીં. માટે તે પૈસા કમાવવા માટે ઘરે-ઘરે જઈને કોસ્મેટિક વેચતા હતા. 17 વર્ષની ઉંમરમાં એમણે સેલ્સમેન તરીકે કામ કરવાનું શરુ કરી દીધું હતું.
5. નવાઝુદ્દીન સિદ્દીકી :
નવાઝનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. ભણવાનું પૂરું થયા પછી એમણે વડોદરામાં થોડા સમય માટે કેમિસ્ટની નોકરી કરી હતી. ત્યારબાદ તે દિલ્લી આવીને એક થિયેટર ગ્રુપનો ભાગ બની ગયા. પરંતુ વધારે પૈસા ન મળવાને કારણે એમને વોચમેનની નોકરી પણ કરી છે.
6. જોની લીવર :
પોતાની કોમેડીથી બધાને લોટપોટ કરવા વાળા જોની લીવર ફેમસ થવા પહેલા મુંબઈના રસ્તા પર પેન વેચતા હતા. 1981 ની ફિલ્મ ‘દર્દ કે રિશ્તા’ થી ડેબ્યુ કર્યા પછી એમણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું.
7. શાહરુખ ખાન :
કિંગ ખાન શાહરુખ ખાન વિષે તો તમે જાણતા જ હશો. પ્રખ્યાત થવા પહેલા શાહરુખ ખાન કોન્સર્ટ અટેન્ડર તરીકે કામ કરતા હતા. પંકજ ઉધાસના એક લાઈવ કોન્સર્ટ માટે શાહરુખ ખાનને 50 રૂપિયા ફી આપવામાં આવી હતી.
8. આર માધવન :
ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ થી બધાના દિલોમાં જગ્યા બનાવવા વાળા મૈડિએ ઈલેક્ટ્રોનિક્સ એન્જીનીયરીંગની ડિગ્રી લીધી છે. પરંતુ એમનું સપનું હંમેશાથી એક્ટર બનવાનું હતું. એ સમયે ખર્ચો કાઢવા માટે માધવને ઘણા કોચિંગ સેન્ટર અને કોલેજોમાં પબ્લિક સ્પીકિંગ અને કોમ્યુનિકેશન સ્કિલ્સ ભણાવ્યું હતું.
9. જોન અબ્રાહમ :
જોન અબ્રાહમ પાસે MBA ની ડિગ્રી છે. જોને મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એક્ટિંગમાં આવવા પહેલા જોન મીડિયા એન્ટરટેઇનમેન્ટ કંપનીમાં કામ કરતા હતા. તે મીડિયા પ્લાનર પણ રહી ચુક્યા છે.
10. રજનીકાંત :
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના સૌથી મોટા સુપર સ્ટાર રજનીકાંત ફિલ્મોમાં આવવા પહેલા એક બસ કંડકટરની નોકરી કરતા હતા. બસમાં એમની ટિકિટ કાપવાની સ્ટાઈલથી પ્રભાવિત થઈને એક ડાયરેક્ટરે એમને ફિલ્મોમાં ચાંસ આપ્યો.
11. બોમન ઈરાની :
પોતાની એક્ટિંગની શ્રેષ્ઠતા સાબિત કરવા વાળા બોમન ઈરાની ફિલ્મોમાં આવવા પહેલા હોટલમાં કામ કરતા હતા. તે તાજ હોટલમાં વેટર અને રૂમ સર્વિસ અટેન્ડરનું કામ કરતા હતા.
12. પરિણીતી ચોપડા :
ફિલ્મોમાં આવતા પહેલા પરિણીતી ચોપડા યશરાજ ફિલ્મ્સમાં જ માર્કેટિંગ ઈન્ટર્નશીપનું કામ કરતી હતી. ફિલ્મ ‘બેંડ બાજા બારાત’ માં પરિણીતીના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.
13. દિલીપ કુમાર :
લેજન્ડરી એક્ટર દિલીપ કુમાર ફિલ્મોમાં આવવા પહેલા ફ્રૂટ સેલિંગનું કામ કરતા હતા. ત્યાર બાદ એમણે થોડા સમય માટે એક કેંટીન પણ ચલાવી હતી. ત્યાર બાદ દેવિકા રાનીએ એમને ‘જવાર ભાટા’ ફિલ્મમાં કામ કરવાની તક આપી.
અથાક પરિશ્રમથી માણસ ક્યાંથી કયા પહોચી જાય છે. મિત્રો, આશા છે કે તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.