જેમ તમે નિયમિત ખોરાક લો છો, તેવી જ રીતે તમારે નિયમિત હસવું પણ જોઈએ. તમારે હસવા માટે કોઈ કારણની જરૂર નથી. નકલી સ્મિત પણ તણાવ અને ચિંતા ઘટાડવાનું કામ કરે છે. તે તમારા મનને શાંત રાખવામાં મદદ કરે છે. આ સિવાય જોક્સ પણ તમને હસાવવામાં ઘણી મદદ કરે છે. આજે અમે તમારા માટે એવા જ જોક્સ લઈને આવ્યા છીએ જે તમને હસવામાં મદદ કરશે.
જોક્સ :
બોસ (પોતાના ચમચાને) : મને એ જણાવ કે આપણા સ્ટાફમાંથી સૌથી વધારે કામ કરવાવાળાને તું કેવી રીતે ઓળખીશ?
ચમચો : બોસ હું બધાને અહીં બોલાવી લઉં પછી જણાવીશ.
બધા ભેગા થયા પછી એક એક વ્યક્તિ પાસે જઈને ચમચાએ કાંઈક ચેક કર્યું અને પછી એક વ્યક્તિનો હાથ ઊંચો કરીને કહ્યું,
બોસ આણે સૌથી વધારે કામ કર્યું છે.
બોસ (ચકિત થઈને) : તને કેવી રીતે ખબર પડી?
ચમચો : બોસ મેં બધાના મોબાઈલ ચેક કર્યા અને આના ફોનમાં 98 % બેટરી છે. એટલે આણે કામ કર્યું છે મોબાઈલ વાપર્યો નથી.
જોક્સ :
પતિ ડા-રૂ પીને ઘરે મોડેથી પહોંચ્યો.
પત્ની ઝાડુ લઈને સામે જ ઉભી હતી.
પતિ : અરે તું કેટલું કામ કરીશ? આ ઝાડુ મને આપી દે, જોને કેટલી રાત થઇ ગઈ છે, તારે સૂવું નથી કે શું? તું પોતાનું જરા પણ ધ્યાન નથી રાખતી.
આ સાંભળીને બિચારી પત્નીની આંખોમાં આંસુ આવી ગયા.

જોક્સ :
કપડાં સીવડાવવા ગયેલી એક સુંદર છોકરીની કમરનું માપ લીધા પછી દરજીએ પૂછ્યું,
દરજી : મેડમ, ફિટિંગ કેવું જોઈએ?
છોકરી : એવું કે આખું વર્ષ મોબાઈલ રિચાર્જનું ટેંશન ના રહે.
દરજી : તમે કહો તો મોબાઈલનો પણ જુગાડ કરી આપું.
જોક્સ :
છગન : જો હું આ નારિયળના ઝાડ પર ચડી જાઉં તો શું એન્જીનીયરીંગની છોકરીઓ દેખાશે?
મગન : હા જરૂર દેખાશે. અને જો ઉપર જઈને હાથ છોડી દેશે તો મેડિકલ કોલેજની છોકરીઓ પણ દેખાશે.
જોક્સ :
ટપ્પુ ફેલ થયો તો તેના પપ્પા બોલ્યા,
દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ છે અને તું હજી અહીં જ છે.
ટપ્પુ બોલ્યો : ચંદ્ર પર પાણી ન હતું એટલે પાછો આવી ગયો.
જોક્સ :
પપ્પુ અને તેની પત્ની ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હતા.
પપ્પુ (પોતાની પત્નીને) : વાહ બેબી… તું તો દિવસે ને દિવસે વધારે સુંદર થઈ રહી છે.
પત્ની (શરમાઈને) : વિસ્તારથી કહોને કેવી રીતે?
પપ્પુ : જોને તને જોઇને રોજ રોટલી અને શાક બળી જાય છે.
પત્ની ચમચો અને થાળી લઈને પપ્પુની પાછળ દોડી.
જોક્સ :
માં : ક્યારનો શું કરી રહ્યો છે દીકરા.
ટપ્પુ : વાંચી રહ્યો છું મમ્મી.
મમ્મી : શાબાશ દીકરા. શું વાંચી રહ્યો છે?
ટપ્પુ : તમારી થનારી વહુના મેસેજ.
જોક્સ :
ટીચર : બાળકો કોઈ એવું વાક્ય સંભળાવો જેમાં હિન્દી, પંજાબી, ઉર્દુ અને અંગ્રેજી બધી ભાષાઓ આવી જાય.
રાજુ : ઇશ્ક દી ગળી વિચ નો એન્ટ્રી.
જોક્સ :
બાપ દીકરો રેસ્ટોરેન્ટમાં ગયા.
બાપ : દીકરા લસ્સી પીવાનો?
દીકરો : નહિ.
બાપ : તો દીકરા દૂધ પીવાનો?
દીકરો : નહિ.
બાપ : તો પછી જ્યુશ મંગાવું?
દીકરો : નહિ.
બાપ : એકદમ પોતાની માં પર ગયો છે, લાગે છે મારું લો-હી જ પીવાનો છે.