શ્રીકૃષ્ણ જેને પોતાના માથા પર લગાવે છે તે મોરના પીંછામાં છે નવગ્રહોનો વાસ, વાંચો પૌરાણિક સ્ટોરી.

0
682

મોરના પીંછામાં છે નવગ્રહોનો વાસ, તમે નહિ જાણતા હોય સંધ્યા રાક્ષસની આ સ્ટોરી.

મોરના પીંછાનું જેટલું મહત્વ ભારતના લોકોમાં છે, એટલું કદાચ બીજા દેશના લોકોમાં નહિ હોય. ભારતમાં મોરને નકારાત્મક ઉર્જા દુર કરવામાં સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે.

મોરના પીંછાને માથાથી પગ સુધી ઝાપટવાથી નજર ઉતારવાનું કાર્ય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી બાળકને લાગેલી નજર ઉતરી જાય છે અને બાળક સ્વસ્થ થઇ જાય છે. એટલું જ નહિ મોરના પીંછામાં નવગ્રહોનો વાસ હોવનું પણ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં મોરના પીંછાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જો વિધિપૂર્વક ઘરમાં મોરના પીંછાને સ્થાપિત કરવામાં આવે તો ઘરના વાસ્તુ દોષ દુર થાય છે અને કુંડળીના તમામ નવ ગ્રહોના દોષ પણ શાંત થાય છે. એટલું જ નહિ જ્યાં તમે રહો છો જો તે ઘરના દરવાજા વાસ્તુની વિરુદ્ધ હોય તો દ્વાર ઉપર મોરના ત્રણ પીંછા સ્થાપિત કરવાથી વાસ્તુ દોષ દુર થાય છે એવું પણ માનવામાં આવે છે.

હિંદુ ધર્મમાં પણ મોરના પીંછાનું ઘણું મહત્વ માનવામાં આવે છે. માન્યતા મુજબ મોરના પીંછામાં તમામ દેવી દેવતા અને નવ ગ્રહોનો વાસ હોય છે. એવું કેમ માનવામાં આવે છે તેના સંબંધમાં આપણા ધર્મ ગ્રંથોમાં એક કથાનું વર્ણન છે. મોરના પીંછાના સંબંધમાં સંધ્યા રાક્ષસની સ્ટોરી છે.

આ સ્ટોરી તમે ક્યાંય નહિ વાંચી હોય : ભગવાન શિવે માતા પાર્વતીને પક્ષી શાસ્ત્રમાં વર્ણિત મોરના મહત્વ વિષે જણાવતા આ સ્ટોરી સંભળાવી હતી. આ સ્ટોરી મુજબ પ્રાચીન કાળમાં સંધ્યા નામનો એક અસુર હતો. તે ખુબ શક્તિશાળી અને તપસ્વી અસુર હતો. ગુરુ શુક્રાચાર્યને કારણે સંધ્યા દેવતાઓનો શત્રુ બની ગયો હતો. સંધ્યા અસુરે કઠોર તપ કરી શિવજી અને બ્રહ્માને પ્રસન્ન કરી લીધા હતા. બ્રહ્માજી અને શિવજી પ્રસન્ન થઇ ગયા તો અસુરે વરદાનના રૂપમાં ઘણી શક્તિઓ પ્રાપ્ત કરી.

આ શક્તિઓને કારણે સંધ્યા અસુર વધુ શક્તિશાળી બની ગયો હતો. શક્તિશાળી સંધ્યા ભગવાન વિષ્ણુના ભક્તોને સ-તા-વ-વા લાગ્યો હતો. અસુરે સ્વર્ગ ઉપર પણ આધિપત્ય કરી લીધું હતું, દેવતાઓને બં-દી બનાવી લીધા હતા. જયારે કોઈ પણ રીતે દેવતા સંધ્યા સામે જીતી શક્યા નહિ, તો તેમણે એક યોજના બનાવી.

યોજના મુજબ તમામ દેવતા અને તમામ નવ ગ્રહ એક મોરના પીંછામાં બિરાજમાન થઇ ગયા. હવે તે મોર ખુબ શક્તિશાળી બની ગયો. મોરે વિશાળ રૂપ ધારણ કર્યું અને સંધ્યા અસુરનો વ-ધ-ક-રી દીધો. ત્યારથી મોરને પણ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. એટલું જ નહિ માતા સરસ્વતી, શ્રી કૃષ્ણ, માં લક્ષ્મી, ઈન્દ્રદેવ, કાર્તિકેય અને શ્રીગણેશ બધાને મોરના પીંછા કોઈને કોઈ રીતે પ્રિય છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.