મેજેદાર જોક્સ : મોન્ટુ : યાર, માથામાં ખૂબ દુ:ખાવો થાય છે. પપ્પુ : દુ:ખાવો થતો હોય તો ગર્લફ્રેન્ડ સાથે…

0
3243

જોક્સ :

શિક્ષક : તું તો અભ્યાસમાં ખૂબ નબળો છે.

હું તારી ઉંમરનો હતો ત્યારે ગણિતના અઘરા દાખલ ફટાફટ ઉકેલી દેતો હતો.

પરેશ : સાહેબ તમને સારા શિક્ષકો મળ્યા હશે.

દરેકનું નસીબ એટલું સારું નથી હોતું.

જોક્સ :

પિતા : પેપર કેવું ગયું?

પુત્ર : પહેલો પ્રશ્ન ચૂકી ગયો,

ત્રીજો આવડતો ન હતો,

ચોથો લખવાનો ભૂલી ગયો,

પાંચમો દેખાયો જ નહિ.

પિતા : અને બીજો પ્રશ્ન?

પુત્ર : બસ એ જ ખોટો પડશે.

જોક્સ :

એક બાળક ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.

બાળક : ભગવાન મહેરબાની કરીને પંજાબને અમેરિકાની રાજધાની બનાવો.

ભગવાને આ સાંભળ્યું અને આશ્ચર્ય પામ્યા.

અને પૂછ્યું : કેમ ભાઈ?

બાળક : કારણ કે મેં પરીક્ષામાં લખ્યું છે.

જોક્સ :

એક સજ્જન કહી રહ્યાં હતા કે તેઓ છેલ્લા 60 વર્ષથી દરરોજ દિવસમાં 10 વખત ગીતાનો ઉપદેશ સાંભળે છે.

પછી ખબર પડી કે તેમની પત્નીનું નામ ગીતા છે.

જોક્સ :

પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવી છું ખરીદી કરવા,

તમારે કાંઈ જોઈએ છે?

પતિ : હાં, મને જીવનનો અર્થ જોઈએ, જીવન સાર્થક કઈ રીતે થાય છે તે જોઈએ,

આત્માની શાંતિ જોઈએ, મારે મારું અસ્તિત્વ શોધવાનું છે.

પત્ની (થોડી વાર ચૂપ રહ્યા પછી) : સારું, કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?

જોક્સ :

ચિન્ટુ : ડોક્ટર, ગઈ કાલથી પેટમાં દુ:ખાવો છે.

ડોક્ટર : તમે ક્યાં જમો છો?

ચિન્ટુ : હું રોજ હોટેલમાં જ જમું છું.

ડોક્ટર : અરે રોજ હોટેલમાં જમવા ન જવું.

ચિન્ટુ : ઠીક છે, હવે હું પાર્સલ કરીને ઘરે લઈ જઈશ.

ડોક્ટર બેભાન થઈ ગયો.

જોક્સ :

છોકરીનો અકસ્માત થયો હતો.

ડોક્ટર : તમારા પગ ખરાબ થઈ ગયા છે.

છોકરી : શું તે સારા નહિ થાય?

ડોક્ટર : ના, તેને કા-પ-વા પડશે.

છોકરી : ઓહ! નો, હવે હું શું કરીશ?

ડોક્ટર : ધીરજ રાખો. ભગવાન બધું સારું કરશે.

છોકરી : અરે મને તેની ચિંતા નથી. હકીકતમાં મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે, અને તે દુકાન પર લખેલું હતું – “વેચાયેલો માલ પાછો નહીં લેવાય.”

જોક્સ :

પત્ની રસોડામાંથી નીકળતા બોલી : સાંભળો છો, આજકાલ હું ઘણી સુંદર થતી જઈ રહી છું.

પતિ : તને કેવી રીતે ખબર પડી?

પત્ની : જુઓને, આજકાલ મારી સુંદરતાને જોઈને રોટલી પણ બળવા લાગી છે.

જોક્સ :

મોન્ટુ : યાર, માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.

પપ્પુ : જો માથાનો દુ:ખાવો થતો હોય તો ગર્લફ્રેન્ડ સાથે થોડો સમય ચોક્કસ વાત કરવી જોઈએ.

મોન્ટુ : કેમ?

પપ્પુ : તું એ સાંભળ્યું નથી કે ઝે-ર ઝે-ર-ને મા-રે છે.

જોક્સ :

કર્મચારી : સર, મેં મારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક નથી કર્યું, છતાં 200 રૂપિયાની સબસિડી આવી.

બોસ : એ તારી સબસિડી નથી પણ તારું ઇન્ક્રીમેન્ટ છે.

જોક્સ :

બ્રિજેશ ઓફિસે મોડો પહોંચ્યો.

બોસ : અત્યાર સુધી ક્યાં હતો?

બ્રિજેશ : મારી ગર્લફ્રેન્ડને કોલેજ ડ્રોપ કરવા ગયો હતો.

બોસ : શટઅપ, જો તું કાલથી ઓફિસે ટાઈમ પર નહીં આવે તો તારી મુશ્કેલી વધી જશે.

બ્રિજેશ : ઠીક છે, તમારી દીકરીને તમે પોતે જ કોલેજ મુકતા આવજો.

બોસ બેભાન.